Sports

એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીને સોંપાઈ કેપ્ટન્સી

By GS TEAM
24 Aug 20252 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાનની ટીમ પણ એશિયા કપ 2025માં ભાગ લેવા જઈ રહી છે. હવે રવિવારે (24મી ઓગસ્ટ) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આ ટુર્નામેન્ટ માટે 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે. અફઘાન ટીમની કેપ્ટનશીપ સ્ટાર બોલર રાશિદ ખાનને સોંપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીને સોંપાઈ કેપ્ટન્સી

Afghanistan Asia Cup 2025 Team: અફઘાનિસ્તાનની ટીમ પણ એશિયા કપ 2025માં ભાગ લેવા જઈ રહી છે. હવે રવિવારે (24મી ઓગસ્ટ) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આ ટુર્નામેન્ટ માટે 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે. અફઘાન ટીમની કેપ્ટનશીપ સ્ટાર બોલર રાશિદ ખાનને સોંપવામાં આવી છે.

UAEમાં ટ્રાઈ સીરિઝ રમાશે

અહેવાલો અનુસાર, અગાઉ પાંચમી ઓગસ્ટના રોજ ACBએ 22 સભ્યોની પ્રાથમિક ટીમની જાહેરાત કરી હતી. એશિયા કપ પહેલા અફઘાનિસ્તાન સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શારજાહમાં ટ્રાઈ સીરિઝમાં પણ ભાગ લેવાનો છે. આ સીરિઝમાં અફઘાનિસ્તાન ઉપરાંત UAE અને પાકિસ્તાનની ટીમો પણ ભાગ લેશે. ACB અનુસાર, પ્રાથમિક ટીમમાં સમાવિષ્ટ મોટાભાગના ખેલાડીઓ આ ટ્રાઈ સીરિઝમાં ભાગ લેશે.,જે 29મી ઓગસ્ટથી શરૂ થશે અને તેની ફાઇનલ સાતમી સપ્ટેમ્બરના રોજ રમાશે.

આ પણ વાંચો: દિગ્ગજ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું કર્યું એલાન

એશિયા કપ માટે અફઘાનિસ્તાનની 17 સભ્યોની ટીમ

રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, દરવીશ રસુલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ અહમદ મલિક, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી

રિઝર્વ ખેલાડી: વફીઉલ્લાહ તરાખિલ, નાંગેયાલિયા ખરોટે, શરીફુલ્લાહ અહમદઝાઈ

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2025માં અફઘાનિસ્તાનને હોંગકોંગ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ટાઇટલ મેચ 28મી સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગનો સામનો કરશે. આ વખતે એશિયા કપની મેચો સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે.