Get The App

દુનિયાનો પહેલો બેટર! અભિષેક શર્માએ CSK સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, સેહવાગ-પંતને પછાડ્યા

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
દુનિયાનો પહેલો બેટર! અભિષેક શર્માએ CSK સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, સેહવાગ-પંતને પછાડ્યા 1 - image


Abhishek Sharma IPL Record 2026: IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં માત્ર 22 બોલમાં 59 રન ફટકારીને તેણે હૈદરાબાદની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, સાથે જ અનેક મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.

CSK અને MI સામે અનોખો રેકોર્ડ

અભિષેક શર્મા હવે આઈપીએલ ઇતિહાસનો એકમાત્ર એવો બેટ્સમેન બની ગયો છે જેણે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જેવી દિગ્ગજ ટીમો સામે 20 થી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય.

ચેન્નાઈ સામે (2026): માત્ર 15 બોલમાં ફિફ્ટી.

મુંબઈ સામે (2024): માત્ર 16 બોલમાં ફિફ્ટી.

SRH માટે સૌથી ઝડપી અડધી સદી

આ પણ વાંચો : હોર્મુઝમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે કહ્યું- બ્લેકમેલિંગ નહીં ચાલે

અભિષેકે હૈદરાબાદ (SRH) માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે:

15 બોલ: અભિષેક શર્મા vs CSK (2026)

16 બોલ: અભિષેક શર્મા vs MI (2024)

16 બોલ: ટ્રેવિસ હેડ vs DC (2024)

20 બોલની અંદર સૌથી વધુ ફિફ્ટીનો પરાક્રમ

આઈપીએલ ઇતિહાસમાં 20 બોલની અંદર સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાના મામલે પણ અભિષેક ટોચ પર પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી 6 વખત આ અનોખો રેકોર્ડ સ્થાપી ચુક્યાં છે. 

અભિષેક શર્મા: 6 વખત

વૈભવ સૂર્યવંશી: 3 વખત

ટ્રેવિસ હેડ: 3 વખત

2000 રન પૂરા અને સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ

આ ઇનિંગ દરમિયાન અભિષેકે આઈપીએલ કરિયરમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે. મહત્વની વાત એ છે કે, 80 આઈપીએલ ઇનિંગ્સ બાદ કોઈપણ ભારતીય બેટ્સમેન કરતા અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ સૌથી વધારે છે.