મેચના કારણે સગી બહેનના લગ્નમાં ન જઈ શક્યો અભિષેક શર્મા, બહેને ભાવુક થઈ જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek Sharma Sister Komal Sharma Wedding: ભારતના ઓપનિંગ બેટર અભિષેક શર્માની મોટી બહેન કોમલ શર્મા આજે શુક્રવાર, 3 ઓક્ટોબરના રોજ લગ્ન કરી રહી છે. અભિષેકની બહેન બિઝનેસમેન લવિશ ઓબેરોય સાથે લગ્ન કરી રહી છે. જોકે, આ ખાસ પ્રસંગે પણ ભારતનો સ્ટાર બેટર લગ્ન સમારોહમાં હાજર રહ્યો ન હતો. કોમલ અભિષેકની એકમાત્ર બહેન છે, અને ટીમ ઇન્ડિયાના ખેલાડીએ તેની બહેનના લગ્નમાં હાજરી આપી ન હતી. જેથી એવા સવાલો ઉભો થાય છે કે અભિષેક શર્મા તેની બહેનના લગ્નમાં કેમ હાજર ન રહ્યો.
અભિષેક શર્મા ક્યાં છે?
ભારતના સ્ટાર બેટર અને એશિયા કપ 2025 માં ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી અભિષેક શર્મા હાલમાં નેશનલ ડ્યૂટી પર છે. અભિષેકે તેની બહેનના લગ્ન છોડીને ઓસ્ટ્રેલિયા A સામે કાનપુરમાં બિનસત્તાવાર ODI રમી રહ્યો છે. ટીમ ઇન્ડિયાની A ટીમ માટે રમવા માટે અભિષેકે તેની સગી બહેનના લગ્નથી દૂર રહ્યો.
અભિષેક શર્મા કેમ તેની બહેનના લગ્નમાં હાજર ન રહ્યો
ભારતે આ મહિને 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ ODI અને પાંચ T20 મેચની સીરિઝ રમશે. ઓસ્ટ્રેલિયા A સામેની બિનસત્તાવાર ODIમાં સારું પ્રદર્શન કરીને અભિષેક શર્માને ભારતની T20 ટીમ તેમજ ODI ટીમ માટે પસંદ કરી શકાય છે. પરંતુ, આ પહેલા અભિષેકને હજુ પણ ઓસ્ટ્રેલિયા A સામે મજબૂત પ્રદર્શન કરવાની જરૂર છે.
આ પણ વાંચો: મીરાબાઇ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું
અભિષેક શર્માની બહેન ભાવુક થઈ ગઈ
અભિષેક શર્માની બહેન કોમલ શર્મા આજે પવિત્ર લગ્નના બંધનમાં જોડાઈ છે. કોમલ પંજાબી રીતરિવાજ મુજબ લવિશ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી મીડિયા સાથે વાત કરતા કોમલ શર્માએ કહ્યું, 'આજે મારા લગ્નની તારીખ છે, અને હું આ દિવસે મારા ભાઈને ખૂબ યાદ કરી રહી છું.'









