Sports

અભિષેક શર્મા પાસે નંબર-1 ભારતીય ખેલાડી બનવાનો ગોલ્ડન ચાન્સ! કોહલી-રોહિત જેવા દિગ્ગજો થશે પાછળ

By GS TEAM
28 Sep 20252 mins read
TukuTouch Logo
એશિયા કપ 2025માં ભારતીય ટીમના ઓપનિંગ બેટર અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની ફાઈનલ મેચમાં બધાની નજર તેના પર રહેશે. એક તરફ અભિષેક શર્મા ભારતને ટાઈટલ જીતવામાં મદદ કરવા માંગશે, તો બીજી તરફ તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. આ રેકોર્ડ T20I ક્રિકેટમાં સૌથી વધુ સતત અડધી સદી ફટકારવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક શર્મા પાસે નંબર-1 ભારતીય ખેલાડી બનવાનો ગોલ્ડન ચાન્સ! કોહલી-રોહિત જેવા દિગ્ગજો થશે પાછળ

Abhishek Sharma Record: એશિયા કપ 2025માં ભારતીય ટીમના ઓપનિંગ બેટર અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની ફાઈનલ મેચમાં બધાની નજર તેના પર રહેશે. એક તરફ અભિષેક શર્મા ભારતને ટાઈટલ જીતવામાં મદદ કરવા માંગશે, તો બીજી તરફ તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. આ રેકોર્ડ T20I ક્રિકેટમાં સૌથી વધુ સતત અડધી સદી ફટકારવાનો છે. 

સતત ચાર T20Iમાં અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી 

અભિષેકે 21મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે 24મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે અને પછી 26મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. જો તે ફાઈનલમાં પાકિસ્તાની બોલરોને કસૂરવાર ઠેરવે છે અને બીજી અડધી સદી ફટકારે છે, તો તે સતત ચાર T20Iમાં અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બનશે.

અશિયા કમમાં અભિષેક શર્માએવિસ્ફોટક ઇનિંગ્સ રમી

અહેલાસો અનુસાર, અભિષેક શર્માએ પાકિસ્તાન સામે 74 રન, બાંગ્લાદેશ સામે 75 રન અને શ્રીલંકા સામે 61 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ભારતીય T20I ક્રિકેટના ઇતિહાસમાં વિરાટ કોહલીએ ત્રણ વખત, કે.એલ. રાહુલ અને સૂર્યકુમાર યાદવે બે-બે વખત, અને રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે એક-એક વખત આ કરી બતાવ્યું છે. પરંતુ કોઈ પણ ચાર વખત આ કરી શક્યું નથી. વિશ્વ રેકોર્ડની વાત કરીએ તો ઝિમ્બાબ્વેના સિકંદર રઝાના નામે સતત પાંચ T20I ઈનિંગ્સમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેમણે 2023માં આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો: BCCIના નવા અધ્યક્ષ જાહેર, મિથુન મનહાસને સોંપાઈ જવાબદારી, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ

ઉલ્લેખનીય છે કે, નંબર-1 T20I બેટર અભિષેક શર્માએ એશિયા કપ 2025માં છ મેચમાં 51.50 ની પ્રભાવશાળી સરેરાશ અને 204.64 ના સ્ટ્રાઈક રેટથી 309 રન બનાવ્યા છે. તે ટુર્નામેન્ટના T20 ફોર્મેટમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી છે.