ભારતમાં પહેલી વાર : પોતાના નામના સ્ટેડિયમમાં જ ભારતીય ક્રિકેટર મેચ રમશે
કરોડોના ખર્ચે બન્યું છે આ સ્ટેડીયમ
ભારતના ઇતિહાસમાં કદાચ આવું પહેલીવાર બનવા જઈ રહ્યું છે કે જે પિતાએ તેના પુત્રના નામે સ્ટેડીયમ બનાવ્યું હતું તે સ્ટેડીયમમાં આજે પહેલીવાર તે રણજી ટ્રોફી રમશે. આ વાત છે અભિમન્યુ ઇશ્વરનની.
બંગાળની રણજી ટીમ આજે દેહરાદુન સ્થિત 'અભિમન્યુ ક્રિકેટ એકેડમી સ્ટેડીયમ'માં ઉત્તરાખંડની સામે મેચ રમશે. આ મેચમાં નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનવવા માંગતા ઓપનર અભિમન્યુ ઈશ્વરન પોતાના જ નામના સ્ટેડીયમમાં મેચ રમશે. અભિમન્યુના પિતા રંગનાથન પરમેશ્વરન ઇશ્વરનના ક્રિકેટ પ્રેમનુઆ પરિણામ રૂપે તેમણે વર્ષ 2005માં દેહરાદુનમાં એક મોટી જમીન ખરીદી અને ત્યાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સ્ટેડીયમ બનવવા માટે ખુબ મોટી રકમ ખર્ચી હતી.
બાંગ્લાદેશ સામે ઇન્ડીયન ક્રિકેટ ટીમના ભાગ રહી ચુકેલા અભિમન્યુએ આ મેચ પૂર્વે કહ્યું હતું કે, "મારા માટે એક એવા મેદાન પર રણજી મેચ રમવું એ ખુબ ગર્વની વાત છે, જ્યાં મેં એક યંગ પ્લેયર તરીકે ક્રિકેટનો કક્કો શીખ્યો છે. આ સ્ટેડીયમ એ મારા પિતાની આકરી મહેનત અને તેમન પેશનનું પરિણામ છે. ઘરે આવીને હમેશા સારું લાગે છે પણ જ્યારે તમે મેચ રમી રહ્યા છો ત્યારે તમારું બધું ધ્યાન તમરી ટીમને જીતાડવા માટે હોય છે.
ક્રિકેટ માંથી સન્યાસ લીધા બાદ દિગ્ગજ કલાક્રોના નામ પર સ્ટેડીયમનું નામ રાખવામાં આવ્યું હોય તે કોઈ નવી વાત નથી પરંતુ આવું તો જવલ્લે જ બનતું હશે કે નેશનલ ટીમનું પ્રતિનિધિત્વ ન સંભાળ્યું હોય તેવા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરના નામ પર ક્રિકેટ સ્ટેડીયમ હોય. એટીંગામાં વીવ રિચર્ડ્સ મેદાન, ત્રિનિદાદમાં બ્રાયન લારા સ્ટેડીયમ કે પછી બ્રીઝ્બેનમાં એલન બોર્ડર સ્ટેડીયમનું નામકરણ આ દિગ્ગજ પ્લેયરોના રીટાયરમેન્ટ બાદ થયું હતું, એવામાં અભિમન્યુના નામનું સ્ટેડીયમ હોવું એ ખરેખર પિતા-પુત્ર બંને માટે ગર્વની વાત છે.
રંગનાથન પરમેશ્વરન ઇશ્વરને કહ્યું હતું કે, " મને નથી ખબર કે આવું કોઈ ઉદાહરણ છે, પણ આ મારા માટે ખાસ મોટી વાત નથી, મને સારું લાગે છે પણ મને ગર્વ ત્યારે થશે જયારે મારો દીકરો ભારત માટે 100 ટેસ્ટ મેચ રમશે. મેં આ સ્ટેડીયમ માત્ર મારા દીકરા માટે જ નહિ પરંતુ મારા આ ખેલ પ્રત્યનેના લગાવને લઈને બનાવ્યું છે." વ્યવસાયે CA RP ઈશ્વરને વર્ષ 1988માં 'અભિમન્યુ ક્રિકેટ એકેડમી'ની શરૂઆત કરી હતી જયારે અભિમન્યુનો જન્મ 1995માં થયો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, "મેં 2006માં આનું નિર્માણ શરુ કર્યું હતું ત્યારથી આને સતત અપગ્રેડ કરવા માટે મારા ખિસ્સામાંથી ખર્ચા કરી રહ્યો છું. આનાથી મને કોઈ ફાયદો થયો નથી પણ મારા આ ગેમ પ્રત્યેના લગાવનું આ પરિણામ છે"
આ અંગે અભિમન્યુની ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાએ જણાવ્યું હતું કે, " આ એક શાનદાર મેદાન છે, પીચ પણ સારી દેખાઈ રહી છે અને આઉટફિલ્ડ પણ શાનદાર છે. હું જે રીતે અભિને જાણું છું તે ખુબ પ્રેક્ટીકલ છે અને આજે અમારે રણજી મેચ રમવાની છે અને તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર મેચ ઉપર જ છે"