ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પોતાના ઘરે વાંસણ ધોતો હોય તેવો વીડિયો વાયરલ થયો
જોકોવિચની પત્ની જેલેનાએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે
એક જ કેલેન્ડર વર્ષમાં ચાર ગ્રાંડ સ્લેમ જીતવાનું તેનું સપનું તૂટયું છે
ન્યૂયોર્ક,૧૪ સપ્ટેમ્બર,૨૦૨૧,મંગળવાર
નોવાક જોકોવિચ ટેનિસની દુનિયાનો નંબર વન ખેલાડી છે એટલું જ નહી તે ટોપ ટેન ધનાઢય ખેલાડીઓમાં ગણાય છે. સમૃધ્ધિમાં આટોળતા આ ખેલાડી પાસે ધન દૌલત અને મહેલ જેવું ઘર છે તેમ છતાં પોતાના ઘરમાં જાતે વાસણ ધોતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રસોડામાં નોવાકને વાંસણો માંજતો જોઇને સૌને નવાઇ લાગી રહી છે. આ વીડિયો જોકોવિચની પત્ની જેલેનાએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. નોવાક કોર્ટમાં જેટલી સપળતાથી રેકેટ ચલાવે છે એટલી જ સરળતાથી વાંસણ ધોવા માટે હાથ હલાવી રહયો છે. ૩૪ વર્ષનો આ ખેલાડી ન્યૂ જર્સી ખાતેના પોતાના નિવાસસ્થાને સોશિયલ જવાબદારી ઉઠાવીને ચાહકોને મેસેજ આપી રહયો છે.
આ વીડિયો યૂએસ ઓપન રમાઇ તેની આસપાસનો છે. ૧૩ સેકન્ડના વીડિયોેને પોસ્ટ કરતા નોવાકની પત્નીએ કેપ્શનમાં નોવાકની ત્રીજી શિફટ એવું લખ્યું છે. નોવાક આ રીતે રાત્રે મગ્ન થઇ જાય છે એમ કહીને હાસ્યનું ઇમોજી પણ લગાવ્યું છે. નોવાક જોકોવિચ ટેનિસનો સ્ટાર ખેલાડી એક જ કેલેન્ડર વર્ષમાં ચાર ગ્રાંડ સ્લેમ જીતવાનું સપનું ધરાવતો હોત પરંતુ આ સપનું ડેનિલ મેદવેદેવે તોડી નાખ્યું છે.જેને અમેરિકી ઓપન ફાઇનલમાં હરાવ્યો છે. મેદવેદેવેએ નવાઇ લાગે એ રીતે એક તરફા મુકાબલામાં ૬-૪, ૬-૪ અને ૬-૪ થી ટુનામેન્ટને જીતીને આંચકો આપ્યો છે.આ સાથે જ ગત ફેબ્રઆરી મહિનામાં મેદવેદેવને ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાકે હરાવેલો તેનો બદલો લીધો છે. અમેરિકી ઓપન ફાઇનલમાં નોવાક જોકોવિચે ૩૮ જેટલી સહજ ભૂલો કરી હતી. તે પોતાના ઉત્કૃષ્ટ ફોર્મમાં ન હોવાથી બ્રેક પોઇન્ટનો પણ ફાયદો ઉઠાવી શકયો ન હતો. તેને ગુસ્સામાં આવીને પોતાનું રેકેટ તોડી નાખ્યું હતું. જો કે નોવાક ખૂબજ શાંત ચિત્તે એકાગ થઇને વીડિયોમાં વાંસણ માંજતો જણાય છે. કરોડો ફેન્સ તેના આ સ્વરુપને પણ આવકારીને કોમેન્ટ કરી રહયા છે.