કરોડો કમાતા ફૂટબોલ સુપર સ્ટારના હાથમાં તુટેલો ફુટેલો ફોન, સવાલ પૂછાયો ત્યારે દિલ જીતી લે તેવો જવાબ આપ્યો
નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2022
આફ્રિકન દેશ સેનેગલના ફૂટબોલ સ્ટાર સાદિયો માને કરોડો રુપિયા કમાય છે અને આમ છતા તેના હાથમાં તુટેલા ફુટેલા મોબાઈલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સાદિયો માનેની જે તસવીર સોશિયલ મીડિયા પર લોકો જોઈ રહ્યા છે તેમાં તે હાથમાં તુટેલો ફુટેલો આઈફોન સાથે નજરે પડે છે. આ તસવીર 2019ની છે.જોકે તે વખતે પણ તે કરોડો રુપિયા કમાતો ફૂટબોલ પ્લેયર હતો.
સાદિયો માન 2020માં ઈંગ્લિશ પ્રિમિયર લિગમાં લિવરપુલ તરફથી રમતો હતો.માનેને આ વર્ષે જર્મનીની ક્લબ બાયરન મ્યુનિકે 40 મિલિયન યુરો એટલે કે 330 કરોડ રુપિયામાં ત્રણ વર્ષ માટે કરારબધ્ધ કર્યો છે.
એટલે જ ફેન્સ હેરાન થઈ રહ્યા છે કે, કરોડો રુપિયા કમાનાર ફૂટબોલર આવો ફોન લઈને કેમ ફરે છે...આ સવાલ માનેને પણ પૂછવામાં આવ્યો હતો અને ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, હુ ફોન રિપેર કરાવી લઈશ...હું આવા હજાર મોબાઈલ ખરીદી શકું છું. મને ફરારી, જેટ પ્લેન અને મોંઘી ઘડિયાળોની જરુર નથી. મને આ બધુ શેના માટે જોઈએ...મેં ગરીબી જોઈએ છે અને તેના કારણે તો હું સ્કલે પણનહોતો જઈ શખ્યો. એટલે જ મેં મારા દેશમાં સ્કૂલો બનાવી છે. જેથી બાળકો ભણી શકે.બાળકો રમી શકે તે માટે ફૂટબોલ સ્ટેડિયમ બનાવ્યા છે.
માનેએ કહ્યુ હતુ કે, મારી પાસે રમવા માટે સારા શૂઝ કે કપડા પણ નહોતા.આજે મારી પાસે બધુ છે પણ તેનો દેખાડો કરવાનો કોઈ મતબલ નથી..હું મારી પાસે જે પણ છે તે લોકોની સાથે વહેંચવા માંગુ છું.