Sports

એક બે નહીં પણ આજે 6 ભારતીય ખેલાડીઓના જન્મદિવસ, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ?

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ માટે 6 ડિસેમ્બરનો દિવસ કોઈ સામાન્ય તારીખ નથી, કારણ કે આ દિવસે ટીમ ઈન્ડિયાના એક-બે નહીં, પરંતુ 6 જાણીતા ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવે છે! આજના ક્રિકેટ જગતમાં આવું ભાગ્યે જ જોવા મળે છે કે એક જ ટીમમાં એક જ દિવસે આટલા બધા મોટા ખેલાડીઓનો જન્મ થયો હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

એક બે નહીં પણ આજે 6 ભારતીય ખેલાડીઓના જન્મદિવસ, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ?
(IMAGE - IANS)

6 Indian Players Celebrating Their Birthdays Today: ભારતીય ક્રિકેટ માટે 6 ડિસેમ્બરનો દિવસ કોઈ સામાન્ય તારીખ નથી, કારણ કે આ દિવસે ટીમ ઈન્ડિયાના એક-બે નહીં, પરંતુ 6 જાણીતા ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવે છે! આજના ક્રિકેટ જગતમાં આવું ભાગ્યે જ જોવા મળે છે કે એક જ ટીમમાં એક જ દિવસે આટલા બધા મોટા ખેલાડીઓનો જન્મ થયો હોય.

ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓના જન્મદિવસ

ભારતીય ક્રિકેટ માટે તો આ તારીખ વધુ રસપ્રદ છે, કારણ કે એક-બે નહીં, પણ 6 ભારતીય ક્રિકેટર 6 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવે છે, જે એક રેકોર્ડ જેવો સંયોગ છે.

1. રવીન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988ના રોજ નવાગામ ખેડમાં થયો હતો. જાડેજાએ ભારત માટે 369 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે એવા થોડા ખેલાડીઓમાંનો એક છે જેમનો જન્મદિવસ 6 ડિસેમ્બરે આવે છે.

2. જસપ્રીત બુમરાહ: જસપ્રીત બુમરાહ પણ એવા ખેલાડીઓમાં સામેલ છે જેનો જન્મદિવસ 6 ડિસેમ્બરે આવે છે. તેનો જન્મ 6 ડિસેમ્બર, 1993ના રોજ અમદાવાદમાં થયો હતો. તેણે અત્યાર સુધીમાં ભારત માટે 221 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

3. શ્રેયસ ઐયર: 138 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા શ્રેયસ ઐયરનો પણ આજે જન્મદિવસ છે. તેનો જન્મ 6 ડિસેમ્બર, 1994ના રોજ મુંબઈમાં થયો હતો.

4. કરુણ નાયર: એક એવો બેટર જેણે ભારત માટે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તેનો જન્મ 6 ડિસેમ્બર, 1991ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. જોકે, તે કર્ણાટક અને વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે ભારત માટે કુલ 12 મેચ રમી છે.

5. આર.પી. સિંહ: 2007 T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ફાસ્ટ બોલર અને સિલેકશન કમિટીના સભ્ય આરપી સિંહ એવા થોડા ભારતીય ખેલાડીઓમાંનો એક છે, જેમનો જન્મદિવસ 6 ડિસેમ્બરે આવે છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં થયો હતો. તેણે ભારત માટે 82 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

6. અંશુલ કંબોજ: તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર અંશુલ કંબોજ પણ 6 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. હરિયાણાના કરનાલમાં જન્મેલો અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર, 2000ના રોજ થયો હતો. તેણે અત્યાર સુધી ફક્ત એક જ ટેસ્ટ રમી છે. તેને AK47 ઉપનામ મળ્યું છે.

આ પણ વાંચો: રોહિત શર્માની T20માં થશે વાપસી! ભારતીય ફેન્સ માટે ખુશખબરી, હિટમેને ખુદ આપ્યા સંકેત

6 ડિસેમ્બરે જન્મેલા ક્રિકેટર્સની યાદીમાં વિદેશી ક્રિકેટ સ્ટાર્સ

6 ડિસેમ્બરે જન્મેલા ક્રિકેટર્સની યાદીમાં માત્ર ભારતીય નામોથી જ નહીં, પરંતુ અનેક વિદેશી ક્રિકેટ સ્ટાર્સના નામો પણ છે.

1. એન્ડ્રૂ ફ્લિન્ટોફ: ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ઓલરાઉન્ડરનું નામ આ યાદીમાં સૌથી મોટું છે, જેમણે 2005ની એશિઝમાં પોતાની પરફોર્મન્સથી ઈતિહાસ રચ્યો હતો.

2. ગ્લેન ફિલિપ્સ: ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર.

3. નાસિર જમશેદ: પાકિસ્તાનનો બેટર

4. હેરી ટેક્ટર: આયર્લેન્ડનો યુવા સ્ટાર.

5. શૉન ઇરવાઇન: ઝિમ્બાબ્વેનો ક્રિકેટર.

6. ડેવાલ્ડ પ્રિટોરિયસ: દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર.