પ્રતિકાત્મક તસવીર |
Hardik pandya 68 ball 100 Runs : ભારતના ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું શાનદાર ફોર્મ યથાવત છે. આફ્રિકા સામેના દમદાર પ્રદર્શન બાદ, હાર્દિકે શનિવારે વિજય હઝારે ટ્રોફી 2025-26માં બરોડા તરફથી રમતા મેદાનમાં તરખાટ મચાવી દીધો છે. વિદર્ભ સામે રમાયેલી આ મેચમાં હાર્દિકે માત્ર 68 બોલમાં પોતાની કારકિર્દીની પ્રથમ લિસ્ટ-એ સદી ફટકારી હતી. એટલું જ નહીં, તેણે એક જ ઓવરમાં 5 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને વિરોધી બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣,4⃣ 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 3, 2026
A maiden List A 💯 brought up in some style 🔥
Hardik Pandya was on 66 off 62 balls against Vidarbha...and then he went berserk in the 39th over to complete his 100, smashing five sixes and a four 💪
Scorecard ▶️ https://t.co/MFFOqaBuhP#VijayHazareTrophy… pic.twitter.com/pQwvwnI7lb
એક ઓવરમાં 34 રન, 6 છગ્ગાનો રેકોર્ડ તૂટતા રહી ગયો
હાર્દિકે 39મી ઓવરમાં વિદર્ભના સ્પિનર પાર્થ રેખાડેને નિશાન બનાવ્યો. તેણે આ ઓવરમાં કુલ 34 રન ફટકાર્યા, જેમાં સતત પાંચ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે પ્રથમ પાંચ બોલમાં છગ્ગા ફટકાર્યા પરંતુ છેલ્લા બોલ પર માત્ર ચોગ્ગો જ લગાવી શક્યો, જેના કારણે તે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારવાના ઐતિહાસિક રેકોર્ડથી ચૂકી ગયો.
પ્રથમ લિસ્ટ-એ સદી અને ટીમને અપાવી મજબૂતી
આ સ્પર્ધામાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હાર્દિકે સાતમા નંબરે બેટિંગમાં આવીને આ તોફાની ઇનિંગ રમી હતી. બરોડાનો સ્કોર એક સમયે છ વિકેટે 136 રન હતો, જે પછી હાર્દિકે પોતાની રમત બતાવી. તેણે પોતાની ઇનિંગમાં કુલ 11 છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 93 બોલમાં 133 રન બનાવ્યા. આ તેની 119મી લિસ્ટ-એ મેચમાં પ્રથમ સદી હતી. તેની આ ઇનિંગની મદદથી બરોડાએ નવ વિકેટે 293 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો. હાર્દિકના દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બરોડા તરફથી બીજો સર્વોચ્ચ સ્કોર વિષ્ણુ સોલંકીનો હતો, જેમણે માત્ર 26 રન બનાવ્યા હતા.


