5 ક્રિકેટર જેમણે મિત્રની બહેન સાથે જ કર્યા લગ્ન, યાદીમાં એક નામ તો ભારતીય દિગ્ગજનું
![]() |
5 Cricketers Who Married Their Friends' Sisters: ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની મિત્રતા અને ટીમ પ્રત્યેની ભાવના ઘણીવાર ચર્ચામાં હોય છે, પરંતુ ક્યારેક આ મિત્રતાનો સંબંધ પરિવાર પણ બની જાય તેવું પણ બને છે. એવા ઘણા ક્રિકેટરો છે જેમણે તેના સાથી મિત્રના બહેન સાથે લગ્ન કરી મિત્રતાનો સંબંધ પરિવારમાં બદલ્યો હતો. આ સંબંધ દર્શાવે છે કે ક્રિકેટનો બંધન માત્ર મેદાન સુધી જ મર્યાદિત નથી. એવા 5 ખેલાડીઓ વિશે જાણીએ જેમણે તેના સાથી મિત્રની બહેન સાથે લગ્ન કર્યા છે.
અકરમ ખાન અને ફારૂક અહમદ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અકરમ ખાને સબીના અકરમ સાથે નિકાહ કર્યા, જ્યારે ફારૂક અહમદે શહેરિયા યાસ્મીન સાથે નિકાહ કર્યા. આ બંને મહિલાઓ બહેનો છે, જેથી અકરમ અને ફારૂક સાળા-બનેવી બની ગયા છે.
ઉસ્માન કાદીર અને ઉમર અકમલ
પાકિસ્તાની સ્પિનર અબ્દુલ-કાદિરની દીકરી નૂર અમના, જે ઉસ્માન કાદરની બહેન છે, તેણે ક્રિકેટર ઉમર અકમલ સાથે નિકાહ કર્યા હતા. આ રીતે ઉમર અને ઉસ્માનનો મિત્રતાનો સંબંધ પરિવારમાં બદલાયો.
વિક્રમ રાઠોડ અને આશિષ કપૂર
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમેન વિક્રમ રાઠોડે આશિષ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1996ના વિશ્વ કપમાં આશિષ ભારત માટે રમ્યો હતો. બંને પંજાબથી છે અને પછી કોચિંગમાં એક્ટિવ રહ્યા હતા.
અજીત આગરકર અને મઝહર ઘડિયાલી
ભૂતપૂર્વ ભારતીય બોલર અજીત આગરકરે ફાતિમા ઘડિયાલી સાથે લગ્ન કર્યા હતા, ફાતિમા અજીતના સૌથી નજીકના મિત્ર અને મુંબઇની ટીમના ખેલાડી મઝહર ઘડિયાલીની બહેન છે.
સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ
મહાન ભારતીય બૅટ્સમેન સુનિલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ સાળા-બનેવી છે. વિશ્વનાથે ગાવસ્કરની બહેન કવિતા સાથે લગ્ન કર્યા હતા. બંને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્તંભ તરીકે માનવામાં આવે છે.