Get The App

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી 1 - image
Image Source: IANS 

Asia Cup 2025 Game Changers: એશિયા કપ 2025ની શરુઆત મંગળવાર એટલે કે આજથી શરુ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગની ટીમ સામે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ રમશે. ભારતીય ટીમ એશિયાકપમાં તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAEની ટીમ સામે રમશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14મી સપ્ટેમ્બરે રમાશે. દર વખતની જેમ આ વખતે પણ એશિયાકપમાં એવા ખેલાડીઓનો જલવો જોવા મળશે જે પોતપોતાની ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થયા છે. ચાલો જાણીએ એવા ચાર ખેલાડીઓ વિશે જે એશિયાકપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી 2 - image

1 હાર્દિક પંડ્યા  

એશિયા કપમાં હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે જે તેના દમ પર મેચનું પરિણામ બદલી શકે છે. જણાવી દઈએ કે હાર્દિકે  Asia Cup T-20માં અત્યાર સુધી 8 મેચ રમી છે અને 11 વિકેટ લીધી છે. ત્યારે 83 રન બનાવ્યા છે. આ એશિયા કપમાં હાર્દિક પંડ્યા 17 રન બનાવવા સફળ રહે તો તે T-20 એશિયા કપમાં 100થી વધુ સ્કોર અને 10 વધુ વિકેટ લેનાર પહેલો ઓલરાઉન્ડર ખેલાડી બની જશે. હાર્દિક T-20ના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેને દુનિયાનો સૌથી ભયાનક ઓલરાઉન્ડ માનવામાં આવે છે. હાર્દિકે અત્યાર સુધી 114 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. ત્યારે  T-20માં પંડ્યાએ 91 વિકેટ લીધી હતી. 6 વિકેટ લેતાં જ હાર્દિક 100 વિકેટ લેવામાં સફળ રહેશે. 

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી 3 - image

2. રહેમાનુલ્લાહ ગુરબાઝ

અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લાહ ગુરબાઝ એક એવો ખેલાડી છે જે ટીમ માટે ગેમ ચેંજરની ભૂમિકા નિભાવી શકે છે. ગુરબાઝ ઝડપી ગતિએ બેટિંગ કરવામાં અનુભવી ખેલાડી છે. અત્યારસુધી રહેમાનુલ્લાહે 71 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 132.71ની સ્ટ્રાઇક રેટની સાથે 1781 રન બનાવ્યા છે, જેમાં એક સેન્ચુરી અને 10 હાફ-સેન્ચુરી સામેલ છે. અફઘાનિસ્તાન માટે ગુરબાઝ એશિયાકપમાં સૌથી મોટા મેચ વિનર બનીને સામે આવી શકે છે. તેની સિવાય અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન અને નૂર અહમદ જેવા બે વર્લ્ડ ક્લાસ સ્પિનર પણ છે જે પોતાના જાળમાં બેટરને ફસાવીને મેચ પલટી શકે છે. 

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી 4 - image

3. નૂર અહમદ 

Asia Cup 2025માં અફઘાનિસ્તાનના યુવા ખેલાડી નૂર અહમદ પર બધાની નજર રહેશે. IPL 2025માં શાનદાર પ્રદર્શન બાદ નૂર એશિયા કપમાં પ્રવેશ કરશે. અત્યાર સુધી નૂરે એશિયાકપમાં ખૂબ જ ઓછા ઈકોનોમી રેટ સાથે 14 મેચો રમી છે જેમાં તે કુલ 24 વિકેટ લેનાર બીજો નંબરનો બોલર છે. એશિયા કપમાં અત્યાર સુધી સૌથી વધારે વિકેટ ભારતના પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી છે. નૂરે આ મહિનાની શરુઆતમાં UAE ટ્રાઇ સિરીઝ T-20માં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 5 રન પ્રતિ ઓવરની ઈકોનોમીથી 5 વિકેટ લઈને અફઘાનિસ્તાનની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી.  

એશિયા કપ 2025: ગેમચેન્જર બની શકે છે આ 4 ખેલાડી, પોતાના જોરે પલટી શકે છે મેચની બાજી 5 - image

4. અભિષેક શર્મા 

ભારત માટે અભિષેક શર્માની બેટિંગ વીરેન્દ્ર સહેવાગની યાદ અપાવે છે. આ એશિયાકપમાં અભિષેક શર્મા જો ઝડપી ગતીએ બેટિંગ કરવામાં સફળ રહ્યો તો ભારતીય ટીમ માટે મેચ વિનર બનીને સામે આવી શકે છે. એશિયા કપમાં ઓપનિંગમાં અભિષેક શર્મા તેના અંદાજમાં રમત રહ્યા તો બોલર માટે મુશ્કેલી વધી શકે છે. અભિષેકે અત્યાર સુધી 17  T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 535 રન બનાવ્યા જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 193.84નો રહ્યો. સ્ટ્રાઇક રેટને જોઈને સમજી શકાય કે તે કેટલો આક્રમક બેટર છે. અભિષેકે અત્યાર સુધી 2 સેન્ચુરી અને 2 હાફ સેન્ચુરી T20Iમાં ફટકારી છે. 


Tags :