Get The App

શમી અને અગરકર વચ્ચે થયો ઝઘડો? 20 દિવસમાં 3 અલગ નિવેદન, ટીમ સિલેક્શન પર ઉઠ્યા સવાલ

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
Ajit Agarkar And Mohammed Shami


Ajit Agarkar And Mohammed Shami : વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ગત 25 સપ્ટેમ્બર, 2025ના રોજ થઈ હતી. આ સીરિઝમાં શમીને મોંકો મળ્યો ન હતો. તેવામાં ટીમ સિલેક્શનને લઈને ફાસ્ટ બોલર મોહમદ શમી અને ચીફ સિલેક્ટર અજીત અગરકર આમને-સામને આવી ગયા છે. છેલ્લા 20 દિવસમાં બંને એકબીજા પર ત્રણ વખત સવાલો ઉઠાવી ચૂક્યા છે. 

અજીત અગરકરે કહ્યું કે, 'શમી વિશે હજુ સુધી કોઈ નવી માહિતી આવી નથી. જોકે, તેણે તાજેતરમાં વધુ ક્રિકેટ રમી નથી અને તેને વધુ મેચ રમવાની જરૂર છે.' આનું કારણ એ છે કે, અગરકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'શમીની ફિટનેસ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.'

શમીએ શું કહ્યું?

જ્યારે અગરકરના નિવેદન બાદ 14 ઓક્ટોબરે શમીએ ફિટનેસને લઈને ચાલી રહેલી અફવાહ પર વિરામ લગાવીને ટીમ મેનેજમેન્ટ પર કટાક્ષ કરી હતી. ઓસ્ટ્રેલિયા મુલાકાત માટે વનડે અને T20 ટીમથી બહાર કરાયા બાદ શમીએ કહ્યું કે, 'હું સંપૂર્ણપણે ફિટ છું અને કોઈપણ ફોર્મેટમાં રમવા માટે તૈયાર છું.'

શમીએ જણાવ્યું કે, ફિટનેસને લઈને ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઈ ચર્ચા થઈ નથી. તેણે સ્પષ્ટતા કરી કે જો તે ચાર દિવસની રણજી ટ્રોફી મેચ રમી શકે છે, તો તે 50 ઓવરની ક્રિકેટ રમવા માટે પણ સક્ષમ છે. શમીએ કહ્યું, "ભારતીય ટીમે મારી ફિટનેસ વિશે મારી સાથે વાત કરી નથી. જો હું ચાર દિવસની ક્રિકેટ રમી શકું છું, તો હું 50 ઓવર કેમ ન રમી શકું? જો હું ફિટ ન હોત, તો હું NCAમાં હોત, રણજી ટ્રોફી રમી રહ્યો ન હોત."

આ પણ વાંચો: ભારત સાથે વનડે સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયાએ છેલ્લી ઘડીયે કર્યો મોટો ફેરબદલ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી

બીજી તરફ, મોહમદ શમીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અગરકરે એક કાર્યક્રમમાં કહ્યું કે, 'જો તે ફિટ હોય તો તે ટીમમાં હોત. મને ખબર નથી કે તેમણે સોશિયલ મીડિયામાં શું કહ્યું. જો હું તે વાંચું, તો હું તેને ફોન કરી શકું છું, પરંતુ મારો ફોન હંમેશા બધા ખેલાડીઓ માટે ચાલુ રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં મારી તેમનાથી ઘણી ઘણી વખત વાતચીત કરી છે.'


Tags :