Get The App

બીજી ટી-20 : ભારતની મહિલા ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

- સુપર ઓવરમાં ભારતના 20/1 સામે ઓસ્ટ્રેલિયાના 16/1

- ભારતે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારતાં મેચ ટાઈ થઈ

Updated: Dec 11th, 2022

GS TEAM

Google News
Google News
બીજી ટી-20 : ભારતની મહિલા ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું 1 - image

મુંબઈ, તા.11

રિચા ઘોષ અને સ્મૃતિ મંધાનાના આક્રમક સ્ટ્રોક પ્લે બાદ રેણુકા સિંઘની અસરકારક બોલિંગને સહારે ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 સુપર ઓવરમાં જીતી લીધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં સુપર ઓવરમાં એક વિકેટે 20 રન નોંધાવ્યા હતા. હેથર ગ્રેહામે ઓસ્ટ્રેલિયા તરફથી સુપર ઓવર નાંખી હતી. જેમાં રિચા ઘોષે પહેલા બોલે છગ્ગો ફટકાર્યો હતો. જોકે બીજા બોલે તેે આઉટ થઈ હતી. હરમનપ્રીત કૌરે ત્રીજા બોલે સિંગલ લીધો હતો. મંધાનાએ ચોથા બોલે ચોગ્ગો અને પાંચમા બોલે છગ્ગો ફટકાર્યો હતો. આખરી બોલ પર ઓસ્ટ્રેલિયાએ ઓવર થ્રો કરતાં ભારતને 3 રન મળ્યા હતા. જેના કારણે ભારત 1 વિકેટે 20 રન સુધી પહોંચ્યું હતુ.

જવાબમાં ભારત તરફથી રેણુકા સિંઘે બોલિંગ નાંખી હતી. કેપ્ટન એલિસા હિલીએ ચોગ્ગો અને સિંગલ લીધા હતા. ત્રીજા બોલે ગાર્ડનર આઉટ થઈ હતી. તાહિલા મેક્ગ્રાએ સિંગલ લીધો હતો. જ્યારે હિલીએ ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો, પણ તે ટીમને જીતાડી શકી નહતી. 

અગાઉ ઓસ્ટ્રેલિયાએ આપેલા 188ના ટાર્ગેટ  સામે દેવિકા વૈદ્યે મેઘન શટના આખરી બોલ પર ચોગ્ગો ફટકારતાં મેચમાં ટાઈ પડી હતી. ઓસ્ટ્રેલિયાના એક વિકેટે 187 સામે ભારતે પાંચ વિકેટે 187 રન કર્યા હતા. 

ઓસ્ટ્રેલિયાએ બેથ મૂનીના 82 અને તાહીલ મેક્ગ્રાએ 70 રનની સાથે અણનમ 158 રનની ભાગીદારી નોંધાવતા સ્કોરને એક વિકેટે 187 સુધી પહોંચાડ્યો હતો. એલિસા હિલી 25 રન કરી શકી હતી. જવાબમાં સ્મૃતિ મંધાનાએ 49 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગ્રેહામે ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રેણીમાં બંને ટીમ 1-1થી બરોબરી પર આવી ગઈ છે. 


Tags :