વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ : ભારતની બે બોક્સરોનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ
- જાસ્મીન લામ્બોરિયા અને શશી ચોપરાનો વિજયી શુભારંભ
- શ્રુતિ યાદવનો ચીનની ઝોઉ પાન સામે પરાજય
નવી
દિલ્હી, તા.૧૭
ઘરઆંગણે
ચાલી રહેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની વધુ બે બોક્સરોએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતની જાસ્મીન લામ્બોરિયા અને શશી ચોપરાએ વિજયી શુભારંભ કરતા રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. જોકે શ્રુતિ યાદવને પહેલા જ મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હતો.
કોમનવેલ્થ
મેડાલીસ્ટ જાસ્મીન લામ્બોરિયાએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં એક તરફી મુકાબલામાં તાન્ઝાનિયાની ન્યામ્બેગા એમ્બ્રોસ સામેના મુકાબલામાં જીત હાંસલ કરી હતી. રેફરીએ એક તરફી મુકાબલાને અકટાવીને જાસ્મીનને વિજેતા જાહેર કરી હતી. જાસ્મીને માત્ર ૯૦ જ સેકન્ડમાં મુકાબલો જીતી લીધો હતો. અગાઉ નિખત ઝરીન અને પ્રીતિએ ભારતને આ પ્રકારે આરએસસી વિજય અપાવ્યા હતા. હવે જાસ્મીનની ટક્કર તજાકિસ્તાનની સામાડોવા મિજ્ગોન સામે થશે.
જ્યારે
શશી ચોપરાએ ૬૩ કિગ્રા વજન વર્ગમાં કેન્યાની એમ્વાગી ટેરેસિયાને ૫-૦થી પરાજીત કરતાં આગેકૂચ કરી હતી. હવે તે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની એશિયન ચેમ્પિયન કિટો માઈ સામે ટકરાશે.