Sports

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 20 વિકેટ પડી, 124 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની એશિઝ સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બર (શુક્રવાર)થી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંનેની પ્રથમ ઈનિંગ્સ ઓછા રનમાં સમેટાઈ ગઈ. દિવસના અંતે, ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગ્સમાં વિના વિકેટે 4 રન બનાવ્યા હતા અને તેની કુલ લીડ 46 રનની થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 20 વિકેટ પડી, 124 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

AUS vs ENG The Ashes 2025-26 :  ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની એશિઝ સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બર (શુક્રવાર)થી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંનેની પ્રથમ ઈનિંગ્સ ઓછા રનમાં સમેટાઈ ગઈ. દિવસના અંતે, ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગ્સમાં વિના વિકેટે 4 રન બનાવ્યા હતા અને તેની કુલ લીડ 46 રનની થઈ ગઈ છે.

124 વર્ષ બાદ બન્યો આવો રેકોર્ડ

પ્રથમ દિવસની રમતમાં કુલ 20 બેટ્સમેન આઉટ થયા, અને આ તમામ વિકેટો ઝડપી બોલરોએ લીધી હતી. લગભગ 124 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે એશિઝ ટેસ્ટ મેચના પહેલા દિવસે 20 કે તેથી વધુ વિકેટો પડી હોય. આ પહેલા જાન્યુઆરી 1902માં આ જ મેદાન પર પ્રથમ દિવસની રમતમાં કુલ 25 વિકેટો પડી હતી. આ ઉપરાંત, આ ચોથી વખત છે જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચના કોઈ એક દિવસમાં 20 કે તેથી વધુ વિકેટો પડી હોય.

ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલઆઉટ

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ ઈનિંગ્સમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે માઈકલ નેસરે (35) અને ઉસ્માન ખ્વાજાએ (29) જ થોડો સંઘર્ષ કર્યો હતો. ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોશ ટંગે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડ પણ 110 રનમાં સમેટાયું

જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ પણ લાંબો સમય ટકી શકી નહીં અને સમગ્ર ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આના આધારે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગ્સમાં 42 રનની મહત્વની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 41 રન બનાવ્યા. ગસ એટકિન્સન (28) અને કેપ્ટન બેન સ્ટોક્સ (16) બે આંકડામાં પહોંચનારા અન્ય બેટ્સમેન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે ચાર અને સ્કોટ બોલેન્ડે ત્રણ વિકેટ ઝડપી હતી.

MCGમાં એક દિવસના ખેલમાં સૌથી વધુ વિકેટ (ટેસ્ટ મેચ)

25 - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1901-02 (પ્રથમ દિવસ)

20 - ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, 1931-32 (પ્રથમ દિવસ)

20 - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1894-95 (પ્રથમ દિવસ)

20 - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 2025-26 (પ્રથમ દિવસ)

18 - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1998-99 (ચોથો દિવસ)

18-  ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1903-04 (ત્રીજો દિવસ)

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ આ સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ સાથે એશિઝ પોતાના નામે કરી ચૂકી છે. બંને ટીમોની બેટિંગ નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો અને પિચે પ્રથમ દિવસથી જ બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.