Sports

ઓલિમ્પિકમાં 130 વર્ષ જૂની પરંપરા તૂટી! હવે મેડલ જીતે કે ન જીતે, દરેક ખેલાડીને મળશે લાખો રૂપિયા

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ 130 વર્ષ જૂની પરંપરા તોડી છે. હવે ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક એથ્લેટને 10,000 અમેરિકન ડોલર મળશે. આ 'ફિટ ફોર ધ ફ્યુચર ઓલિમ્પિયન ગ્રાન્ટ' 2026 વિન્ટર ઓલિમ્પિકથી શરૂ થઈ છે. મેડલ જીતે કે ન જીતે, દરેક એથ્લેટને આ રકમ મળશે. આર્થિક સહાયનો હેતુ એથ્લેટ્સના સ્પોર્ટ્સ કરિયરને ટેકો આપવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓલિમ્પિકમાં 130 વર્ષ જૂની પરંપરા તૂટી! હવે મેડલ જીતે કે ન જીતે, દરેક ખેલાડીને મળશે લાખો રૂપિયા
file: Closing ceremony of the Paris Olympics 2024

IOC Fit for the Future Olympian Grant 10000 Dollars: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઓલિમ્પિક ગેમ્સમાં 130 વર્ષ જૂની પરંપરા તોડી નાખી છે. હવે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર આપવામાં આવશે. આ 'ફિટ ફોર ધ ફ્યુચર ઓલિમ્પિયન ગ્રાન્ટ' અંતર્ગત આપવામાં આવશે. આ પહેલા ઓલિમ્પિકમાં રમનારા એથ્લેટ્સને કોઈ પણ પૈસા મળતા ન હતા.

મેડલ જીતે કે ન જીતે દરેક એથ્લેટને આ રકમ મળશે
આ 2026 વિન્ટર ઓલિમ્પિકથી શરૂ થઈ ચૂક્યું છે. વિન્ટર ઓલિમ્પિક ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવ્યા હતા. દરેક એથ્લેટને આ રકમ મળશે, પછી ભલે તે મેડલ જીતે કે ન જીતે. એટલે કે, માત્ર ભાગ લેવાના (પાર્ટિસિપેશન) આધાર પર જ એથ્લેટ્સને ગ્રાન્ટ આપવામાં આવશે. જેનો હેતુ એથ્લેટ્સના સ્પોર્ટ્સ કરિયરને સપોર્ટ કરવાનો અથવા કરિયર બદલવામાં મદદ કરવાનો છે.

IOC એ આ ગ્રાન્ટ માટે કુલ 10 કરોડ ડોલરનું ફંડ બનાવ્યું છે. ખાનગી રિપોર્ટ અનુસાર, IOC એથ્લેટ્સ કમિશનના ચેરમેન પાઉ ગેસોલે આ જાહેરાત પર કહ્યું-

આ ગ્રાન્ટ દરેક ઓલિમ્પિયન માટે છે. માત્ર મેડલ વિજેતાઓ કે અમીર દેશોના એથ્લેટ્સ માટે નહીં. દરેક એથ્લેટ ઓલિમ્પિક સુધી પહોંચવા માટે વર્ષોની મહેનત, ત્યાગ અને સપનાઓ પર વિશ્વાસ રાખે છે. તેમની સફર અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ દરેક એથ્લેટે ઘણી બધી કુરબાની આપી છે.

'પૈસાનો ઉપયોગ એથ્લેટ્સ પોતાની ઈચ્છાથી કરશે'
ગેસોલ પોતે સ્પેનના ત્રણ વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ અને NBAના મહાન ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે NBA ખેલાડીઓ પણ આ ગ્રાન્ટના હકદાર છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ આ પૈસાનો ઉપયોગ આગામી ખેલાડીઓની મદદ માટે કરી શકે છે. આ પૈસાનો ઉપયોગ એથ્લેટ્સ પોતાની ઈચ્છાથી કરશે અને IOC તેમને સારા વિકલ્પો આપશે.

2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં આશરે 11,000 એથ્લેટ્સ ભાગ લેશે. તેમના માટે અંદાજે 11 કરોડ ડોલરની ગ્રાન્ટ રાખવામાં આવી છે. એથ્લેટ્સને આ રકમ ઓલિમ્પિક પછી મળશે, શરત એટલી કે તેઓ ડોપિંગ ટેસ્ટમાં ક્લીન (પાસ) હોય. ચેરમેન પાઉ ગેસોલે કહ્યું,

આ બધા માટે એક મોટી જીત છે. આ પ્રાઇઝ મની (ઇનામી રકમ) નથી, પરંતુ આર્થિક ટેકો છે.

મહત્વનું છે કે આ નિર્ણય IOCની નવી વ્યૂહનીતિનો એક ભાગ છે, જેની અધ્યક્ષતા નવી પ્રેસિડેન્ટ કિર્સ્ટી કોવેન્ટ્રી કરી રહી છે. તેમણે એક વર્ષ પહેલા પદ સંભાળ્યું હતું. IOC એ એથ્લેટ્સનો અભિપ્રાય સાંભળ્યો. સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે એથ્લેટ્સ ઈચ્છે છે કે સમગ્ર ઓલિમ્પિક સફર અને તે પછી પણ તેમને સીધો સપોર્ટ મળે. વર્ષો સુધી એથ્લેટ્સને સ્પોન્સરશિપ, ટ્રેનિંગ અને રોજી-રોટી માટે સંઘર્ષ કરવો પડતો હતો. ઘણા દેશોમાં સરકારી સપોર્ટ ઓછો હોવાને કારણે એથ્લેટ્સને મુશ્કેલી પડતી હતી. આજના સમયમાં સ્પોર્ટ્સ ફોલો કરવું ખૂબ મોંઘું થઈ ગયું છે. ટ્રેનિંગ, કોચ, ઇક્વિપમેન્ટ (સાધનો), ટ્રાવેલ અને ડાયટ પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે. ઘણા એથ્લેટ્સ પૈસાની અછતને કારણે અધવચ્ચે જ સફર છોડી દે છે. આ ગ્રાન્ટ તેમને થોડી રાહત આપશે. ખાસ કરીને નાના દેશો અને ઓછા સંસાધનો ધરાવતા એથ્લેટ્સ માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.