Sports

અરે દીવાનો મુઝે પહેચાનો... 34 મેચમાં 11 સદી અને 12 ફિફ્ટી પછીયે ભારતીય ટીમમાં સ્થાન નહીં!

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
ઘરેલુ ક્રિકેટમાં રનનો ડુંગર ખડકનાર કર્ણાટકના ડાબોડી બેટર દેવદત્ત પડિક્કલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે સફેદ બોલના ક્રિકેટમાં કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. 26મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી કેરળ સામેની વિજય હઝારે ટ્રોફીની મેચમાં પડિક્કલે શાનદાર 124 રન ફટકારીને કર્ણાટકને 8 વિકેટે ભવ્ય વિજય અપાવ્યો હતો. જોકે, આ આંકડાઓ માત્ર એક મેચના નથી, પરંતુ તેના ‘લિસ્ટ-એ’ કરિયરના રેકોર્ડ્સ જોઈને પસંદગીકારો પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરે દીવાનો મુઝે પહેચાનો... 34 મેચમાં 11 સદી અને 12 ફિફ્ટી પછીયે ભારતીય ટીમમાં સ્થાન નહીં!

Devdutt Padikkal: ઘરેલુ ક્રિકેટમાં રનનો ડુંગર ખડકનાર કર્ણાટકના ડાબોડી બેટર દેવદત્ત પડિક્કલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે સફેદ બોલના ક્રિકેટમાં કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. 26મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી કેરળ સામેની વિજય હઝારે ટ્રોફીની મેચમાં પડિક્કલે શાનદાર 124 રન ફટકારીને કર્ણાટકને 8 વિકેટે ભવ્ય વિજય અપાવ્યો હતો. જોકે, આ આંકડાઓ માત્ર એક મેચના નથી, પરંતુ તેના ‘લિસ્ટ-એ’ કરિયરના રેકોર્ડ્સ જોઈને પસંદગીકારો પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે.

કેરળ સામે પડિક્કલ-નાયરનો તરખાટ

કેરળ સામેના હાઈ-વોલ્ટેજ ગ્રુપ-A મેચમાં કર્ણાટક સામે પડકારજનક લક્ષ્યાંક હતો, પરંતુ ઓપનિંગમાં આવેલા દેવદત્ત પડિક્કલે 137 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 124 રન ફટકારીને પાયો નાખ્યો હતો. તેની સાથે કરુણ નાયરે પણ અણનમ 130 રનની ઈનિંગ રમી હતી. કર્ણાટકે 10 બોલ બાકી રહેતા આ મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીની મેચમાં રોહિત શર્માનો સાથી ખેલાડી ઈજાગ્રસ્ત, સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયો

લિસ્ટ-એ ક્રિકેટમાં પડિક્કલનો કોઈ મુકાબલો નથી

25 વર્ષીય દેવદત્ત પડિક્કલનો લિસ્ટ એ ક્રિકેટમાં કોઈ મુકાબલો નથી. તેમના પ્રદર્શનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે ટુર્નામેન્ટમાં 35 મેચ રમી છે. આ દરમિયાન તેણે 34 ઇનિંગ્સમાં 83.64ની સરેરાશથી 2342 રન બનાવ્યા છે. તેણે લિસ્ટ એ ક્રિકેટમાં 11 સદી અને 12 ફિફ્ટી ફટકારી છે. આનો અર્થ એ થયો કે 34 ઇનિંગ્સમાં તેમણે 23 વખત 50+ સ્કોર બનાવ્યા છે. તેમની સૌથી વધુ સિંગલ મેચ ઇનિંગ્સ તેમની 152 રનની છે.

દેવદત્ત પડિક્કલના પ્રભાવશાળી પ્રદર્શનને જોતાં, દરેકના મનમાં એક જ પ્રશ્ન છે. તેને આખરે ભારતીય ટીમમાં ક્યારે તક મળશે? તે હાલમાં 25 વર્ષનો છે. તે જબરદસ્ત ફોર્મમાં છે. હવે તેની પ્રતિભાનો લાભ લેવાનો યોગ્ય સમય છે. તેને કદાચ ODI ફોર્મેટમાં તક નહીં મળે. જોકે, તેમણે દેશ માટે ટેસ્ટ અને T20 ડેબ્યૂ કર્યું છે. જો કે, તે સમય દરમિયાન નબળા પ્રદર્શનને કારણે, તેમને ટૂંક સમયમાં જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતા. તેણે દેશ માટે બે ટેસ્ટ અને બે T20I રમ્યા છે. ત્રણ ટેસ્ટ ઇનિંગમાં 30.00ની સરેરાશથી 90 રન અને બે T20I ઈનિંગમાં 19.00ની સરેરાશથી 38 રન બનાવ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે લિસ્ટ-એ ક્રિકેટમાં જે પ્રકારનું તેનું ફોર્મ છે, તેને જોતા ભારતીય વનડે (ODI) ટીમમાં તેને તક આપવાનો આ સર્વોત્તમ સમય છે. શિખર ધવનના નિવૃત્તિ બાદ અને રોહિત શર્માના કરિયરના અંતિમ તબક્કા વચ્ચે પડિક્કલ એક ભરોસાપાત્ર ડાબોડી ઓપનર તરીકે ઉભરી શકે છે.