Sports

11 ચોગ્ગા, 4 છગ્ગા અને 106 રન! ટી20 વર્લ્ડકપ ટીમમાં પસંદગી બાદ વિજય હઝારે ટ્રોફીમાં છવાયો યુવા ખેલાડી

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
વિજય હઝારે ટ્રોફી 50 ઓવરની ટુર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી છે. ઉત્તર પ્રદેશના કેપ્ટન રિંકુ સિંહે 26મી ​​ડિસેમ્બર રોજ રાજકોટમાં ચંડીગઢ સામે શાનદાર અણનમ 11 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, તેણે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂરી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

11 ચોગ્ગા, 4 છગ્ગા અને 106 રન! ટી20 વર્લ્ડકપ ટીમમાં પસંદગી બાદ વિજય હઝારે ટ્રોફીમાં છવાયો યુવા ખેલાડી

Rinku Singh Century in Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફી 50 ઓવરની ટુર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી છે. ઉત્તર પ્રદેશના કેપ્ટન રિંકુ સિંહે 26મી ​​ડિસેમ્બર રોજ રાજકોટમાં ચંડીગઢ સામે શાનદાર અણનમ 11 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. નોંધપાત્ર વાત એ છે કે, તેણે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂરી કરી.

રિંકુએ 60 બોલમાં 106 રન બનાવ્યા.

રિંકુ સિંહે પોતાની ઇનિંગ શાંતિથી શરૂ કરી, પરંતુ પછી તેણે 60 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 106 રનની અણનમ ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગે ઉત્તર પ્રદેશને 50 ઓવરમાં 367 રન બનાવવા માટે મદદ કરી. રિંકુ ઉપરાંત આર્યન જુયાલે પણ ચંડીગઢ સામે યુપી માટે શાનદાર સદી ફટકારી હતી. આર્યને 118 બોલમાં 134 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ ચંદે પણ 67 રન બનાવ્યા હતા. આઈપીએલમાં કરોડોમાં ખરીદાયેલા સમીર રિઝવીએ 32 રન બનાવ્યા હતા, જ્યારે પ્રશાંતવીરે 12 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 20 વિકેટ પડી, 124 વર્ષ બાદ બન્યો ઐતિહાસિક રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, 28 વર્ષીય રિંકુ સિંહનું ફોર્મ ભારતીય ટીમ માટે પણ સારું છે, કારણ કે તેને 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ICC ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ભજવશે. ચાહકોને આશા છે કે તેનું ફોર્મ ચાલુ રહેશે અને જરૂર પડ્યે તે મેન ઇન બ્લુ માટે પ્રભાવશાળી પ્રદર્શન કરશે.

દિલ્હી અને ગુજરાતની મેચમાં વિરાટ કોહલી અને પંતની તાબડતોબ બેટિંગ

આજે બેંગલુરુમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી તરફથી રમતો વિરાટ કોહલી સદી ચૂક્યો. આજની મેચમાં વિરાટ કોહલીએ ગુજરાત વિરુદ્ધ 61 બોલમાં 77 રન ફટકાર્યા. તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જોકે વિશાલ જયસ્વાલની ઓવરમાં ઉર્વિલ પટેલે સ્ટંપિંગ કરી વિરાટને આઉટ કર્યો. વિરાટ ક્રિઝ પર આવ્યો ત્યારે દિલ્હીનો સ્કોર માત્ર 2 રન હતા. તે આઉટ થયો ત્યારે સ્કોર 108 રને પહોંચી ગયો. જે બાદ દિલ્હીનો કેપ્ટન રિષભ પંત મેદાને આવ્યો. રિષભ પંતે આજની મેચમાં 79 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા. દિલ્હીએ 50 ઓવરમાં કુલ 254 રન ફટકાર્યા.