- વિક્રમાદિત્ય તો ઇ.સ. 340-380 દરમિયાન શાસન કરતા હતા છતાં ઇ.સ. પૂર્વ ૫૬થી શરૂ થતું નવ વર્ષ
- વિક્રમ સંવત તો ઈ.સ. પૂર્વે ૫૬થી શરૂ થયું છે તેનું કારણ તે છે કે આર્યોની જ એક શાખા 'શક' ઈ.સ. પૂર્વે ૫૬માં ભારતમાં આવી વસી હતી
૨૦૮૦ નાં 'અનલ' નામ વિક્રમ સંવત્સરે વિદાય લીધી પછી ૨૦૮૧નું 'પિંગલ' નામ સંવત્સર શરૂ થયું. વર્ષોનાં નામ શા માટે અપાયા તે પાછળની વ્યંજના (ગૂઢાર્થ) શો છે તે પછી જોઈશું. પહેલાં કાર્તિક શુકલ પ્રથમાથી શરૂ થતા નવ વર્ષને 'વિક્રમાર્ક-સંવત્સર' શા માટે કહેવાય છે તે જોઈએ. જીવંત-દંતકથા બની ગયેલા સમ્રાટ વીર વિક્રમ તો ઈ.સ. ૩૪૦થી ૩૮૦ વચ્ચે શાસન કરતા હતા. જ્યારે તેઓનાં નામ સાથે જોડાયેલો સંવત્સર તો ઈ.સ. પૂર્વે ૫૬થી શરૂ થયો તે વિષે જોઈએ.
ઉલ્લેખનીય છે કે પુરા પ્રાચીન યુગમાં વર્ષનાં કોઈ નામ અપાયા હોવાનું જાણવા મળ્યું નથી તે પછી પ્રાચીન યુગથી સંવત્સરોનાં નામ અપાયાં. પ્રાચીન યુગમાં સૌથી પ્રાચીન સંવત્સર મહાવીર સંવત્સર છે. જે ૨૫૫૧ના દીપોત્સવના દિવસે પૂરૃં થયું. દીપોત્સવીના દિવસે જ ભગવાન મહાવીર સ્વામી 'કાળધર્મ' પામ્યા હતા. તે દિવસે સમ્રરાટ બિંદુ સારે કહ્યું આજે અક મહાન જ્યોતિષ વિલિન થઇ છે. આપણે દિપમાળ પ્રગટાવી તેઓને શ્રદ્ધાંજલિ અર્પિએ. તે પછીના દિવસથી (કા.શુ.૧થી) મગધ સમ્રાટ બિંદુસોરે આ સંવત શરૂ કરાવ્યો. પછી કુશાનેશ્વર કનિષ્કના સમયથી (ઇ.સ. ૧૮૦)થી કનિષ્ક સંવત શરૂ થયો. નવ વર્ષની સાથે મહાવીર સંવત ૨૨૫૨ શરૂ થશે.
ભારત સિવાય ચીનમાં પણ નવ વર્ષનાં નામ હતાં પરંતુ તેમાં પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓનાં નામ જોડવામાં આવતાં હતાં. જેમ કે ઉંદરનું વર્ષ, સર્પનું વર્ષ, ગરૂડનું વર્ષ વગેરે.
ભારતનાં ઋષિ મુનિઓ ધ્યાન દ્વારા ભાવિના સંકેતો મેળવી શકતા હતા, તે તો નિર્વિવાદ સત્ય છે તેની નજીકનાં ભૂતકાળની જ વાત જોઈએ તો બાંગ્લાદેશ માટેનું યુદ્ધ ડીસેમ્બરમાં શરૂ થયું તે પૂર્વેનાં આસો કૃષ્ણ ૦)) સુધીનું વર્ષ 'દુંદભી-વર્ષ' નામનું હતું તે પછી કાર્તિક શુકલ પ્રથમાથી શરૂ થતાં વર્ષનું નામ 'રૂધિરોદગારી' વર્ષ હતું તે લેખકને બરોબર યાદ છે. એટલે કે પહેલાં 'દુંદભી' (યુદ્ધ-નોબતો) ગગડી પછી રૂધિર વહ્યાં.
વિક્રમાદિત્ય સાથે નવ વર્ષનું નામ શા માટે જોડાયું ? તેઓ તો ઈ.સ. ૩૪૦થી ૩૮૦ દરમિયાન થયા, જ્યારે વિક્રમ સંવત તો ઈ.સ. પૂર્વે ૫૬થી શરૂ થયું છે તેનું કારણ તે છે કે આર્યોની જ એક શાખા 'શક' ઈ.સ. પૂર્વે ૫૬માં ભારતમાં આવી વસી હતી.
તેઓએ ભારતના પ્રવેશ સાથે તેઓનો સંવત્સર શરૂ કર્યો જે ઈ.સ. પૂર્વે ૫૬થી શરૂ થયો. (આ શક સંવતને શાલિવાહન 'શક' સંવત ન માનતા) વિક્રમાદિત્યે તે શકોને પરાજિત કરી. બંગાળ સુધીનું સમગ્ર ઉત્તર ભારત કબ્જે કર્યું અને તેઓના સંવત્સરને વિક્રમ સંવત્સર ઉદઘોષિત (જાહેર) કર્યો.
ભારતમાં બીજા ઘણા સંવત્સરો પણ શરૂ થયા હતા તે પૈકી એક મહત્વનો સંવત્સર શાલિવાહન સંવત્સર જે ઈ.સ. ૭૮થી શરૂ થયો છે. ગુજરાતમાં રાજાધિરાજ, સિદ્ધરાજ જયસિંહે પણ સિંહ-સંવત્ શરૂ કર્યો હતો(ઇ.સ.૧૧૧૪). અન્ય રાજાઓએ પણ પોતાના નામના સંવત્સરો સ્થાપ્યા હતા. પરંતુ તે સર્વે જન-સામાન્યની સ્મૃતિમાંથી વિલીન થઈ ગયા છે. માત્ર આંધ્ર સમ્રાટ શાલિવાનના નામથી શરૂ થયેલો શાલિવાહન શક અને વિક્રમ સંવત ઉત્તર ભારતમાં પ્રચલિત રહ્યા છે.
આપણે સંવત્સરોનાં નામ વિષે જોઈએ. ૨૦૮૦નું વિક્રમ સંવત 'અનલ' નામ સંવત્સર હતું. જુવો તે વર્ષે દુનિયાભરમાં કેટકેટલે સ્થળોએ આગજની થઈ હતી. તેમાંએ દક્ષિણ કેલિફોર્નિયા અને ગ્રીસમાં લાગેલી આગોએ તો હાહાકાર મચાવી દીધો હતો. આપણે બાંગ્લાદેશ માટેનાં યુદ્ધ પૂર્વેનાં 'દુંદભી' સંવત્સર અને તે પછીના કાર્તિક શુકલ પ્રથમાથી શરૂ થતાં વર્ષનું નામ 'રૂધિરોદ્ગારી-સંવત' તે પણ જોયું.
'અનલ' નામ સંવત્સર પછી 'પિંગલ' સંવત્સર હતું જે આશ્વિન કૃષ્ણ અમાવાસ્યાએ પુરૂ થયું. 'પિંગલ' તે મધ્યમાન નાડી 'પિંગલા' પરથી આવ્યું છે. મધ્યસ્થીઓ દ્વારા યુદ્ધોનો અનલ (અગ્નિ) શાંત કરાયો છે. પરંતુ હવે પછીનાં ૨૦૮૨નાં વર્ષનું નામ 'કાલયુક્ત' સંવત્સર છે. નવ વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે સંવત્સર તેના નામ પ્રમાણેનું ન રહે.
- દિનેશ દેસાઈ


