કોરોનાગ્રસ્ત પેશન્ટ્સમાં જોવા મળતા અનેક સીમ્પટમ્સમાંના એક ''અઘ્રાણીયતા'' શું છે ?
- અઘ્રાણીયતામાં નાક ગંધ પારખી શકતું નથી અને સ્વાદ પારખી શકાતો નથી, એ શા માટે ?
- ડિસ્કવરી : ડો. વિહારી છાયા
ઘણી વાર એવું બને છે કે આપણને સખત શરદી થઈ ગઈ હોય ત્યારે આપણું નાક ગંધ પારખી શકતું નથી અને આપણે સ્વાદ પારખી શકતા નથી. આવા વખતે તમે તમારા તબીબ પાસે જાઓ તે તુરત જ નિદાન નહીં કરી શકે. તે થોડા દિવસ રાહ જોવાનું કહે છે. જો શરદી જ સ્વાદ અને ગંધ પરખવાની અશક્તિનું કારણ હોય તો શરદી પરના સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ પાછી આવે છે. પરંતુ બીજું કોઈ કારણ હોય તો એમ ન થાય. દેખીતી રીતે સ્વાદ આવતો બંધ રહે અને ગંધ આવતી બંધ રહે એટલે કે આપણી સ્વાદેન્દ્રિયને અને ઘ્રાણેન્દ્રિયને તાળું લાગી જાય તો આપણને ચિંતા પેસે છે. આવા વખતે તમે 'એજ્યુઝિક' અર્થાત્ સ્વાદહીન અને 'એનોસ્મિક' અર્થાત્ અઘ્રાણીય થયા તેમ કહેવામાં આવે છે.
તમને તુરત જ લાગશે આ બન્નેમાં એનોસ્મિયા એટલે કે ગંધ-વિહીનતા તમને વધારે તકલીફ આપે છે. આપણને જે સ્વાદ લાગે છે તે પૈકી મોટા ભાગની ખાદ્યવસ્તુની ગંધ નાકની કેવિટિમાંથી પસાર થવાથી ઉત્પન્ન થતી સોડમના કારણે હોય છે. તમે સ્ટ્રોબેરીને મોઢામાં કાપો. તમારી જીભ તો એટલું જ કહેશે તે ગળી છે પરંતુ તેની ગંધ તમારા ગળા મારફતે નાકમાં જશે તે તમને કહેશે કે તે ગળપણમાં સ્ટ્રોબેરીની સોડમ છે.
કેટલીક વખત એવું બને કે ખરેખરા છે સ્વાદ છે તે બે એક મહિનામાં પાછા આવવા લાગે છે પણ ગંધ અને સોડમ પાછી આવતી નથી. ચોકલેટ ગળી જરૂર લાગવા માંડે છે પરંતુ તેની સોડમ આવતી નથી. કેરી ગળી લાગે છે પરંતુ કેરીની સોડમ આવતી નથી. આફૂસ કે કેસરનો તફાવત માલૂમ પડતો નથી. તમને સોડમ આવતી હોય તો ખાવામાં મજા આવતી નથી. તેલમાં તળેલી અને ચોખ્ખા ઘીની જલેબીમાં તફાવત તો સોડમનો છે. સોડમ અને ગંધ પારખવાની તમારી શક્તિ ચાલી જવાથી તમે નિરાશા અને હતાશા અનુભવો છો. વળી જ્યારે કાન, નાક અને ગળાના નિષ્ણાત તબીબ એમ કહે કે તમારી આ ક્ષમતા હવે પાછી ફરશે નહીં ત્યારે તમને ખરેખર આઘાત લાગે છે.
આપણે એનોસ્મિયા એટલે કે અઘ્રાણીયતા સમજવા આપણે આપણું નાક ગંધ કેવી રીતે પારખે છે તે સમજવું જોઈએ. આપણું ગંધનું સંવેદન એટલે કે ઘ્રાણીયતા જે અંગ્રેજીમાં 'ઓલફેકશન' કહે છે તે આપણા નાકની કેવિટિમાં ઉપરના ભાગે એક ટપાલની ટિકિટ જેવી પેશીમાં થાય છે. તેને 'ઓલફેક્ટરી એથિએલિયમ' કહે છે, તેને ગુજરાતીમાં 'ઘ્રાણ-ઉપકલા' કહે છે. તેમાં પાંચ કરોડ ઘ્રાણ-ચેતોકોષો હોય છે. તે દરેકમાંથી સૂક્ષ્મ રુવાંટી નીકળતી હોય છે તેને 'સિલિઆ' કહે છે. હવામાં તરતા અણુઓ નાકના નસકોરામાં પ્રવેશે છે અને આ સિલિઆ પર જે રિસેપ્ટર પ્રોટીન પર મ્યુક્સ (ચીકણો પદાર્થ) હોય છે તેને ચોંટી અને પીગળી જાય છે. તેનાથી ઘ્રાણ-ચેતાકોષમાં વીજસંકેત વછૂટે છે. આ વીજસંકેત રીલે મથક જેવી ઘ્રાણ-કલિકાને પહોંચે છે અને ત્યાંથી તે દિમાગને પહોંચે છે.
આપણા નસકોરાના ઉપરના ભાગમાં જે ટપાલની ટિકિટ જેવો પેચ હોય છે જેને ઓલફેક્ટરી એપિથેલિયમ અર્થાત્ ઘ્રાણ ઉપકલા કહે છે તેમાંના દરેક ઘ્રાણ ચેતાકોષ માત્ર એક રીસેપ્ટર રચે છે. તે તો એક હજાર રીસેપ્ટર પૈકીનું એક રીસેપ્ટર થયું. દરેક રીસેપ્ટર માત્ર ગંધના એક અણુ દ્વારા સક્રિય થાય છે. દરેક ગંધમાં તો અનેક અણુઓ હોય છે. દરેક ગંધ ઘ્રાણ-ચેતાકોષોને એવી રીતે ઉત્તેજે છે કે 'બારકોડ'ની જેમ એક લાક્ષણિક ભાત રચાય છે.
અહીં પ્રશ્ન એ છે કે 'એનોસ્મિયા' એટલે કે અઘ્રાણીયતામાં આ પ્રણાલીમાં શા કારણે વિક્ષેપ સર્જાય છે ? આનો એક તબીબી ઉત્તર તો એ છે કે શરદી અથવા ફલૂનો વાઇરસ ઓલેફેક્ટરી એપિથેલિયાના ઘ્રાણ ચેતાકોષોનો નાશ કરે છે અને જે બચી જાય છે તેના પરના ઝીણી રુવાંટી જેવા સિલિયાને હાનિ કરે છે. ક્વચિત્ કોઈ કિસ્સામાં ઓલફેક્ટરી ચેતા (ઘ્રાણચેતા)ને પણ હાનિ પહોંચાડે છે.
અલબત્ત ઘ્રાણ-ચેતાકોષો પુનર્જનન પામી શકે છે અને ફરી ગંધ પારખવાની ક્ષમતા પાછી મળે છે. પરંતુ જર્મનીના એક તજજ્ઞાના ભય પમાડે તેવા સંશોધન મુજબ વાઇરલ અનોસ્મેથિયાના દર્દી એટલે કે વાઈરલ અનોસ્મિક પૈકી માત્ર ત્રીજા ભાગના દર્દી જ આપોઆપ સાજા થાય છે એટલે કે તેમની ગંધ પારખવાની શક્તિ પાછી આવે છે. જે હાનિ મોટી હોય તો, નુકસાન કાયમી થાય છે. અત્યારની પ્રમાણભૂત માન્યતા એવી છે કે આ નુકસાન કોઈ અસરકારક ઉપચાર નથી. જ્યારે તમને એમ લાગે કે હવે પછીનું તમારુ ભાવિ સોડ કે ગંધ પારખવાની ક્ષમતા વગરનું હશે એટલે તમારી હતાશા વૃદ્ધિ પામે છે. ભવિષ્યમાં તમે ચોખા ઘીની સોડમ કે રત્નાગીરી આફૂસની સુગંધ નહીં માણી શકો તે કલ્પના તમને સતાવે છે. તમારી આસપાસના દરેક જણ તેની સોડમ માણતા હોય ત્યારે તમે માત્ર તેનો રંગ અને સપાટીના ગઠન અનુભવી શકો.
પરંતુ ચેતાવિજ્ઞાાનના એક તજજ્ઞા રોબર્ટ હેન્કીને સંશોધન લેખો પ્રસિદ્ધ કર્યા છે અને ઉપચાર પ્રણાલી શોધી છે. વાઇરસ દ્વારા ઓલિફેક્ટરી એપિથેલિયમ કોશિકાઓનો નાશ કરવાથી વાઈરસજન્ય એનોસ્મીયા થાય તેવા પ્રમાણભૂત મતમાં તજજ્ઞા હેન્કીનને વિશ્વાસ ન હતો. ઓલિફેક્ટરી એપિથેલિયમના ઉપર સ્ત્રોત કોશિકાઓ (સ્ટેમસેલ)નું સ્તર હોય છે તેમાંથી નવી એપિથેલિયમ કોશિકાઓ પેશ થતી હોય છે. બધી જ એપિથેલિયમની કોશિકાઓ સ્ત્રોત કોશિકાઓની મદદથી માત્ર વીસ દિવસમાં ફરી ઉત્પન્ન કરી શકાય છે. તો પછી તેના એનોસ્મિયાન દર્દીમાં તે સ્વયં શા માટે ઉત્પન્ન થતી નથી ? તેનો અર્થ એ થયો કે ગંધ પારખવાની ક્ષમતા પુનઃ સ્થાપિત થાય તેની આડે કોઈ બીજું પરિબળ કામ કરે છે. હેન્કીને શોધી કાઢ્યું કે નાકમાં મ્યુકોસાની લાળ જેવી ચીકાશવાળી સપાટી પર સર્વત્ર લસીયુક્ત ગ્રંથિઓ આવેલ છે. આ ગ્રંથિઓ નાકમાં ચીકાશયુક્ત પદાર્થ (મ્યુક્સ) પેદા કરે છે જેમાં ઓલફેક્ટરી એપિથેલિયમ ડૂબેલું હોય છે. હેન્કીનના મતે વાઈરસ દ્વારા જે કાયમી નુકસાન થાય છે તે અનેક લસીયુક્ત ગ્રંથિઓને થાય છે. હેન્કીનના અગાઉના સંશોધન મુજબ ઓલફેક્ટરી સ્રોત કોષો (સ્ટેમસેલ) માત્ર નાકમાં ચીકાશયુક્ત પદાર્થ (મ્યુકલ)ની હાજરીમાં જ વૃદ્ધિ અને દ્વિભાજન પામે છે. તેનું કારણ મ્યુક્સમાં કોઈ રાસાયણિક વૃદ્ધિજનક ઘટક હોવું જોઈએ. તેણે પોતાનું ધ્યાન એક નાનકડા અણુ 'સાયક્લિક એડેનોસાઇન મોનો ફોસ્ફેટ' ગયું. તેને ટૂંકમાં 'સીએએમપી' કહે છે. હેન્કિને જોયું કે આ રસાયણની માત્રા એનોસ્મિયા એટલે અઘ્રાણીયતાના દર્દીમાં ઘણી ઘટેલી માલૂમ પડે છે. હેન્કિનને લાગ્યું કે 'સીએએમપી' રસાયણની માત્રા વધારવામાં આવે તો લાભકારક નીવડે.
હેન્કિનને લાગ્યું કે દમના દર્દીઓની સારવાર માટે વપરાતી 'થીયોફાઇલીન' નામની દવાની સાચાર સીએએમપી રસાયણની માત્રા વધારવામાં મદદરૂપ થઇ શકે. તેણે કેટલાક એનોસ્મિયાના દર્દીઓને થીયોફાઇલીનની સારવાર આપી. થોડાં અઠવાડિયાંમાં જ ફાયદો જણાયો.
માઈક ઓ'હેર નામની વ્યક્તિ એનોસ્મિયાનો ભોગ બની હતી અને તેની ગંધ પારખવાની શક્તિ પાછી આવવા બાતે તેના તબીબે અને ઈએનટી નિષ્ણાતે હાથ ધોઇ નાખ્યા હતા. તેણે ૧૯૯૯માં હેન્કિનની સારવાર શરૂ કરી. તેણે હેન્કિનનું એક શોધપત્ર જોયું હતું જેમાં તેણે જેમની સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ પાછી આવવા બાબતે તેના તબીબે અને ઈએનટી નિષ્ણાતે હાથ ધોઇ નાખ્યા હતા. તેણે ૧૯૯૯માં હેન્કિનની સારવાર શરૂ કરી. તેણે હેન્કિનનું એક શોધપત્ર જોયું જેમાં તેણે જેમની સ્વાદ અને ગંધ પારખવાની સક્તિ ચાલી ગઇ છે તેવા ચાર દર્દીઓને સીઑફાઇલીન સારવાર આપી. તે ચાર પૈકી ત્રણ દર્દીઓમાં સુધારો જણાયો. આ સુધારો જાણવા તેણે ચારેયના દિમાગની 'એમઆરઆઈ' સ્કેનિંગથી તસવીરો ઝડપી મગજના જે વિસ્તારો ગંધનો પ્રતિભાવ આપતા હોય છે તે ત્રણ જણાના કિસ્સામાં થીયોફાઇલીન સારવાર પછી સક્રિય થતા જણાયા હતા જ્યારે એકના કિસ્સામાં સક્રિયતા જણાયેલ નહીં.આ શોધપત્ર વાંચી માઈક ઓ'હેરે પણ આ સારવાર લેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સુધારો ઘણો હતો. પરંતુ ચાર મહિનામાં, ગંધ પારખવાની ક્ષમતા અને ઘ્રાણીયતા પાછી આવતી હોય તેમ લાગ્યું. એક સવારે ઓચિંતાની કૉફી બનતી હતી તેની ગંધ આવવા લાગી. એક વર્ષ કરતાં વધારે સમયથી કૉફીની સુગંધ તેણે માણી ન હતી તેના આનંદનો પાર રહ્યો નહીં. એકાદ અઠવાડિયામાં તો પર્ફ્યૂમની સુગંધ, રસ્તા પર પથરાતા ડામરની ગંધ અને પિઝાના રેસ્ટોરાંમાંથી પિઝાની સુગંધ તેને આવવા લાગી. તે પછી અઢાર મહિનામાં તેની ગંધ પારખવાની ક્ષમતા (ઘ્રાણીયતા) પૂર્વવત્ પાછી આવી ગઇ.
અલબત્ત થીયોફાઇલીનની કેટલીક 'કેફીન' જેવી આડઅસરો પણ છે. આ આડઅ,કોમાં ઉશ્કેરાટ, માથાનો દુઃખાવો અને પાચનતંત્રનાં દર્દો થાય છે. તેનું મોટું પ્રમાણ ચોક્કસ હાનિકારક થાય છે.