Get The App

રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- બુધવાર 1 જૂલાઈ થી મંગળવાર 7 જૂલાઈ સુધી

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image


રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ હોય છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાની જોડીમાં ૧ થી ૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વોન્ડસ, સ્વોડર્સ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રીસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.- ઈન્દ્રમંત્રી

મેષ (અ. લ. ઇ. )

The World - ધ વર્લ્ડ ૨૧ નંબરનું મુખ્ય કાર્ડ તમારા વ્યકિતગત જીવનમાં નવાં ફેરફારો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. ટુંક સમયમાં લાંબી મુસાફરીનો યોગ ઊદભવશે. તમારા ભવિષ્યને માટે કેટલાક અગત્યના નિર્ણયો લઇ શકશો. તા. ૧, ૬, ૭ શુભ.

મિથુન (ક. છ. ઘ.)

The Magician - ધ મૂન ૧૮ નંબરનું કાર્ડ તમે કોઇ સમસ્યાને લઇ મુંઝાઈ રહ્યા હોવાનું સૂચવી જાય છે. ધૈર્યપૂર્વક તમારી સમસ્યાનો ઊકેલ મેળવી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો જણાશે. વાણી પર સંયમ જાળવવો હિતાવહ જણાવી શકાય. તા. ૧, ૨, ૩ શુભ.

વૃષભ (બ. વ. ઉ.)

The Moon - ધ મેજીસીયનનું મુખ્ય કાર્ડ તમારા નક્કી કરેલા કાર્યોમાં દ્વિઘા રાખ્યા વિના આગળ વધવા સૂચવી જાય છે. તમારા પુરુષાર્થનું શુભફળ મેળવી શકશો. આવકમાં વધારો થશે. તથા નાણાંકીય દ્રષ્ટિએ કોઇ તકલીફ આવી હોય તેનો ઊકેલ મેળવી શકાશે. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

કર્ક (ડ. હ.)

The Emperon- ધ એમ્પરર ૪ નંબરનું મુખ્ય કાર્ડ તમારા માન-સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવું કાર્ય થશે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવી રહ્યા હશો તે દૂર થશે. ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા. ૪, ૫, ૬, ૭ શુભ.

સિંહ (મ. ટ.)

Justice - જસ્ટીસ ૮ નંબરનું મુખ્ય કાર્ડ કોઇ સાથે વાદવિવાદ ઊદભવેલ હોય તેનું નિરાકરણ આવવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત જો કોઇ કાર્યો હશે તેનો ઝડપથી ઊકેલ આવશે. એકાદ મહત્વનાં કાર્ય અંગે તમારે નિર્ણય લેવાનો આવશે. તા. ૧, ૬, ૭ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) 

The Fool - ધ ફૂલ ઝીરો - શૂન્ય નંબરનું મુખ્ય કાર્ડ કોઇ નવાં કાર્યની તમારે શરૂઆત કરવાની તૈયારી રાખવા સૂચવી જાય છે. તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે. કોઇની પણ વાતોમાં ભોળવાઇ જવું તમારા માટે નુકસાનકર્તા સાબિત થશે. તા. ૨, ૩ શુભ.

તુલા (ર. ત.) 

The Highproiestess - ધ હાઇપ્રિસ્ટેસ ૨ નંબરનું મુખ્ય કાર્ડ તમારી મુશ્કેલીઓનો નજીકના સમયમાં ઊકેલ આવવાનું સૂચવી જાય છે. તમારા નોકરી-ધંધાકીય બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ નવી ભાગીદારી કરી શકશે. તા. ૧, ૪, ૫ શુભ.

વૃશ્ચિક (ન. ય.)

The Wheel of Fortune- ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન ૧૦ નંબરનું મુખ્ય કાર્ડ સમયસર હંમેશા બદલાતુ રહે છે. દિવસ-રાત્રિ અને બાર મહિના દરમ્યાન ઋતુ ચક્ર પણ બદલાય છે તેમ હાલના તમારા સંજોગો નજીકના ભવિષ્યમાં બદલાવાનો સંકેત આપી રહ્યા છે. તા. ૨, ૩, ૬, ૭ શુભ.

 ધન (ભ. ધ. ફ. ઢ.)

Judgement - જજમેન્ટ ૨૦ નંબરનું મુખ્ય કાર્ડ તમારી અવિરત એકધારી પ્રગતિમાં હવે થોડું વિચારવાનો સમય આવી રહ્યો હોવાનું સૂચવી જાય છે. ભવિષ્ય અંગે કોઇ નિર્ણયાત્મક પરિસ્થિતિમાં ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખવા લાભદાયક નીવડશે. તા. ૧, ૪, ૫ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)

The Tower - ધ ડેથ ૧૩ નંબરનું મુખ્ય કાર્ડ ટુંક સમયમાં તમારી વર્તમાન જીવનશૈલી બદલાઈ જવાનું સૂચવી જાય છે. તમારી ઇચ્છાઓ મુજબ ભવિષ્યનું આયોજન કરી શકશો. છેલ્લાં કેટલાક સમયથી જે રીતે તમે નવાં ફેરફારો ઇચ્છી રહ્યા હશો તે થશે. તા. ૧, ૨, ૩, ૬, ૭ શુભ.

 મકર (ખ. જ.)

Death - ધ ટાવર ૧૬ નંબરનું મુખ્ય કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન કોઇ અસાધારણ ઘટના તમારા માટે બનવાનું સૂચવી જાય છે. કુટુંબની વડિલ વ્યકિતઓ સાથે કોઇ મહત્વની બાબત માટે ચર્ચા-વિચારણા કરવાની આવશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકુળતા જણાશે. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

 મીન (દ. ચ. ઝ. થ.)

The Lovers - ધ લવર્સ ૬ નંબરનું મુખ્ય કાર્ડ અવિવાહિત વ્યકિતઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાનોના વિવાહ- લગ્ન અંગે નિર્ણય લઇ શકાશે. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે લાભદાયક ફેરફારો ઉદભવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૪, ૫, ૬, ૭ શુભ.

Tags :