રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય
બુધવાર 29 સપ્ટેમ્બરથી મંગળવાર 5 ઓક્ટોબર સુધી
રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમા કુલ ૧૪ કાર્ડ હોય છે.સામાન્ય પત્તાંની જોડીમાં ૧થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડસ, સ્વૉર્ડ્સ, ક્રપ્સ અને કોઇન્સનું ઊમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિર્સ્ટસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલનો નંબર શૂન્ય ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વયદ્વારા અહીં આપનુંરાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું. - ઈન્દ્રમંત્રી
મેષ (અ.લ.ઇ.):The Magician ધ મેજીસીયનનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ પૂરવાર કરી શકો તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. દ્રઢ સંકલ્પ દ્વારા અગત્યના કાર્યોમાં સફળતા મેળવી શકશો. પ્રવાસ-મુસાફરી અનિવાર્ય સંજોગોમાં કરવા હિતાવહ જણાવી શકાય. કોઈ કાર્યને માટે દ્વિધા અનુભવી રહ્યા હશો તે દૂર થશે. તા. ૨૯, ૩૦, ૫ શુભ.
વૃષભ (બ.વ.ઉ.) : The Devil ધ ડેવિલનું કાર્ડ સપ્તાહ દરમ્યાન સંપર્કમાં આવતી વ્યક્તિઓ સાથે તમારે વિવેકપૂર્ણ વર્તવું પડશે નહિ તો સામાન્ય જેવી બાબતમાં કોઇની પણ સાથે વાદ વિવાદમાં ઉતરવું પડશે, સંતાન અંગેના પ્રશ્નોમાં બેકાળજી ન રાખવી. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો થશે. તા. ૧, ૨, શુભ.
મિથુન (ક.છ.ઘ.): The Moon ધ મૂનનું કાર્ડ કોઈ મહત્ત્વની બાબત તમે છૂપાવી રહ્યા હોવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં સામેની વ્યક્તિ સાથે ગેરસમજૂતી થઇ શકે. આરોગ્ય અંગે સામાન્ય કાળજી રાખવી. તા. ૨૯, ૩૦, ૩, ૪ શુભ.
કર્ક (ડ.હ.):The Hangedman ધ હેંગમેન કાર્ડનું બે રીતે અર્થઘટન થઇ શકે છે, તમારા વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારોને સ્વીકારવા અને વ્યક્તિગત જીવનમાં જે પરિવર્તન ઇચ્છી રહ્યા હો તેમાં આગળ વધવા સૂચવી જાય છે. બીજું, કોઈ કાર્યને લઇ તમારે સમાધાનકારી વલણ અપનાવી ભોગ આપવાની તૈયારી રાખવી પડશે, વિશેષ નાણાંકીય રીતે તા. ૧, ૨, ૫ શુભ.
સિંહ (મ.ટ.):The Tower ધ ટાવરનું કાર્ડ તાજેતરમાં જે દુઃખદાયક પ્રસંગોમાં થઇ તમે પસાર થયા હો તેનો ધીરે ધીરે સુખદ ઊકેલ આવવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થઇ શકશે. દૂરની મુસાફરી માટે નિર્ણય લઇ શકશો. તા. ૨૯, ૩૦, ૩, ૪. શુભ.
કન્યા (પ.ઠ.ણ.):The Empress ધ એમ્પ્રેસનું કાર્ડ કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓના માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. અવિવાહિત વ્યક્તિઓએ વિવાહ-લગ્ન માટે પ્રયત્નશીલ રહેવું લાભદાયક જણાવી શકાય. તા. ૧, ૨, ૫, શુભ.
તુલા (ર.ત.):The Star ધ સ્ટારનું કાર્ડ લાંબા સમયથી બિમારી ભોગવી રહેલી વ્યક્તિઓને રાહત થવા સૂચવી જાય છે. માનસિક રીતે હતાશ થઇ ગયેલી વ્યક્તિઓને યોગ્ય ઉકેલ મળશે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો સ્વીકારવા તૈયાર રહેવું. ઉઘરાણીના નાણાં પરત મેળવી શકશો. તા. ૧, ૨, ૩, ૪ શુભ.
વૃશ્ચિક (ન.ય.):The Chariot ધ શેરીઓટનું કાર્ડ તમારા પુરૂષાર્થનું શુભફળ મેળવી શકવાનું સૂચવી જાય છે. જે કાર્યની સફળતા માટે તમે મહેનત કરી હશે તેનું શુભફળ મળશે. સ્વજનો અને મિત્રો સાથેની મુલાકાતનું આયોજન કરી શકશો. નાણાંકીય લાભ મળશે. તા. ૩, ૪, ૫ શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.): Judgement જજમેન્ટનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી નવાં ફેરફારો માટે નિર્ણય લેવા સૂચવી જાય છે. ભાગીદારી સંબંધિત બાબતોમાં નવાં ફેરફારો થશે. વિદેશયાત્રા માટે નિર્ણય લઇ શકશો. મિત્રો સહાયક બનશે. તા. ૨૯, ૩૦, ૫ શુભ.
મકર (ખ.જ.):The Fool ધ ફૂલનું કાર્ડ તમારા સ્વપ્નાઓને સાકાર કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમે આરોગ્ય માટે ચિંતિત હશો તેનો યોગ્ય ઉકેલ મળશે. ધાર્મિકયાત્રા અંગે આયોજન કરી શકશો. વારસાગત બાબતોમાં ઉદભવેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. તા. ૨૯, ૩૦, ૧, ૨ શુભ.
કુંભ (ગ.શ.સ.ષ.):King of Cups કીંગ ઓફ કપ્સનું કાર્ડ ખરાબ સમયમાં થઇ પસાર થઇ રહેલી વ્યક્તિઓને પોતાની સમસ્યાનો ઊકેલ મળવાનું સૂચવી જાય છે. તમારા અનુભવોને આધારે ભવિષ્ય માટેનાં નિર્ણયો લેવા હિતાવહ જણાવી શકાય. સંતાનોના વધુ અભ્યાસ અને વિવાહ-લગ્ન અંગે યોગ્ય નિર્ણય લેવાનો આવશે. સ્થાન પરિવર્તન માટે નિર્ણય લઇ શકશો. તા. ૧, ૨, ૩, ૪ શુભ.
મીન (દ.ચ.ઝ.થ.):The Hierophant ધ એરોફન્ટનું કાર્ડ તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાનું સૂચવી જાય છે અને કોઈ કારણસર સ્વજનો કે મિત્રોને મદદરૂપ થવાનું આવશે. તમારા માટે પ્રગતિકારક સમય છે. તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તેને ઉકેલી શકાશે - વિશેષ કરી દાંપત્યજીવન સંબંધિત સમસ્યાનો ઊકેલ મેળવી શકશો. તા. ૩, ૪, ૫ શુભ.