Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Updated: Aug 10th, 2022

GS TEAM

Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image

બુધવાર તા. 10 ઑગસ્ટથી મંગળવાર 16 ઓગસ્ટ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં એક થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઇન્સનું ઊમેરાયેલું છે. મુખ્ય કાર્ડ ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.  - ઇન્દ્રમંત્રી

 મેષ (અ. લ. ઇ. )

The Lovers - ધ લવર્સનું કાર્ડ માત્ર તમારી પ્રિય વ્યક્તિ તરફના પ્રેમ અથવા સ્નેહને દર્શાવતો નથી પરંતુ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા કાર્યક્ષેત્રે ઊંડો રસ લઈને નવા ફેરફારોનું આયોજન પ્રેમપૂર્વક કરી શકવા સુચવી જાય છે. તમે યશ મેળવી શકો તેવી ઘટના બનશે.  તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

  વૃષભ (બ. વ. ઉ.)

The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા વ્યવસાય ક્ષેત્રે નવા લાભદાયક ફેરફારો ઉદભવી શકવાનું સુચવી જાય છે. તમારા આયોજન પ્રમાણેના કાર્યો આગામી દિવસો દરમ્યાન થઈ શકશે તથા અટવાઈ પડેલા કામોનું નિરાકરણ આવશે.  તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬ શુભ.

  મિથુન (ક. છ. ઘ.)

The Hermit  - ધ હેરમીટનું કાર્ડ કૌટુંબિક સમસ્યાઓમાં તમારી વિવેકબુદ્ધિનો પરિચય આપી શકવા સુચવી જાય છે. કોઈપણ ગંભીર સમસ્યામાં ઉતાવળિયા નિર્ણયો તમને નુકશાન પહોંચાડશે. નાણાંકીય દ્રષ્ટિએ નવા ફેરફારો આવશે. તા. ૧૪, ૧૫, ૧૬ શુભ.

  કર્ક (ડ. હ.)

Temperance - ટેમ્પરેન્સનું કાર્ડ ભાગીદારી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે કોઈ કસોટી ઉદભવી શકવાનું સુચવી જાય છે. દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હો તેમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયી રહેશે. તા. ૧૦, ૧૧ શુભ.

  સિંહ (મ. ટ.)

The Tower - ધ ટાવરનું કાર્ડ તમારા જુના મિત્રોની ધીમે ધીમે ઉંમરના કારણે થઈ રહેલી વિદાય વસમી લાગવાનું સુચવી જાય છે. તમારે નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવવાનું બનશે. નાણાંકીય બાબતો માટે ભવિષ્યનું આયોજન થઈ શકશે. દુર વસતા સ્નેહીજનોને મળવાનું થશે. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

 કન્યા (પ. ઠ. ણ.) 

The Moon - ધ મૂનનું કાર્ડ છેલ્લાં કેટલાક સમયથી તમે છુપાવી રહેલી મૂંઝવણોને બહાર લાવી તેનો યોગ્ય ઉકેલ મેળવી શકવાનું સુચવી જાય છે. તમારી મુશ્કેલીઓ હળવી બનશે. તમે દ્રઢ સંકલ્પ દ્વારા નવા કાર્યોની શરૂઆત કરી શકશો. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનશે. તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬ શુભ.

 તુલા (ર. ત.) 

The Star - ધ સ્ટારનું ઊલટું આવેલું કાર્ડ હાલ પૂરતું તમારી આસપાસ બની રહેલી ઘટનાઓનું અવલોકન કરવા અને તમારા ભુતકાળના અનુભવોને ધ્યાનમાં લઈ જે કોઈ ફેરફારો કરવા ઈચ્છતા હો તે કરવા સુચવી જાય છે. કોઈ કાર્યમાં અપયશ મળે નહિ તે માટે ધ્યાન રાખવું. તા. ૧૫, ૧૬ શુભ.

 વૃશ્ચિક (ન. ય.)

The Hierophate - ધ એરોફન્ટનું કાર્ડ વધુ પડતો આત્મવિશ્વાસ તમારા દૈનિક કાર્યોમાં અવરોધરૂપ બને નહિ તે માટે ધ્યાન રાખવા સુચવી જાય છે. સંતાનોના વિવાહ-લગ્ન અંગેની વાતચીતમાં ઉતાવળા ન બનવું. આકસ્મિક મુસાફરીનો યોગ ઉદભવશે. તા. ૧૦, ૧૧ શુભ.

 ધન (ભ. ધ. ફ. ઢ.)

The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમે જે કાઈ કાર્ય હાલમાં કરવા માંગતા હો તેનું યોગ્ય આયોજન કરી આગળ વધવા સુચવી જાય છે જે તમારા માટે લાભદાયક નીવડશે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના તમારા ઉત્સાહમાં વધારો કરશે. તમે કાર્યક્ષેત્રે યશ મેળવી શકશો. નોકરિયાતની વ્યક્તિઓને બઢતી મળશે. તા. ૧૦, ૧૨, ૧૩ શુભ.

 મકર (ખ. જ.)

The Empress - ધ ઈમ્પ્રેસનું કાર્ડ તમારી લાગણીઓને વ્યક્ત કરી શકો તેવી ઘટના બનવાનું સુચવી જાય છે. તમારી મુંઝવણનો ઉકેલ મેળવી શકશો. જીવનસાથી સાથે મહત્વની બાબતો માટે ચર્ચા વિચારણા થઈ શકશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં નવાં ફેરફારો આવશે જે લાભદાયક રહેશે. તા. ૧૦, ૧૧, ૧૫, ૧૬ શુભ.

 કુંભ (ગ. શ. સ. ષ.)

The Emperor ધ એમ્પેરરનું કાર્ડ તમારી બૌદ્ધિક પ્રતિભા દર્શાવી શકો તેવો પ્રસંગ બનવાનું સુચવી જાય છે. તમારી આવડત હોંશિયારીની છાપ અન્ય વ્યક્તિઓ ઉપર સહેલાઈથી પાડી શકશો. તમારી પ્રશંસા થશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. તા. ૧૦, ૧૨, ૧૩ શુભ.

 મીન (દ. ચ. ઝ. થ.)

Strengthર - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા જીવનમાં હાલ નવા લાભદાયક ફેરફારો ઉદભવી શકવાનું સુચવી જાય છે. તમારા સંતાનોની કારકીર્દીમાં પ્રગતિ જોઈ શકશો અને તેઓના ભવિષ્ય માટે કોઈ અગત્યનાં નિર્ણયો લેવાના હશે તે લઈ શકશો.  તા. ૧૦, ૧૧, ૧૫, ૧૬ શુભ.