Get The App

ચંપલની ખરીદીમાં ચતુરાઈ .

Updated: Oct 2nd, 2023

GS TEAM


Google News
Google News
ચંપલની ખરીદીમાં ચતુરાઈ                                   . 1 - image


મોટા શહેરોના બજારમાં નીકળીઅ ે ત્યારે ફૂટપાથ  પર, લારીમાં, દુકાનોમા ંઢગલાબંધ  ચંપલો ખડકેલી  જોવા  મળે છે. મુંબઈમાં તો લિન્કીંગ રોડ પર ખાસ ચંપલ ગલી છે જેની આસપાસ મહિલાઓના ટોળેટોળા હોય! કોલાબાનું માર્કેટ મોંઘામાં  મોંધ ુ ગણાય છે અને  બીજા પરાંમાં  એની  ચંપલો  સસ્તા ભાવની મળે છે. એવા ખ્યાલથી પ્રેરાઈ  મુંબઈ  જતાં  પ્રવાસીઓ  પાસેથી પગરખા  પણ મગાવાય છે! દિલ્હી કાનપુરના જૂતાનો  એક  જમાનો હતો તે હવેઆખાભારતમાં  જોવા મળેછે!

જ ે પગ જિન્દગીભર  તમને ચાલવામાં  ઉપયોગી થાય  છે,  જે પગ પર તમે ઊભા રહો છો. તમે 'પગભર  હો ' તેવી ગુજરાતી કહેવત પણ પગનો મહિમા ગાઈ છે ત્યારે આપણે  સસ્તામાં  પગરખા ખરીદી  આનંદીત  થતા  હોઈએ  છીએ! અહીં સસ્તાની ખરીદીનો વાંધો નથી, પણ પગના રક્ષણ માટેની  ભાવના  લુપ્ત  કરી માત્ર  ફેશન  માટે કે  રૂપાળા થઈ ફરવા માટ ેપગરખાં  ખરીદાય  છે  ત્યારે  પગના નૂકસાનની  ઘણી ઊંચી  કીંમત  ચૂકવી પડતી  હોય છે.  ફૂટપાથિયા,  સસ્તા અન ે ફેશનેબલ  ચંપલ  શરીર માટે લાંબે ગાળે હાનિકર્તા હોય છે.

કેટલીય  બહેના ે કમરનો દુ:ખાવો, પગનો દુખાવો,  પીંડીનો દુ:ખાવો, બરડાનો દુ:ખાવો વગેરેની ફરિયાદ  કરતી હોય છે તેનું કારણ છે ખોટી ડિઝાઈનના ચંપલ કે સેન્ડલ. 

પગના  દુ:ખાવાના  બીજા  કેટલાંક કારણો   હોવા છતાં  પગરખાં  અ ેમુખ્ય  કારણ  બની જાય  છે ! એટલે  જ જ્યારે પગરખાં  પસંદ  કરીએ  ત્યારે  કેટલાંક મુદ્દા  ધ્યાનમાં  રાખવા જોઈએ. માત્ર દેખાવ, આકર્ષણ રૂપ અને  ઊંચાઈ  જોઈ તેની ખરીદી ન કરવી.  મોસમ,  માપ, તમારું પોતાનું વજન ચાલવાની   શક્યતા  વગેર ે  બાબત   ચંપલ   સાથે અગત્યની  બની  જાય  છે.

બીજી બાબતોમાં   આપણે  ચલાવી લેવાની વૃત્તિ રાખીએ છીએ પણ ચંપલ ખરાબ થાય, ફાટી જાય, એડી ઘસાઈ જાય, ચાલતા ચાલતા ઠોકર ખવાય કે ફિટિંગ બરાબર ન થાય તેવી ચંપલ ન ચલાવી લેવી. એમાં કરકસર ન કરવી જેથી પગને ભોગવવું ન પડે.

જે લોકો અતિઊંચી એડીના પગરખાં  પસંદ  કરે છે તેવા લોકોને 'જો દિવસ દરમિયાન ઘણું  લાંબુ ચાલવાનું  હોય તો શક્ય હોય ત્યાંસુધીની  હિલ  અથવા સપાટ એડી કે  પ્લેટફોર્મ  હિલ  પસંદ કરવી. પોઈન્ટેડ  હિલ  થોડું  ચાલવા  માટે, ગાડીમાં  ફરવા જનાર  માટે  ચાલે.  ઘરકામમાં  બે  પટ્ટીની  રબરની સ્લીપરનો  ઉપયોગ  સારો છે, પણ પાણીમાં પગ પડતાં હોય તો સાચા અર્થમાં સ્લીપ થઈ  જવાનો  ભય રહે છે. ગરમીમાં પરસેવો વધુ થાય છે  તેથી  રેક્ઝિન, રબર, પ્લાસ્ટિકના ચંપલ કે સેન્ડલ પસંદ કરવા ન જોઈએ. શિયાળામાં  મોજાં  પહેરીને  ચંપલ  પહેરવાથી  ઠંડી  ઓછી  લાગે અને પગમાં  ચીરા પણ  ન પડે.

જીવનભર પગની એકજ સાઈઝ  કે  માપ  રહેશે તેવું સો ટકાન માની લેવું. ૨૦ કે  ૨૫વર્ષની  ઉંમરે જ  માપ  હોય  તેમાં  ૪૦ કે  ૫૦ વર્ષે પડે છે.  પગ પરની ચરબીના  થરમાં  પણ  ફરક પડે છે એટલે પ્રત્યેક પાંચ  વર્ષની  પગની સાઈઝ  માપતા રહેવું જોઈએ અને ચંપલ ખરીદો ત્યારે સંપૂર્ણ  પંજો  ચંપલ પર આરામથી રહે તેવડી  ચંપલ  લેવી. નાની  લેવાથી પગ  દુ:ખે ચાલવામાં વાગે અનેઆંટણપડીજાયછે.

જો એક પ્રકારના ઘાટની ચંપલ આરામદાયક રીતે ફાવી ગઈ હોય તો બને ત્યાં સુધી બ્રાન્ડ ન બદલવી. શક્ય છે કે બ્રાન્ડ બદલતાં પગમાં કષ્ટ  થાય.

ચંપલની ખરીદી મોટે ભાગે સાંજ ેઅથવા રાત્રે જ કરવી. ભરબપોર ે લીધેલી  ચંપલ સાંજે પગમાં જુદી જ  આવે! કેમ ક ે પગમાં દિવસ દરમિયાન થોડો ફુગાવો  ૨હે, સોજો  રહે અને અમુક  રેક્ટીન  રબર વગેરે તાપમાં થોડા લૂઝ બને. એટલે ફિટિંગ બદલાય છે.

ચંપલ પહેરીનેઊભા  રહા ેત્યારે  એડીનો  ભાગ બહાર  લટકેલો  ન  રહેવો  જોઈએ. આંગળીમાં   બરાબર બંધ  રહે છતાં  મુક્તતા  રહે. ચામડું વાગે, પેસી જાય, બરડ લાગે  તો  તેને  પાણીથી પોચું  કરાવી ટીંપાવીને ચંપલ  ખરીદવી  જોઈએ.  તૈયાર લારીમાંથી કે  ફેરિયા  પાસેથી ચંપલ લેવામાં આવી બધી  બાબતોનું  ધ્યાન રખાતું  નથી ને  ઘણીવાર બન્ને પગના  શેપમાં  પણ (ચંપલ) ફેર હોય છે.

કેટલીકવાર ચંપલના સોલ નીચે લગાડેલું ચંપલની  નીચેના  રબરમાં  ડામર  ક  કાંકરી   પેસી કાણાં પડી જાય છે. આથી સોલ પણ જોવા.  સખત અને ગરમીમાં  ન ઓગળે  તેવા  લેવા. લાકડાંના  સોલ પણ ઘસાઈ જાય છે ત્યારે  એવા ઊંચા-નીચા  ચંપલ ન પહેરવા  હિતાવહ  છે.

સામાન્ય ઊંચાઈવાળા  પગરખાં  ખાસ  નુકસાન કરતા નથી પણ બહુ ઊંચા (૩ થી ૭ ઈંચ)  કે અણીવાળા  પગરખાં  લાંબે ગાળે  પગની, કમરની તેટલી તકલીફ ઊભી કરે છે  તે પછી  મોંઘા ને  ઉત્તમ ભાવના  હોય તો પણ તેની અસર સરખી જ થાય છે. સ્નાયુઓ દુ:ખે છે.

જો  યુવાન થાવ ત્યાં  સુધી  ઊંચી હિલ ન પહેરી હોય  અને પાછલા  વર્ષોમાં  આ ફેશન ચાલુ કરી  હોય તો આ પ્રશ્ન ખાસ, ઉદ્ભવે  છે. પીંડીઓ  બહુ  દુ:ખે છે. આવુ ંથાય તો  કસરતથી  ફાયદો  થાય છે. પીંડીના સ્નાયુઓને પૂરતી કસરત મળતી રહે તો પછી કોઈપણ પ્રકારની ચંપલ પહેરવામાં વાંધો નથી આવતો.

પગ માટે બાંધવાની સેન્ડલ ઉત્તમ છે. તેનાથી લાવણ્યમય (ગ્રેઈસકુલ) રહે છે. પંજાને તે રાખે છે.આંગળા એકસાથે  રહે  તેવી  ચંપલ  સારી. 

બહુપાતળી  હિલ નહીં  સારી. કણો  થવાનો   ભય  છે, તે  આરામદાયક પણ  નથી. ચાલ બગાડે  છે. શરીરના  વજનની  વહેંચણી  સરખી   થતી નથી. ્રઆંગળીઓ પાસેથી ઊંચી તથા એડી પાસેથી  નીચી હોય તેવી  (નેગેટીવ હિલ)  ચંપલ  પણ  નહીં સારી.  થોડા વર્ષ પહેલાં એવી ફેશન આવેલી. 

બહેનોને  ખબર  છે  કે  દરજી  જ્યારે  બ્લાઉઝની બાંયનું માપ લે છે ત્યારે બન્ને બાવડાના માપ  અલગ  અલગ આવેછે.તેજ રીતે બન્ને પગમાં પણ  ધારણ  ફેર હોય  છે. એટલે  તૈયાર  ચંપલમાં એવું   ફિટિંગ તો મળે  જ  નહીં,  છતાં  ચાલે છે. એક પગ બીજા  કરતાં સહેજ  લાંબો  હોય છ ેતેથી  લાંબા માપ   પ્રમાણે  ચંપલ લેવી  અને  બન્ને  પગમાં  પહેરીને  કાનમાં  થોડું, ચાલીને  પછી  ચંપલ કે સેન્ડલ ખરીદવા. 

ફેરિયા પાસેથી લેવામાં  સસ્તુ  હોવા  સિવાય બીજા  ઘણા ગેરફાયદા દુકાનમાંથી ખરીદવાથી પાછળથી કોઈ   મુશ્કેલી   ઊભી  થાય તો  પાછા ચંપલ બદલી  શકાયછે. રિપેર કરાવી શકાય છે. ફરિયાદનો   ઉકેલ  આવે  છે. ઉપરાંત  દુકાનદાર ચંપલ  સાથે  પોતાની  ઈમેજ  પણ વેચતો હોય છે એટલે છેતરામણીના ેપ્રશ્ન નથી ગમે તેમ પણ આરામદાઈ   ચંપલ પહેરો  અને  પરેશાન  ન થાવ તે જરૂર જોજો.

Tags :