Get The App

ફોટો સ્ટોરી- ઝવેરીલાલ મહેતા

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
ફોટો સ્ટોરી-  ઝવેરીલાલ મહેતા 1 - image


ફિલ્મ ''મધર ઇન્ડિયા''નું ગીત, અગાઉ એક જમાનામાં વારંવાર રેડિયો પર સાંભળવા મળતું ''દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા'' મતલબ કે જીવવું હોય તો ઝેર પણ પીવું પડે એવો એ ગીતનો અર્થ થતો હતો. બળબળતી અષાઢની બપોરે ન્ૈંખઈ વિષેની સ્ટોરી લેવા સુરેન્દ્રનગરના પાડોશી શહેર વઢવાણ શહેરમાં પહોંચી ગયો. કોરોના એની જાળમાં ભલભલાને કરોળીયાની જેમ ફસાવી રહ્યો હતો... છતાં વાસણ ઘડનારા કંસારાઓની એક લાંબી બજાર એક દુકાન સિવાય સૂમસામ હતી. આ જીવંત સ્ટોરીના અહીં દેખાતા પાત્ર રમાબેનની કરૂણ કથા હવે જ શરૂ થાય છે. 

એમના લગ્ન કંસારા સમાજના ખાનદાન મુરતિયા સાથે થઇને સંસારમાં એક દીકરો જન્મીને આ બે જણાના પરિવારને પ્રસન્ન રાખતો હતો. પરંતુ કુદરતને કેમ ઇર્ષા આવી હશે તે આ યુવાન પુત્રને કેન્સર થતાં સુખમય દિવસો પસાર કરતા દંપતિ પર આભ ફાટી પડયું. દીકરો જે ટેકો બનીને વાસણોના ધંધામાં ઉપયોગી થયો હતો.. સમય જતાં પતિ જે વાસણોનો ખાસ કારીગર હતો અને ખૂબ મહેનત કરીને એમનો દીકરા વગરનો સંસાર લંગડા માનવીની ચાલ જેવો માંડમાંડ ચલાવતો હતો. પણ મજૂરીનું કામ ઓછું થવા લાગ્યુ પરિણામે આવકમાં ખાડો પડીને આ બે જણાને ઉપાધિમાં ડૂબાડી દેતો હતો.

સમય જતાં મુખ્ય કારીગર જેવો આ રમાબેનનો પતિ જ બિમાર પડીને પથારીવશ થતા એની પત્ની પતિની પથારી પાસે બેસીને એમના માર્ગદર્શન હેઠળ દિવસ-રાત વાસણો ઘડવા એનું શિક્ષણ મેળવવા માંડી. દરમિયાન આ મહિલાના કિસ્મતની પણ કસોટી કરવા એના પતિને પણ કુદરતે સ્વર્ગસ્થ કરી પડાવી લેતા ઘરમાં હવે એકાકિ બનીને આ દુઃખી મહિલા હિંમત હાર્યા વિના પતિએ વાસણો પર થતાં ઘડતરની જે તાલીમ પત્નીને આપેલી એને મહેનત દ્વારા ગ્રાહકોના જે ઓર્ડર મળતા તે દ્વારા એનું ગાડુ ચાલવા માંડયું. જિંદગીમાં એકલી જ. કોઇ સગા-વ્હાલાં નહિ- કોઇ હિંમત આપનારૂ નહિ છતાં આ ભાડાની દુકાનમાં સવારે ઘરકામ પતાવી કામ પર બેસી જતી. સાવ એકલી.

જાણે એના ભાગ્યમાં હથોડાના ઘા પડતા હોય એમ ત્રાંબાના ઘડાઓ પર ઘડતર કરવા બેસીને સમાજને ઊંચો બોધપાઠ આપી રહી છે કે જિંદગીમાં ગમે તેટલી આફત આવે તો પણ હિંમત હાર્યા વિના જીવનનું ઘડતર ચાલુ જ રાખો. આ દ્રષ્યનું પાત્ર આપણને સહુને સંદેશો આપી રહ્યું છે કે ભલે કોરોના કાળો કેર વર્તાવતો હોય પરંતુ ઇશ્વરના આશિર્વાદથી મને વાસણોના ઘડતરના કામમાં પૂરા પૈસા મળી રહે છે. આમાં મને કોરોના પણ હેરાન કરતો નથી. એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. ધંધો જામી ગયો દરમિયાન પતિનું અવસાન થતાં હું એકલી જ રહી. પણ આ હથોડીના ટંકારની સોબતમાં હું એકલી કદિ પડી નથી. એવો મને ભાસ થાય છે.

Tags :