આયુર્વેદમાં દર્શાવેલ ત્રિદોષવાદ વાયુ, પિત્ત અને કફ શું છે?
- ગતિ, જ્ઞાાન, પ્રાપ્તિ, ઉત્સાહ વગેરે વાત ઉપર નિર્ભર છે. આમા આજની આખી 'નર્વસ સિસ્ટમ'નો સમાવેશ થઇ જાય છે
આ પણું શરીર પંચભૌતિકની રચના છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ આ પંચમહાભૂતો છે. એટલે શરીરમાં રહેલા વાયુ, પિત્ત, કફ, પણ પંચભૌતિક છે. આ શરીરમાં જ ઉત્પન્ન થનારા દ્રવ્ય છે.
વાયુ : વા ગતિ ગન્ધયો થી વાત શબ્દ આવેલો છે.
અર્થાત્ : ગતિ, જ્ઞાાન, પ્રાપ્તિ, ઉત્સાહ વગેરે વાત ઉપર નિર્ભર છે. આમા આજની આખી 'નર્વસ સિસ્ટમ'નો સમાવેશ થઇ જાય છે. ઉત્સાહથી માનસિક ભાવનો ઉદ્દીપક પણ વાયુ જ છે. ટૂંકમાં શરીરમાં થતી તમામ ક્રિયાઓ વાત ઉપર નિર્ભર છે. કેટલાક 'વાત'ને નર્વસ સિસ્ટમ માને છે. પરંતુ તેમ નથી. પરંતુ તેમાં થતી ક્રિયાઓ 'નર્વસ ઇમ્પલ્સ' જન્માવનાર સુક્ષ્મ તથા અદ્રશ્ય તરીકેનો ગુણ તે વાત છે.
આ ક્રિયાવાન વાત નાં આયુર્વેદે પાંચ પ્રકારો વર્ણવેલા છે (૧) પ્રાણ (૨) ઉદાન (૩) સમાન (૪) અપાન અને (૫) વ્યાન. ભગવત્ ગીતામાં પ્રાણ અપાનની શક્તિને ઇશ્વરની શક્તિ ગણાવી શરીરનું સંચાલન કરનાર શક્તિ કહેલ છે.
વાત : (૧) પ્રાણવાયુના કાર્યો : માનસ વ્યાપક, ઇન્દ્રિયો વ્યાપાર રસ રક્ત સંવહન આનું સ્થાન શિર (મસ્તિષ્ક-મ્ચિૈહ) સ્વતંત્ર નાડી સંસ્થાનની શુંખલા (Cervical ganglia of autonomic nervous system) ગણવામાં આવે છે.
(૨) ઉદાન વાયુ : આનું સ્થાન નાભિ-છાતી તથા કંઠ કે વાણી નો પ્રવર્તક આ વાયુ છે.
(૩) સમાન વાયુ : ઉદર-પેટની નાડી શુંખલા (Superior mesentric glia) માં રહીને અન્નને પચાવે છે એમાંથી મળને તથા પોષક તત્ત્વોને જુદા કરે છે. આહારમાંથી રસ રક્તાદિ ધાતુમાં રૂપાંતરણ કરી હૃદય તરફ પહોંચાડવાનું કાર્ય કરે છે.
(૪) અપાનવાયુ : વૃષણ શિશ્ન બ્લેડર (પેશાબની કોથળી) નાભિ-ઉરોભાગ, ગુદા તથા આંતરડાની ક્રિયાઓ આના વડે થાય છે. મળ, મુત્ર, શુક્ર, આર્તવ, ગર્ભને ધારણ કરવાનું બહાર કાઢવાનું અગત્યનું કાર્ય Inferior mesentric ganglia માં રહીને કરે છે.
(૫) વ્યાન વાયુ : હૃદયમાં રહે છે અને સકલ શરીરનું સંચાલન કરે છે. એના ત્રણ કાર્યો બજાવે છે. અ - રસસંવહન વ્યાપાર (Vasomotor Function) બ - ચેપ્ટા વ્યાપાર (Motor Function) ક - સંજ્ઞાા વ્યાપાર (Sensory Function)
પિત : તવ સંતાપે ઉપરથી પિત્ત શબ્દ ઉત્પન્ન થયો છે. શરીરનાં પ્રત્યેક આગ્નેય કર્મો પાક કે રસાયણિક પરિવર્તન પિત્તથી જ થાય છે. પિત્તને જ કાયાગ્નિ માનવામાં આવેલ છે. શરીરની અંદર વિવિધ સ્ત્રાવોમાં નિકળતા પાચકરસો Enzyms તથા અંત:સ્ત્રાવો Hormones અને રંજક પદાર્થો આ બધા પિત્તનાં જ રૂપો છે. જઠરાગ્નિ પંચભૂતાગ્નિ ધાતુઓનાં ધાત્વાગ્નિ આ તમામ કાર્યો પિત્તમાં જ આવી જાય છે. આ પિત્તનાં પણ પાંચ પ્રકારો છે (૧) પાચક પિત્ત (૨) રંજક પિત્ત (૩) આલોચક પિત (૪) સાધક પિત્ત અને (૫) ભ્રાજક પિત્ત (૧) પાચક પિત્ત : આહારનું ખાધેલા ખોરાકનું પાચન કરનાર જઠરાગ્નિ, શરીરની લોહી, માંસ, રસ, વિગેરે ધાતુઓનું પાચન કરનાર (ધાત્વાગ્નિ) ટૂંકમાં પાચનક્રિયામાં ભાગ ભજવનારાં એન્ઝાઈમ્સ આમાં આવી જાય છે.
(૨) રંજકપિત્ત : લોહીને રંગઆપનાર રક્તરંજક દ્રવ્ય Haemopoetic principની જે લિવરમાં જોવા મળે છે.
(૩) આલોચક પિત્ત : આંખમાં રૂપ ગ્રહણ કરનાર વત્સુઓને જોવાની શક્તિ Rhodopsin એ આલોચક પિત્ત કરે છે.
(૪) સાધક પિત્ત : શરીરને અંદર ભય, ક્રોધ, વગેરે આવેશો માટે સાધકપિત્ત જવાબદાર છે. શરીરમાં નિકળતા અનેક અન્ત:સ્ત્રવો (હોર્મોન્સ) આ પિત્તથી જ થાય છે. એનું સ્થાન હૃદય છે. કારણ કે શરીરના વિવિધ ભાગોથી ઉત્પન્ન થતા હોર્મોન્સ લોહી દ્વારા હૃદયમાં આવે છે અને અહીંથી જ પછી એનો ઉપયોગ કરવામાં આવે છે.
(૫) ભ્રાજક પિત્ત : ચામડી ઉપર માલિશ કરતાં સ્નેહ દ્રવ્યોનું શોષણ કરનાર આ જ પિત્ત છે. તાપ અને ત્વચાની પ્રભાનો નિયંત્રક પણ છે. ચામડીમાં રહેલ મેલેમીન સ્વેદ (પરસેવો) તથા સ્નેહ ગ્રંથિઓનું એન્જાઇમ્સ આ જ છે.
કફ : કેન જલેન ફલતિ વર્ધતિ ઇતિ કફ : । ક એટલે જળ જળથી કે જળનાં ભાવોથી વધતો દોષ તે કફ છે. શરીરના પરસ્પર વિઘટીત પરમાણુઓનું સંશ્લેષણ (Synthesis) કફ (શ્લેષ્મા) દ્વારા થા યછે. શરીરની વૃધ્ધિ બંધારણ કફને આધારે થાય છે. શરીરની તમામ શ્લેષ્મકલાઓ (Macus membranes) ઉદકઘર આવરણો (Serous membranes) તથા સ્ત્રાવ ગ્રંથિઓ (Secretary atands) આ તમામ કફમાં અંતર્ગત સમાઇ જાય છે. આના પણ પાંચ પ્રકાર છે. (૧) ક્લેદક (૨) બોધક (૩) તર્પક (૪) શ્લેષક અને (૫) અવલમ્બક.
(૧) ક્લેદક કફ : હોજરી અને નાના આંતરડાની અંદરની દિવાલોમાંથી થતો સ્ત્રાવ તથા ટાયેલીન નેપેપ્સીન નામના પાચક તત્ત્વ વગરનો લાલાસ્ત્રાવ એ ક્લેદ કફ છે.
(૨) બોધક કફ : મોઢુ જીભ તથા ગળા પ્રદેશની શ્લેષ્મિકકલાનો સ્ત્રાવ સ્વાદનું બોધ કરાવનાર બોધક કફ છે.
(૩) તર્પક કફ : આ મસ્તિષ્ક સુષુપ્તામાં સ્થિત તરણ (પ્રવાહિ) દ્રવ્ય(Cerebrospinal fluid) છે.
(૪) શ્લેષ કફ : હાડકાઓમાં રહેલ શ્લેષ્મકલાનો સ્ત્રાવ (Synovial secretion)
(૫) અવલમ્બક કફ : આ હૃદયમાં રહે છે. પોતાની શક્તિથી હૃદયનું અવલંબન કરે છે. તમામ કફ સ્થાનોનું આજ પોષણ કરે છે. કરોડનાં ત્રિકાસ્થિ તથા મન આત્મા અને શરીરના સમવાય રૂપ કર્મપુરુષ (માનવજીવીત શરીરનું સંચાલન કરે છે. અને લોહી રસધાતુ (plasma) નું પોષણ કરે છે.
આવી રીતે આ ત્રણ જ મહાશક્તિઓ શરીરનાં દરેક વ્યાપારો ચલાવે છે. સકલ શરીરની ક્રિયાઓ સમજવા આ ત્રણ નાના શબ્દો યોજીને આયુર્વેદે કેટલી ઝંઝટ ઓછી કરી નાખી છે. એ વિદ્વાનોને સમજાશે. આધુનિક યુગનો શરીરક્રિયાનો ધર્મ પૃથક્કરણ છહચનઅજૈજ છે. વાયુ, પિત્ત અને કફ આ ત્રણ દોષ જ સમાન અવસ્થામાં રહેતો શરીરનાં તમામ કાર્યો બરાબર ચાલ્યા કરે છે અને તે ઓછા વત્તા (વિકૃત) થાય તો રોગો ઉત્પન્ન કરે છે. ભલે જીવાણુવાદ રોગોનાં કારણોમાં ગણાય પરંતુ તે જ્યાં સુધી શરીરના આ ત્રણ દોષોને વિકૃત કરતા નથી ત્યાં સુધી શરીરમાં રોગો ઉત્પન્ન થતા જ નથી. રોગનાં જીવાણું એ બહારનું કારણ છે. જ્યારે દોષોની વિકૃતિ એ શરીરની અંદરની પેથોલોજી છે. જેમ ચંદ્ર, સૂર્ય અને પવન પૃથ્વિનાં નિયંત્રણમાં કારણભૂત છે. તેમ શરીરમાં વાયુ, પિત્ત અને કફ શરીરને ધારણ કરવામાં મુખ્ય કારણભૂત છે. જ્યાં સુધી શરીરમાં આ ત્રણેય દોષોમાંથી કોઈ વિકૃત થતા નથી ત્યાં સુધી શરીરમાં રોગો થતા નથી.
विर्सग आदन विक्षेपैं
सोम सुर्य अनिला यथा ।
धारयन्तिजगद्, देहे
कफ पित्त अनिलां तथा ।।
(सुश्रुत सूत्र ૨૧/૮)
આ જગતમાં સુર્ય, ચંદ્ર, વાયુ તથા શરીરમાં વાયુ પિત્ત કફ સમાન રહે તેવી ધન્વન્તરિ ભગવાનને પ્રાર્થના સાથે.
- ઉમાકાન્ત જે. જોષી