Get The App

ચકડોળની જેમ ચકરાવતો રોગ ચક્કર

Updated: Apr 6th, 2021

GS TEAM

Google News
Google News
ચકડોળની જેમ ચકરાવતો રોગ ચક્કર 1 - image


- મગજમાં રહેલી આઠમી નાડી અર્થાત શ્રુતિનાડી ફીજૌમેનચિ હીપિી જઅજાીસમાં વિકૃતિ થવાથી આ રોગ થાય છે

આ યુર્વેદમાં ચક્કર આવવાનાં રોગને જેમાં ચકડોળે બેઠા હોય, તેવું મગજમાં ચક્રની જેમ ભમતું હોય તેવું લાગે તેવા રોગને 'ભ્રમ' -  Geedines અથવા Vertigo નામનો રોગ કહેલો છે. ઘણાંને પર્વત ચઢતા હોય ત્યારે, કેટલાકને મુસાફરી કરતી વખતે, કેટલાકને ચકડોળે બેસતા, કેટલાકને મોટા હિંચકા ખાતા સમયે આવા ચક્કર આવે છે.

રજોગુણ, પિત્તથી તથા વાયુની વિકૃતિથી આ રોગ થાય છે જે રોગમાં રોગીનું શરીર-માથુ ચાકડાની માફક ભમે છે અને ચક્કર આવીને વારંવાર જમીન ઉપર પડે છે. આ રોગમાં શિર-માથુ અને બધુ જ ફરતુ હોય તેવુ લાગે છે : Vertigo નામથી આરોગ પ્રખ્યાત છે. મગજમાં રહેલી આઠમી નાડી અર્થાત શ્રૂતિનાડી ફીજૌમેનચિ Vestibular nerve system માં વિકૃતિ થવાથી આ રોગ થાય છે.

કારણોમાં : (૧) મસ્તિષ્કમાં રહેલ પ્રવાહિના તરંગોની વિકૃતિ (૨) મસ્તિષ્કને મળતા પોષણનો અભાવ (૩) કાનનાં અંતકર્ણની નસની વિકૃતિ (૪) ભૂખ-ઉપવાસ-અપૂરતું પોષણ (૫) મગજમાં ગાંઠ થવી કે વાગવાથી (૬) ડોકનાં મણકાની ગાદીમાં સોજો થવાથી (૭) અણગમતા પદાર્થો સુંઘવાથી જોવાથી (૮) માથુ ફરે તેવા વાહનો, ચકડોળમાં બેસવાથી (૯) પર્વત ઉપર કે ઉંચાઈ પર જવાથી ઉંચુ સતત જોવાથી (૧૦) લોહીનું દબાણ વધુ થવાથી કે ઘટી જવાથી (૧૧) લોહીમાં સુગરનું પ્રમાણ વધવાથી કે ઘટવાથી (૧૨) શરીરમાં લોહીની ઉણપ થવાથી. (૧૩) મગજની લોહીની નળીયો કઠણ થવાથી (૧૪) દારૂ, સિગારેટ, બીડી, તમાકુનાં વધુ પડતા વ્યસનથી (૧૫) અતિશય તિખા કડવા ગરમપદાર્થો ગરમ મસાલાવાળો ખોરાક લેવો પણ આ રોગ થવાનું કારણ બને છે. (૧૬) વધુ પડતુ ચાલવાથી, વધુ પડતી કસરત કરવાથી, ઓશિકુ બહુ મોટું ને ઉંચું રાખી સુવાની ટેવથી (૧૭) માથામાં કે ડોકમાં વાગવાથી (૧૮) માનસિક આઘાત, અતિશય ચિંતા-ક્રોધ-આવેશ વિગેરે કારણોથી પણ ચક્કર આવે છે.

આમાં લોહીની તપાસ, મગજની તપાસ, બ્લડ પ્રેસરની તપાસ કરાવવી જોઇએ.

ઉપચારો : (૧) ઓશિકું પાતળું રાખીને સુવું જોઇએ. (૨) ઔષધમાં બ્રાહ્મિચૂર્ણ, શંખપુષ્પિ ચૂર્ણ ને ૧-૧ ચમચી સારસ્વત્યારિષ્ટ ૧/૪ કપ લઇ સાથે પીવું. (૩) બ્રાહ્મિવટી, બેન્ટોની ગોળી ચોળી ૨ વાર દુધ સાથે પીવી જોઇએ. (૪) બ્લડપ્રેસરવાળા દરદીએ સર્પગંધાનુ ચૂર્ણ ૦। (પા) ચમચી અને બહેડાનું ચૂર્ણ મિશ્રણ કરી મધ સાથે બે વાર ચાટી જવું. (૫) કાનની તકલીફથી ચક્કર આવતા હોય તો તેણે સારિવાદિ વટી ચોળી ૨ વાર ૩ મહિના સુધી લેવી. (૬) માથામાં તાળવે બ્રાહ્મિ તૈલ કે ચંદન તૈલ ઘસવું (૭) નબળાઈ, લોહીની ઉણપવાળા, દરદીએ શતાવરી ચૂર્ણ સાકરવાળા દૂધ સાથે લેવું અને ધાત્રી રસાયણ કે લોહભસ્મ ૨ રતિ અભ્રકભસ્મ ૨ રિત મેળવીને ઘી સાથે ચાટી જવી જોઇએ. (૮) અશ્વગંધારિષ્ટ દશમૂલારિષ્ટ કે દ્રાક્ષારિષ્ટમાંથી કોઈ એક ત્રણ ચમચી જેટલો ૩ વાર પાણી સાથે લેવો. (૯) જરૂરી રીપોર્ટ કઢાવવા નિષ્ણાંત વૈદ્ય કે ફીજીશ્યનને બતાવી તપાસ કરાવવી જોઇએ. (૧૦) વધુ પડતા ઉપવાસ એકટાણા, વધુ પડતુ ચાલવુ કે કસરતો છોડવા જોઇએ. (૧૧) હિતકારી અને માપસરનો પોષણયુક્ત આહાર જીવન અને સાદાઈ તથા માપસરનો વ્યાયામ એ આના શ્રેષ્ઠ તથા નિયમિત જીવન એ દરેક ચિકિત્સા પધ્ધતિનાં સર્વમાન્ય ઉપચારો છે. (૧૨) બીડી, સિગારેટ, તમાકુ, દારૂ, ચરસ વગેરે વ્યસનોને છોડવા જરૂરી છે. (૧૩) પ્રાણાયામ, ધ્યાન, આના સર્વોત્તમ ઉપચારો છે. ચિંતા, ક્રોધ, રાગ-દ્વેષ, ઉશ્કેરાટવાળો સ્વભાવ છોડી શાંત અને સંતોષી જીવન જીવવું જોઇએ.

- ઉમાકાન્ત જે. જોષી

Tags :