Get The App

વનસ્પતિથી મધુપ્રમેહની સારવાર

Updated: Apr 6th, 2021

GS TEAM

Google News
Google News
વનસ્પતિથી મધુપ્રમેહની સારવાર 1 - image


- ભણતર વધ્યુ, વિજ્ઞાાને પ્રગતિ કરી, આરોગ્યની સમજ વધી, ડૉક્ટરો વધ્યા, રોગ થતો  અટકાવવાના જ્ઞાાનનો  પ્રચાર થયો છતાં  મધુપ્રમેહ વધતો કેમ જાય છે?

દિ નપ્રતિદિન મધુપ્રમેહ કાબુમાં આવવાને બદલે વધતો કેમ જાય છે ? એનો જવાબ હજારો વર્ષ પહેલા આયુર્વેદમાં આપેલ છે. 

મધુપ્રમેહ થવાના સ્પષ્ટ કારણો પંડિત માધવ અને ચરકે આપ્યા છે. વધારે પડતા પૌષ્ટિક ખોરાક સાથે વૈભવી જીવન જીવવું એક મહત્ત્વનું કારણ છે. બીજું મહત્ત્વનું કારણ છે શારીરિક શ્રમનો અભાવ, ત્રીજું કારણ વારસામાં મળતો મધુપ્રમેહ છે. મધુપ્રમેહીના સંતાનોને વારસામાં મધુપ્રમેહ થવાની પૂરી શક્યતા રહે છે. ચોથું કારણ શરીરને પૂરતું પોષણ ન મળે એટલે વાતપ્રકોપ થાય છે. જેથી મધુપ્રમેહ ગરીબોમાં પણ થાય છે. આ વાતની ખબર આધુનિકોને થોડાં વર્ષો પહેલાં પડી.

ઇન્સ્યુલીનથી મધુપ્રમેહ કાબુમાં રહે છે પણ દરેક ઔષધને કંઈ ને કંઈ સાઈડ-ઈફેક્ટ રહેવાથી લોકો આયુર્વેદ પાસે  ઔષધોની આશા રાખે છે.

આયુર્વેદમાં મધુપ્રમેહ વિષે સુંદર જ્ઞાાન હતું અને ચિકિત્સા પણ હતી, પણ કાળક્રમે એમાંથી ઘણું નાશ પામ્યું. સ્વરાજ આવ્યા પછી આયુર્વેદ ક્ષેત્રે સારૂં એવું સંશોધન થયું છે.

જુવેલાઈન એટલે બાળકો અને સગીર વયનાને થતો ડાયાબીટીસ. આ પ્રકારના આયુર્વેદમાં અસરકાર ઔષધો હજુ સુધી એમને જોવા મળ્યા નથી. બીજા પ્રકાર માટે શાસ્ત્રીય યોગો ઘણાં છે અને એનો પ્રચાર પણ સારો એવો છે.

આ ઉપરાંત એક સંત પાસેથી એક યોગ મળ્યો છે. જે મધુપ્રમેહીના હિતાર્થે અહીં રજુ કરવામાં આવે છે. જરૂર હોય તે અજમાવી શકે છે. જરૂર લાગે તો ચિકિત્સકની સલાહ લઈ પણ અજમાવી શકે છે.

છાંયે સુકવેલ જાંબુડીના પાન ૧૫ તોલા, ગોરખમુંડીનું પંચાંગ ૧૫ તોલા, સીતાફળીના પાન ૧૦ તોલા, આંબાના પાન ૧૦ તોલા અને આવળના ફૂલ ૧૦ તોલા લઈ બધાને મેળવી બારીકચૂર્ણ બનાવવું, એમાંથી ૨ તોલા ચૂર્ણને દસ તોલા પાણીમાં રાત્રે પલાળવું. સવારે ઉકાળવું. ઉકાળતી વખતે વરાળ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું. ઉકાળતા પાંચ તોલા પાણી બાળી રહે એટલે નીચે ઉતારી ઠંડુ થયે ગાળીને પીવું.

આ પ્રયોગ ચાલુ હોય એ દરમ્યાન શક્ય હોય તો પેશાબનો ટેસ્ટ ઘેર રોજ કરવો. જેથી ખાંડ ઘટે છે કે નહીં તેનો ખ્યાલ આવે. શરીરમાં ખાંડ ઘટતી જાય એમ બીજા ઔષધો ચાલુ હોય તે ધીમે ધીમે ઓછા કરતાં જવા.

જે દર્દી ઇન્સ્યુલીન પર હોય કે, સાથે બીજા કોઈ ઉપદ્રવોથી ઘેરાયેલા હોય તેઓએ ચિકિત્સકની સલાહ લઈને આગળ વધવું.

ખાંડનું પ્રમાણ અંગ્રેજી દવા લેવા છતાં ૨૦૦ થી ૩૦૦ એમ.જી. રહેતું હોય તો ઉપરના પ્રયોગ સાથે અહીં આપેલ ચૂર્ણ જમ્યા પછી ૩ થી ૬ ગ્રામ વાપરવું. જાંબુબીજ ૧૫૦ ગ્રામ, ગળો ૧૦૦ ગ્રામ, આમળાં ૧૦૦ ગ્રામ, મેથી ૧૦૦ ગ્રામ, અને હળદર ૧૦૦ ગ્રામ લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. ઉપર આપેલ કવાથ સવારે લેવો અને જમ્યા પછી ચૂર્ણ વાપરવું, જરૂર જણાય તો ચિકિત્સકની સલાહ લેવી.

આ પ્રમાણે પ્રયોગ ચાલુ રાખવો. બીજા કોઈ ઔષધો લેતા હોય તો ધીમે ધીમે ઓછા કરતાં જવા, ખાંડ અને ગળ્યા પદાર્થો બંધ કરવા, શ્રમ થઈ શકે એટલો કરવો.

ચાલવાથી વિશેષ ફાયદો થાય છે. માનસિક તનાવ હોય તો એમાંથી મુક્ત થવા માટે યોગ્ય પ્રયત્ન કરવો કે ધાર્મિક બનવું. અહીં આપેલ યોગથી મધુપ્રમેહ તો કાબુમાં રહે છે. સાથે સાથે હૃદય, મૂત્રવહ સંસ્થાન, પાચન સંસ્થાન, લીવર, પેનકિયાઝ વગેરેને પણ તંદુરસ્ત બનાવે છે અને નવા કોઈ રોગના આક્રમણનો સામનો કરી શકે એટલાં મજબૂત બનાવે છે.  

Tags :