Get The App

શ્રિન્કફ્લેશન : ભાવ ન વધારવો ૫ડે એટલે કદમાં ઘટાડો

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
શ્રિન્કફ્લેશન : ભાવ ન વધારવો ૫ડે એટલે કદમાં ઘટાડો 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જો પેકીંગ બદલાય તો આપણને ખબર પડે પણ જો કદ થોડું ઘટે તો નજરે ચઢતા વાર લાગે છે.

- બારી પાસે જો નથી કાતર તો શેનાથી

 એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે

- કુલદીપ કારિયા

આ કોની કાતર છે કે ચોકલેટ કદ મુજબ વેંતરાઈ ગઈ. બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન' અનુસાર ૩૬૦ ગ્રામ ટોબલેરોન ચોકલેટ બાર હવે ૩૪૦ ગ્રામનો થઈ ગયો છે. એ જ રીતે માર્સ સેલિબ્રેશન ૫૫૦ ગ્રામમાંથી ૫૦૦ ગ્રામ થઈ ચૂકી છે. ઓરેન્જ ક્રન્ચની સિંગલ ચોકલેટ ૯.૦૬ ગ્રામમાંથી ૮.૭૨ ગ્રામ થઈ ગઈ છે. આફ્રિકાના ઘાના અને આઈવરી કોસ્ટ દેશોમાં કોકાનો પાક ઘટયો છે, આ એની અસર છે. અને ક્રિસમસ ગિફ્ટમાં ચોકલેટ આપવાનો રિવાજ છે. સમાચારનું શીર્ષક હતું : શ્રિન્કફ્લેશન બાઈટ્સ એઝ ક્વોલિટી સેલિબ્રેશન લૂઝ વેઈટ. ઉજવણીના માધ્યમ ચોકલેટનું વજન ઘટયું. અહીં બાઈટ (મ્ૈાી) શબ્દના બે અર્થ છે એક તો ખાવા માટે ચાવવું અને બીજો અર્થ છે અસંતોષકારક કે ખરાબ. શ્રિન્કફ્લેશન (જીરિૈહંકનર્ચૌહ) બાઈટ કરશે. બટકું ભરશે !

તહેવારોની ઉજવણીમાં મીઠાશનું વજન હવે એ નહીં રહે. શ્રિન્કફ્લેશન એટલે ?

'શ્રિન્કફ્લેશન' અર્થશાસ્ત્રનો શબ્દ છે. અમેરિકન અર્થશાસ્ત્રી પિપ્પા માલ્મગ્રેન ધ્વારા આ શબ્દ સને ૨૦૦૯માં પહેલી વાર પ્રયોજાયો હતો. હવે તો મેરિયમ વેબ્સ્ટર, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ ડિક્સનરીઝ ધ્વારા અધિકૃત રીતે આ શબ્દ અપનાવી લેવાયો છે. શ્રિન્કફ્લેશન બે શબ્દોનું સંયોજન છે. 'શ્રિન્ક' એટલે સંકોચાવું, સિકુડાવું, કદ કે જથ્થામાં ઘટાડવું. અને બીજો શબ્દ છે 'ઈન્ફલેશન' એટલે ફુગાવો. અર્થશાસ્ત્રમાં, ફુગવો એ નાણાંની દ્રષ્ટિએ માલ અને સેવાઓના સરેરાશ ભાવમાં વધારો છે. આ વધારો ભાવ સૂચકાંકનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જે સામાન્ય રીતે ગ્રાહક ભાવ સૂચકાંક છે. જ્યારે સામાન્ય ભાવ સ્તર વધે છે, ત્યારે ચલણનો દરેક એકમ ઓછો માલ અને ઓછી સેવાઓ ખરીદે છે ; પરિણામે, ફુગાવો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડાને. અનુરૂપ થઈ જાય છે. કોકાનો પાક ઓછો થયો છે અને તહેવાર ટાણે ડિમાન્ડ તો વધે. અને એટલે ભાવ પણ વધે. પણ લોકોને અઘરું ન લાગે એટલે ચોકલેટ કંપનીઓ ભાવ એજ રાખે પણ બનાવટની સાઈઝ ઘટાડી નાખે. આપણી બનાવટ કરે, લો બોલો! આવી પ્રથા આમ તો દરેક પેકેજ્ડ ગૂડ્સ કન્ઝ્યુમર સેક્ટરમાં દરેક જગ્યાએ જોવા મળે પણ ખાલી પીણીનાં પેકેઝ્ડ ફૂડ અને બિવરેજમાં વધારે જોવા મળે. સલૂકાઈથી નફો રળી લેવો. ગ્રાહકને ખબર પણ ન પડે. કંપનીને ખબર છે કે ભાવ વધારીશુું તો ગ્રાહકો  ખરીદશે નહીં. એટલે ભાવ એજ રાખે પણ કદ થોડું માપસર ઘટાડે. ફૂગાવો માપવાના ભાવના સૂચકાંકને માપવો પણ અઘરો થઈ જાય કારણ કે ભાવ તો વધ્યો નથી. આપે કદી વિચાર્યું છે કે પારલે-જીનું નાનું પેકેટ વર્ષો પણ પછી પાંચ રૂપિયામાં જ કેમ મળે છે ? કારણ કે એનું કદ સંકોચાઈ ગયું છે. પહેલા ૧૦૦ ગ્રામ હતું. હવે ૫૫ ગ્રામ થઈ ગયું છે. આ શ્રિન્કફ્લેશન છે. જો કે ગ્રાહકને ખબર પડે, એને લાગે કે આ તો ચીટિંગ છે તો ગ્રાહક દૂર ભાગે, એમ પણ બને. પણ મોટા આપણને ખબર પડતી નથી. વળી આપણાં પૈકી ઘણાં બ્રાન્ડને વફાદાર છીએ. એ ભલે શ્રિન્કફ્લેશન કરે પણ અમે તો એજ લઈશું. આપણે મૂળમાં ભોળા માણસ છીએ. જો પેકીંગ બદલાય તો આપણને ખબર તો પડે પણ જો કદ થોડું ઘટે તો નજરે ચઢતા વાર લાગે છે.

આપણે શું કરવું ? ઓનલાઈન કે સ્ટોર્સમાં જઈને રૂબરૂ ખરીદી કરતી વખતે યુનિટ કિંમત જોવી. ૧૮૦ ગ્રામ કે ૩૨૦ ગ્રામ કે ૪૬૦ ગ્રામનું પેકેટ હોય તો ૧૦૦ ગ્રામનો ભાવ કેટલો થાય ઘણી કોમર્શિયલ વેબસાઈટસ ઉપર આવી વ્યવસ્થા પહેલેથી હોય જ છે. સરખામણી કરીએ તો ખબર પડે કે ભાવ ઓછો છે પણ માલ પણ તો ઓછો છે. આપણે જો કે આમ સ્વભાવે આળસુ છીએ. આવું અંકગણિત કોણ ગણે ? આ કંપનીવાળા પણ હોંશિયાર હોય છે. જ્યારે શ્રિન્કફ્લેશન કરવું હોય ત્યારે પેકેટની ડિઝાઈન જ બદલી નાખે. આપણને યાદ ન રહે કે જૂનું પેકેટ કેટલાં ગ્રામનું હતું. આજકાલ જો કે સોશિયલ મીડિયા ઉપર સાચો ખોટો પ્રચાર પ્રસાર ચાલતો હોય છે. ખ્યાલ આવી જાય કે ઓહો! આ માલનું વજન કે પ્રમાણ તો ઘટી ગયું છે. ભાવ ભલે એજ છે.

અમને અલબત્ત શ્રિન્કફ્લેશન ગમે છે. આ સઘળું કન્ફેન્સરી (ચોકલેટ,કેન્ડી,ટોફી, ગમીઝ,કેક, પેસ્ટ્રિ, ડોનટ્સ વિ.) કે એ ફ્રાઈડ સ્નેક્સ (વેફર્સ, ચિકન વિન્ગ, સ્પ્રિંગ રોલ્સ, આલૂ ભૂજિયા, મૂંગદાલ, ચનાદાલ વિ.) સ્વાસ્થ્ય માટે કાંઈ સારું તો નથી જ. ઠંડા પીણાં ઉર્ફે એરેટેડ વૉટરની તો વાત જવા દો. આ પ્રોસેસ્ડ ફૂડ પાછું ઘણું સ્વાદ તો વધે પણ એના પોષણ તત્વોની પત્તર ખંડાઇ જાય. બહારનું ખાઈએ એટલે એને બનાવનારના વિચારો પણ આપણને નુકસાન કરે! તબિયત બગાડે. હવે શ્રિન્કફ્લેશનના કારણે ચોકલેટનું કદ ઘટયું તો સારું થયું. તહેવાર ટાણે કોઈને ગિફ્ટ આપો અને એ ચોકલેટ વજનમાં ઓછી હોય તો એ ખાઈને ખાનારનું વજન પણ ઓછું વધે. સાથે સાથે એના સંતોષનું લેવલ એવું જ રહે. વધારે ખાવાથી કાંઈ વધારે આનંદ મળતો નથી. આફ્રિકામાં કોકાનો પાક સાવ ઘટી જાય અને ટોબલેરોન ચોકલેટ બાર ૩૪૦ ગ્રામમાંથી ૩૪ ગ્રામ થઇ જાય તો પણ ખાનારનો સંતોષ તો એટલે જ રહેશે. કદાચ એને થશે કે ઓહો! આ તો દુર્લભ છે. મારા નસીબ પાધરાં તે આ ચોકલેટ મને ખાવા મળી. આનંદ સમૂળગાનો વધશે. ઈતિ.

શબ્દ શેષ :

''લેસ ઈસ મોર!'' - મોડર્નિસ્ટ આર્કિટેક્ટ લુડવિગ વાન દેર