Get The App

સેલ્ફ-ગોલ : હાથના કર્યા હૈયે વાગ્યા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સેલ્ફ-ગોલ : હાથના કર્યા હૈયે વાગ્યા 1 - image


- શબ્દસંહિતા - પરેશ વ્યાસ

- સેલ્ફ-ગોલના કરનારને સામાન્ય રીતે લાગે કે આમ કરીશ તો ફાયદો થશે પણ થાય નુકસાન

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.                                                                                  - અમૃત ઘાયલ

'હા થે કરીને' એટલે સ્વેચ્છાએ અથવા ઇરાદાપૂર્વક. મઝાની ચાંદની રાત છે. એમાં સામે ચાલીને ઉદાસીને નિમંત્રણ આપ્યું. આ તો ગલત કામ થઈ ગયું. સેલ્ફ-ગોલ (Self-goal) થઈ ગયો! 'સેલ્ફ' એટલે આત્મ અને 'ગોલ' એટલે લક્ષ્ય પણ... એક મેટફર (રૂપક અલંકાર) તરીકે સેલ્ફ-ગોલનો અર્થ 'આત્મલક્ષ્ય' એવો થતો નથી. જુઓને, આમ પણ ઉદાસીને નોતરીને રાત અંધારી કરી લેવાનું લક્ષ્ય તો નહોતું, પણ.. પણ હવે ભોગવો આ અંધારપટને! આ શબ્દ સેલ્ફ-ગોલની આજે સંહિતા કરવી છે કારણ કે આ શબ્દ તાજા સમાચારમાં આવ્યો છે. 

શશી થરૂર કોંગ્રેસ પક્ષના ચાર ટર્મથી ચૂંટાતા સાંસદ પણ... પાર્ટીમાં તેઓની ખાસ ઉપજ નથી. ભાષા, સાહિત્ય અને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી)માં તેઓ માહિર છે પણ... સંસદમાં કોંગ્રેસ પક્ષ તરફથી અગ્રિમ વક્તાની યાદીમાં તેઓનું નામ નથી. તેઓના ઘેઘૂર ઝૂલ્ફા અને કાયમી સ્મિત સમેત ચહેરા ઉપર માનૂનીઓ ફિદા હોવાની પણ એક લોકવાયકા છે. ઓપરેશન સિંદૂર બાદ દુનિયાને સચ્ચાઈ કહેવા માટે જે સર્વ પક્ષીય સંસદીય દળ વિદેશ પ્રવાસ અર્થે ગયા એ પૈકી એક દળનું નેતૃત્વ તેઓને   સોંપવામાં આપ્યું. કોંગ્રેસને આ ના ગમ્યું. કોંગ્રેસના ઘણાં લોકોએ સોશિયલ મીડિયા ઉપર થરૂરની ટીકા કરી. જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ પોતાના સાપ્તાહિક વિડીયો બ્લોગ 'સ્ટ્રેટ બેટ'માં કહ્યું કે કોંગ્રેસની છાપ આનાથી ખરડાઇ. પરિવાર પહેલા અને દેશનું હિત પછી- એવી વાતથી કોંગ્રેસે શરમજનક સેલ્ફ-ગોલ (જીીનક-ય્ર્ચન) કર્યો. આમ તો એપ્રિલ મહિનામાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૬૦ દેશો સામે અરસપરસ ટેરિફની ઘોષણા કરી હતી ત્યારે ભારતની રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એ પગલાંને 'સેલ્ફ-ગોલ' કહ્યો હતો કારણ કે આવું પગલું ટૂંકા ગાળા માટે અમેરિકાની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે, એવું તેઓને લાગ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું હતું કે ભારત ઉપર એની અસર ખાસ નહીં થાય. આપણે આજે સમાચારનો શબ્દ સેલ્ફ-ગોલની વાત કરવી છે. 

સેલ્ફ-ગોલ અથવા ઓવ્ન ગોલ (ર્ંુહ ય્ર્ચન ) શબ્દ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ફૂટબોલ ખેલાડીઓ ખાસ કરીને ડીફેન્ડર્સ માટે સેલ્ફ-ગોલ એક ઓથાર છે. એક દુઃસ્વપ્ન. પ્રતિસ્પર્ધી ટીમના એટેકર્સનું આક્રમણ થાય ત્યારે ડીફેન્ડર્સ પોતાના ગોલકીપર સાથે રહીને, તેઓનો ગોલ ન થાય એ માટે ભરપૂર બચાવ કરે છે. ફૂટબોલને મેદાનની બહાર મોકલી દેવો અથવા તો પોતાના ગોલકીપરના હાથમાં મોકલી દેવો અને એ રીતે બચાવ કરવો. પણ ક્યારેક ગણતરીમાં ભૂલ થઈ જાય, ફૂટબોલ જ્યાં મોકલવો હતો ત્યાં ન જાય, પણ પોતાની જ ગોલપોસ્ટમા જતો રહે. અને આમ પોતાના કારણે પ્રતિસ્પર્ધી ટીમનો ગોલ ગણાઈ જાય. સામાન્ય રીતે આવી ભૂલ આકસ્મિક હોય છે. જો ભૂલ જાણી જોઈને થઈ હોય તો એ મેચ-ફિક્સિંગ ગણાઈ જાય. સેલ્ફ-ગોલ સ્વાભાવિક રીતે નુકસાનકારક નીવડે છે. ક્રિકેટની ભાષામાં 'હિટ વિકેટ'નો અર્થ પણ આ જ થાય. તાજેતરમાં પૂર્ણ થયેલી આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની કટોકટીની મેચમાં ગુજરાત ટાઈટન્સનો વિકેટકીપર બેટ્સમેન કુશલ મેન્ડિસ લેગ સાઇડમાં શૉટ મારવા ગયો ત્યારે એનો પગ લપસીને સ્ટંપને અડયો અને ગિલ્લી ગબડી. આકસ્મિક ભૂલ અને હિટ વિકેટ. તમે એને સેલ્ફ-ગોલ કહી શકો. જ્યારે સેલ્ફ-ગોલ શબ્દ એક રૂપક અલંકાર તરીકે સામાન્ય વપરાશમાં દાખલ થયો ત્યારે એનો અર્થ- એવું કોઈ પગલું કે જે પોતાને માટે અથવા તો પોતાના જૂથ માટે નુકસાનકારક સાબિત થયું હોય- એવો થયો. આ શબ્દ પોલિટિક્સ અને બિઝનેસમાં વપરાતો રહે છે. એક વ્યક્તિને કારણે રાજકીય પક્ષ કે સમગ્ર બિઝનેસને નુકસાન થાય ત્યારે આ શબ્દ વપરાય છે. આમ તો સેલ્ફ-ગોલના કરનારને સામાન્ય રીતે લાગે કે આમ કરીશ તો ફાયદો થશે પણ થાય નુકસાન. બળતણ માટે લાકડાને ફાડવા કુહાડીનો ઘા મારીએ પણ ભૂલમાં લાકડાની જગ્યાએ પોતાના પગ પર ઘા થઈ જાય. દેશી બોમ્બ બનાવનાર આતંકવાદીના હાથમાં જ બોમ્બ ફૂટી જાય તો એનો સેલ્ફ-ગોલ થઈ ગયો એવું કહી શકાય. કોઈ કંપનીના કર્મચારીઓ પગાર વધારા માટે અજુગતી માંગણી કરે, કંપનીને પોષાય નહીં, કંપની દેવાળું ફૂંકે અને સૌ કર્મચારીઓ બેકાર બની જાય, એ સેલ્ફ ગોલ. 

સેલ્ફ ગોલ વિષે એક મઝાની વાત એ છે કે જ્યારે ટીમ જીતતી હોય ત્યારે સેલ્ફ-ગોલથી થતાં નુકસાનની ખાસ નોંધ લેવાતી નથી. પણ ટીમ જો હારે તો દોષનો ટોપલો સેલ્ફ-ગોલના કરનાર પર ઢોળાતો હોય છે. વળી વાંક પોતાનો જ હોય તો અફસોસ પણ વધારે થાય છે. ભૂલમાં ભૂલ થઈ જાય છે. જીવન એક ભૂલભૂલામણી જ તો છે. પણ અહીં ભૂલને આપણે નોતરું આપીએ છીએ. દુઃખ એનું છે. એક જણ રોજ પોતાના બળદના શીંગડા જુએ. કેવા મઝાના ગોળ. વિચારે કે આમાં મારુ માથું નાંખીને જોઉં તો? અને એક દિવસ પોતાનું માથું નાંખે છે અને બળદ એને જે રીતે પછાડે છે.. સેલ્ફ-ગોલ ભૂલમાં પણ થાય અને સામે ચાલીને પણ થાય. અને પછી અનુભવ થાય અને વારંવાર થાય તો થાય ભવની ભવાઇ...

શબ્દ શેષ

'એક ભૂલ જ્યારે એકથી વધારે વાર થાય ત્યારે એ ભૂલ નહીં પણ ચોઈસ હોય છે'

- પાઓલો કોએલ્હો

Tags :