Get The App

આ શ્રાપ નથી, આ તો પેટમાં ઘુરકિયાં કરતી 'ભૂખ'નો અવાજ છે!!

Updated: Oct 3rd, 2023

GS TEAM

Google News
Google News
આ શ્રાપ નથી, આ તો પેટમાં ઘુરકિયાં કરતી 'ભૂખ'નો અવાજ છે!! 1 - image

- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- એ રાજકારણી નથી, પણ રાજકારણીઓને આંગળીના ટેરવે નચાવી શકે છે!!

અ જબ-ગજબનો ભિખારી છે એ. લાંબી દાઢી છે, ને એવી જ લાંબી મૂછો છે. બસ, ચાર રસ્તા આગળ ઊભો છે...હાથ લાંબા કરી કરીને ભીખ માંગે છે. ઠીક છે, ભિખારી તો ભીખ માગે જ ! પણ આ તો પાછો કાંક બબડે છે.

ત્યાં જ ચંપકલાલ શેઠની ગાડી ત્યાં થઇને નીકળી. હોસ્પીટલથી આવતા હતા. હોસ્પીટલમાં એમનાં પત્નીને દાખલ કર્યા હતા. આ તો શેહરના માલદાર શેઠનાં પત્ની ! એટલે સઘન સારવાર ચાલી રહી હતી. ડોક્ટરો, નર્સો અને નોકરો હાજરને હાજર ! શેઠે કહી દીધું હતું ઃ 'રૂપિયા ગમે તેટલા થાય પણ રંજના બચવી જોઇએ ! એને સાજી કરી નાંખો.'

બેય દીકરા હોસ્પીટલે જ હતા. તેમની વહુઓ પણ ત્યાં જ હતી. શેઠને કશુંક કામ હતું. હોટેલેથી ટિફિન લઇને ગાડીમાં ઘેર જઇ રહ્યા હતા !

મનમાં ચિંતા હતી !

શરીરમાં જાણે લોહી જ રહ્યું નહોતું. અશક્તિએ ભરડો લીધો હતો. ખવાતું નહોતું. અરે, બિસ્કીટ આપો તોય ખાઈ શકતી નહોતી ! હે મારા પ્રભુ, તું એને ઝટ સાજી કરી દેજે ! બાધાઓ રાખી હતી. માનતાઓ માની હતી ! ને પછી દીકરાઓને 'હું આવું છું, ઘેર એક મોટા વેપારી મળવા આવવાના છે. રસ્તામાંથી ટિફિન લઇ લઇશ. મળીને તરત જ પાછો આવું છું. તમે મારી ચિંતા ન કરતા !'

કાર, ટિફિન લીધા પછી ઘર તરફ વળી. ચાર રસ્તા પણ આવી ગયા ! લાંબી દાઢીવાળો ભિખારી વૃક્ષ નીચે હાથ લાંબો કરીને ઊભો હતો. કાર જોઇને તે બોલ્યો ઃ 'શેઠ, ખૂબ ભૂખ લાગી છે, ખાવાનું આપો!'

'ચલ હટ, ભિખારડા ! આઘો જા...'

'મને કશું આપતા નથી..પણ યાદ રાખજો, કાલે સાંજ સુધીમાં તમે આંસુના તળાવમાં નહાશો, તોય તમારી પત્ની પાછી નહીં આવે !'

'મને શ્રાપ આપે છે ?'

'ના ! આ શ્રાપ નથી, મારા પેટમાં પડેલી ભૂખનો આ અવાજ છે !'

'જા, જા, તારા જેવા ભિખારીઓ તો કૈંક જોઇ નાખ્યા...

- શેઠની કાર તો પાણીના રેલાની જેમ રેલાઈ ગઈ. ઘેર જવાની ઊતાવળ હતી ! મુંબઈથી શેઠ માનવરાય મળવા આવવાના હતા. મળીને જતા રહેવાના હતા. મુંબઈના મોટામાં મોટા શેઠ છે. એમની સંપત્તિનું ટોટલ લગાવવું હોય તો મીંડાય ખૂટી પડે ! બહુ મોટા શેઠ છે. રાજકીય રીતે વગદાર છે. અરે ખુદ વડાપ્રધાન મુંબઈ આવે તો એમને ત્યાં જ ભોજન લે છે. માનવરાય શેઠને કમાણીનો વરસાદ વરસાવતાં આવડે છે. મંત્રીશ્રીને  એક ફોન કરે, ને આવકનું નવું  બારણું ખુલી જાય ! 

એ કમાતા નથી, રૂપિયાનો પાક લણે છે ! સૌની સાથે ઘરોબો. ઇલેક્શનટાણે નાણાં કોથળી ખોલી નાખે ઃ લઇ જાવ ચૂંટણી ફંડ ! જીતી જાવ..ને અમને પાંચ પાંચ વરસ લગી ધનના વરસાદમાં નવડાવો !'

પક્ષ કોઇપણ હોય.

લઇ જાવ ફંડ.

જીતી બતાવો.

આ જ એમની રમત છે, પોતે રાજકારણી નથી, પણ રાજકારણીઓને તેઓ આંગળીના ટેરવે નચાવી શકે છે ! માનવરાય શેઠ આવ્યા. વાતો થઇ ! મજા આવી ગઈ ! કલદાર કમાવાની કી એમને શિખવાડતાં ગયા ! એક મોટો ઓર્ડર પણ આપતા ગયા !

પછી શેઠ માનવરાય તો ઊપડી ગયા !

ને ચંપકલાલ શેઠે ટિફિન ખોલીને જમી લીધું પછી તેઓ હોસ્પીટલે પાછા આવ્યા ! બીજો દિવસ પણ ઊગ્યો ! પેલા ભિખારીના શબ્દો એમને સતત ડંખ મારતા રહ્યા ! 'તમારી પત્ની પાછી નહીં આવે!'

બપોરે જરા આંખ મળી ગઈ શેઠની..ત્યાં જ અચાનક રડારોળ થઇ રહી ! એ ઊઠયા.

 પૂછાપૂછ કરી તો આંખો અશ્રુવર્ષા કરવા લાગી ગઈ ઃ એમનાં પત્ની રંજનાબહેને દેહ છોડી દીધો હતો.

પ્રાણ ચાલ્યા ગયા હતા!

પડછાયો રહી ગયો હતો !

અને એકાએક એમની આંખોમાં ચમકારો થયો. પેલા ભિખારીના શબ્દો યાદ આવી ગયા ઃ 'તમારી પત્ની પાછી નહિ આવે !'

અને પત્નીની અંતિમ ક્રિયા કર્યા પછી તેઓ સ્વસ્થ થઇને કાર લઇ બહાર નીકળ્યા. પેલા ભિક્ષુકને શોધવા માટે ! ઠેર ઠેર ફર્યા.

જુદા જુદા સ્થળે તપાસ કરી.

આખરે તે ભિખારી એક વૃક્ષ નીચે બેઠેલો મળી આવ્યો. કારમાંથી ઊતરી તેઓ ભિખારી પાસે આવ્યા ને બોલ્યા ઃ 'તારો શ્રાપ સાચો પડયો!'

'એટલે ?'

'મારી પત્ની હવે આ દુનિયામાં નથી.'

'એ શ્રાપ નહોતો !'

'તો ?'

'હા, ક્યારેક ભૂખનો અવાજ સાચો પડતો હોય છે !' હું  એવા શ્રાપ આપનારો માણસ નથી ! હું તો ભૂખ્યો ભિખારી છું ! પણ મારા શબ્દો સાચા પડે છે ત્યારે મને ખુબ દુઃખ થાય છે !

'લે, તારા માટે હું ટિફિન લાવ્યો છું. ખાઈ લે. ને મને કહે કે મારું હવે શું થશે !'

'કહું ?'

'હા, કહે.'

'આવતીકાલે તમારા ઘેર કોઇ ઓરત આવશે. એને અપનાવી લે જો. એ વિધવા હશે. એના પગલા તમે ખૂબ ખૂબ સુખી થશો.'

- ને એમ જ થયું !

- ચંપકલાલ શેઠ નવાં શેઠાણી માધવીબહેનને પૂછીને જ પગલાં ભરે છે ! સંપત્તિ વધી ગઈ. ધનવર્ષા થઇ રહી છે !