Get The App

માતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ (2)

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
માતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ (2) 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- એ સ્કૂલ પાડીને વારંવાર માતા શું કરે છે એ જોવા ગમે તે સમયે ઘેર આવી જતો 

(ગતાંકથી ચાલુ)

અં કિતનો ર્ંભઘ આ કારણે તો હતો જ એ વાત અંકિત કબૂલે છે પરંતુ બાળપણનાં ભૂલાઈ ન શકાય એવા કેટલાક ઘાવની ચર્ચા તેણે અંગત રીતે કરી. તે પાંચ-છ વર્ષનો હતો ત્યારે એક દિવસ તે સ્કૂલેથી વહેલો આવ્યો. ત્યારે તેના ઘરનું બારણું બંધ હતું. તેણે બારણું ખખડાવવાને બદલે આમતેમ તિરાડોમાંથી ઘરમાં જોયું. તેના ટેનામેન્ટ પ્રકારના ઘરમાં તેને માતાપિતાના બેડરૂમની અંદરના દ્રશ્યો પણ જોયા. માતા બેડરૂમમાં તેનાથી નાની ઉંમરના એક યુવાન સાથે બેઠી હતી. તે બંને શું કરતાં હતાં તે એ સમજી ન શક્યો પણ કેટલાક દ્રશ્યો અસ્પષ્ટરૂપે તેના મનમાં અંકિત થઇ ગયા હતાં. લગભગ ૩૦ મિનીટ સુધી આ પ્રકારનું નિરીક્ષણ કર્યા પછી તેણે બારણું ખખડાવી અને ઘર ખોલાવ્યું. મમ્મી એ ઘર ખોલ્યું તે સાથે જ બેડરૂમમાંથી પેલો પુરુષ બહાર નીકળ્યો ત્યારે મમ્મીએ એને કહ્યું 'અભી આપ જાઓ. મેરા લડકા સ્કૂલ સે આ ગયા હૈ, લેકિન આપ ફીર મીલના કુછ ઔર બાતેભી કરની રહ ગઈ હૈ.' એ પુરુષ ચાલ્યો ગયો અને બાળઅંકિતે માતા ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી. માતાએ તેને સમજાવતા એટલુંજ કહ્યું કે 'તું વિચારે છે એવું મેં કંઇજ કર્યું નથી. અમે બંને રૂમમાં વાતચીત કરતા હતાં'. પરંતુ તે દિવસથી અંકિતને માતા ઉપર એટલો બધો તિરસ્કાર થયો કે તેણે માતાનું મોઢું જોવાનું પણ બંધ કરી દીધું. અંકિત યાદ કરે છે કે ત્યાર પછી એ સ્કૂલ પાડીને વારંવાર માતા શું કરે છે એ જોવા ગમે તે સમયે ઘેર આવી જતો પરંતુ માતાને તે કોઈપણ રીતે રંગેહાથ પકડી શકતો નહતો.

પુત્રનાં આવા બદલાતા વર્તનને કારણે માતાએ એક દિવસ તેની જેઠાણીને ઘેર બોલાવી તેની હાજરીમાં પુત્રને સાચી વાત કહી. જે યુવાન સાથે તે ઘરમાં હતી તે યુવાનના જેઠાણી સાથે અનૈતિક સંબંધો હતાં અને આ સંબંધો ખુલ્લા ન પડી જાય તે માટે એ યુવાન જેઠાણીને બ્લેકમેલ કરતો હતો અને મોટી રકમ માંગતો હતો. અંકિતની માતાએ તેને સમજાવવા ઘેર બોલાવ્યો ત્યારે એ જોરથી રાડો પાડીને બોલતો હતો એટલે લોકો ન સાંભળી જાય એ માટે માતા ઘર બંધ કરી શાંત કરી અને બેડરૂમમાં લઇ ગઈ. ત્યાં એને ખૂબ સમજાવ્યો કે તે શા માટે કોઈની જિંદગી આમ બરબાદ કરવા માંગે છે. યુવાને આ વાત જાહેર ન કરવા બદલ માત્ર એકજ વાર ચોક્કસ રકમની માંગણી કરી. આ ચર્ચા ચાલતી હતી ત્યારેજ કદાચ પુત્ર ઘેર આવી ગયો હશે. અને તેણે જોયેલા દ્રશ્યોની તેના મન પર ભયાનક અસર પડી. માતાએ તેને જેઠાણીની હાજરીમાં સમજાવ્યું કે તે દિવસે બધીજ ચર્ચા થઇ ગઈ ન હોવાને કારણે તેણે તે યુવાનને ફરી બોલાવ્યો હતો અને એ વાત એણે પુત્રની હાજરીમાં જ કહી હતી.

માતાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી અને જેઠાણીએ પણ આ વાતની કબૂલાત કરી હતી. અંકિતના પિતા એના ભાઈનો સ્વભાવ જાણતા હતા એટલે તેમણે આ વાત અહીંજ પતાવી દીધી હતી અને પોતાની પત્નીને બધાની હાજરીમાં સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરી પેલા યુવકને સામ, દામ, દંડ અને ભેદથી સરખો કરવાની જવાબદારી માથે લીધી હતી.

બાળપણના આ ઘાવની વાત અંકિત ભૂલી ગયો હતો. અને માતાને પ્રેમ પણ કરતો અને તેનું કહ્યું બધુ જ કરતો પરંતુ ત્યારથી તેને ચોખ્ખાઈ અને સ્વચ્છતાની આદતો પડી ગઈ હતી. તરુણાવસ્થાના સમયે હોર્મોન સ્ત્રાવને કારણે તેને સેક્સ વિષે વિજાતીય ખેંચાણ અને સેક્સના વિચારો આવવાના શરુ થઇ ગયાં. એજ સમયે બાળપણનું પેલું દ્રશ્ય તેને યાદ આવ્યું અને તેના મને વિચાર્યું કે તેની માતા એક બદચલન અને ચાલુ ઓરત છે. ત્યારબાદ તેને માતાનાં સ્તન જોઇને ખરાબ વિચારો આવવા માંડયા એટલે તે તેને દુપટ્ટો પહેરાવવા માંડયો. અન્ય સ્ત્રીની સામે તે ક્યારેય આંખ મિલાવી જોઈ ન શકતો અને જો કોઈ સ્ત્રી સામે મળી જતી તો તેની નજર એ સ્ત્રીના સ્તન અને ગુપ્તાંગો પર જતી. આ વિચારોથી અકળાઈને તે પોતાની જાતને ખૂબજ કોસતો, અપરાધભાવ અનુભવતો, તેનું વાંચવામાં મન ન લાગતું અને આ બધા વિચારો માતાનાં બાળપણમાં જોયેલા કહેવાતા બદચલન વર્તનને કારણે હતાં એવું મનમાં નક્કી કરી એ માતા સાથે ઝઘડતો. 

અંકિત તેની માતા અને પિતા તથા નાના ભાઈ સાથે ચર્ચા કર્યા પછી અંકિતનું નિદાન ડીલ્યુઝન્સ ઓફ મધર્સ  ઇનફીડાલીટી (Dilusions of Mother's Infidelity) ન કરીને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડર કરાયું અને તેની માતા સાથેના આ વર્તનને (રિલેશનશીપ ઓસીડી) નો એક ભાગ સમજી તેની યોગ્ય અને ઘનિષ્ટ સારવાર કરાઈ. ત્રણ મહિનાની સારવારને અંતે અંકિતનું સેક્સ અંગેનું ઓવરથીંકીંગ અને માતા વ્યભિચારી હોવાના વિચારો બંધ થઇ ગયા છે. હવે માતા દુપટ્ટા વગર ઘરમાં ફરે કે પછી પિતા સાથે બેડરૂમમાં લો-કટનું ટોપ અને પસંદ પડે તેવી નાઈટી પહેરે તો પણ અંકિતને કોઈ ખરાબ વિચાર આવતા નથી. હવે તેણે હાથ ધોવાનું અને ચેકિંગ કરવાનું પણ બંધ કર્યું છે. ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડયું હોય તો તેને કોઈ અકળામણ થતી નથી. તેનું વાંચવામાં બરાબર મન લાગી ગયું છે અને ઊચ્ચ અભ્યાસની પ્રવેશ પરક્ષામાં સારા માર્કસ મેઈવી  સર્વશ્રેષ્ઠઆઈઆઈટી કોલેજમાં એડ્મિશન લેવાનો તેણે નિરધાર કર્યો છે.