Get The App

બાળકોને ટી.બી. થાય તો? .

- ચાઈલ્ડ કેર- મૌલિક બક્ષી

- સમયસર દવા થાય તો લાંબાગાળાની કોઈ અસર રહેતી નથી. બાળકોનો ટી.બી. ચેપી નથી. બીજા બાળકને તેનાથી લાગતો નથી

Updated: Oct 27th, 2020

GS TEAM

Google News
Google News
બાળકોને ટી.બી. થાય તો?                     . 1 - image

દ ર વર્ષે ૩-૪ લાખ બાળકો ટી.બી.ના ભોગ બને છે. બાળમૃત્યુમાં ૧૦થી ૧૫ ટકા કેસ ટી.બી.ને લીધે હોય છે. ગરીબી નિરક્ષરતા, પ્રદૂષણ, વસ્તીગીચતા આ રોગને વધારે છે. ઓરી ઉમટિયું. શારિરીક અપૂરતું પોષણ, એઇડ્સ અને વારંવાર થતા ઝાડા-ઉલ્ટી આ પરિબળો બાળકને વધારે નબળું બનાવે ત્યારે ટી.બી. વધી શકે છે. વિકસિત દેશો કરતાં ૨૦થી ૨૫ ગણું પ્રમાણ આપણા દેશમાં છે ? કેવી રીતે ?

કેવી રીતે ? : પુખ્ત વયના ટી.બી.ના દર્દીઓ બાળક માટે ચેપનું કારણ છે. રોગપ્રિતકારક શક્તિ ઓછી હોય તેવા બાળકને રોગ થાય. જીવાણુઓ મગજમાં જઇ શકે. મગજનો ઘાતક ટી.બી. થાય. કીડની, હાડકા, આંતરડા અને લસિકાગ્રંથિમાં પણ ટી.બી.નો રોગ લાગી શકે. બાળકોને થતો ટી.બી.નું નિદાન અધુરું. રોગ ભારે, સારવાર લાંબી, ગળાની તકલીફો થઇ શકે. ટી.બી.ના લક્ષણો સંદિગ્ધ હોય છે. બાળકને લાંબો તાવ રહે. ખાંસી રહે. વજન ઘટે, ભૂખ જતી રહે. મગજનો ટી.બી. થાય તો બેભાન થાય. ખેંચ આવે, આંખ ત્રાંસી થઇ જાય. લસિકાગ્રંથમાં ચેપ લાગતા ગળામાં ગાંઠો થાય. જો કે કોઈ એક લક્ષણથી ટી.બી.ના જ રોગનું નિદાન ન થાય.

નિદાન : બાળકની હીસ્ટ્રી અને ટી.બી. થવાની શક્યતાઓને ધ્યાનમાં લઇ લોહીની તપાસ અને એક્ષ-રે કરવામાં આવે છે. હાથ ઉપર એમ.ટી. નામનો ટેસ્ટ કરી બાળકની રોગ પ્રતિકારક શક્તિ અને ટી.બી.ના જીવાણુનું જોર કેટલું છે તે માપી શકાય છે. મગજના ટી.બી. માટે કમરમાંથી પાણી કાઢવાની જરૂર પડે અને સીટી સ્કેન નામનો મગજનો ફોટો પાઠવાય છે. જેટલું નિદાન વહેલું તેટલી સારવાર અસરકારક.

સારવાર : ટી.બી.ના શબ્દથી ગભરાશો નહીં. એ હવે અસાધ્ય રોગ નથી. ચેપી રોગ છે. સમયસર દવા થાય તો લાંબાગાળાની કોઈ અસર રહેતી નથી. બાળકોનો ટી.બી. ચેપી નથી. બીજા બાળકને તેનાથી લાગતો નથી. રોગની કક્ષા પ્રમાણે કે મહિનાથી ૧ વર્ષના કોર્સ લેવો પડે. દવા અને ઇજેકશનમાં નિયમિતતા રાખવી. તેની ગોળી સવારે ભૂખ્યા પેટે લેવાથી વધુ રહેશે. તે દવાથી પેશાબ લાલ રંગનો થશે. ફિકર ન કરશો. દવા એકાદ દિવસ રહી જાય તો પણ ચાલુ જ રાખવી. ૧ અઠવાડિયાથી વધારે સમય ન લેવાય તો ડોક્ટરની સલાહ લો. સવારે આપવાની રહી ગઈ હોય તો ગમે ત્યારે પણ આપી દેવી. દવાની લીવર પર કાંઈ આડ અસર નથી થતી તે જોવા ડોક્ટરી તપાસ અને જરૂરી બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. દવા આપ્યા પછી ૨૦ મિનિટમાં ઉલ્ટી થાય તો ફરી દવા આપવી, વજન પ્રમાણે દવાનો ડોઝ બદલવો પડશે. ધીરજ રાખજો રોગ ધીમે ધીમે મટશે. વેક્સીનેશન રેગ્યુલર ચાલુ રાખવું. આ દવા સાથે બધી સામાન્ય દવાઓ લઇ શકાય. પરંતુ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

રોગ અટકાવવો જ : ટી.બી. થતો રોકવો એ જ શ્રેષ્ઠ છે. નવજાત બાળકને અવશ્ય ટી.બી.ની રસી ૧ મહિનામાં મુકાવવી. માતા-પિતા, અન્ય સભ્ય કે ઘરના નોકરને ટી.બી. હોય તો બાળકની તપાસ કરાવવી. બાળકને વારંવાર ખાંસી શરદી રહેતી હોય કે વજન ઘટતું હોય, લાંબો સમય તાવ રહે ગળામાં ગાંઠ દેખાતી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. એલર્જી વધે નહીં તે માટે ખોરાકનું ધ્યાન રાખવું. બાળકને પહેલેથી જ પોષણમુક્ત, પૂરતો પ્રોટીનયુક્ત ખોરાક આપવો, કઠોળ, ઇંડા, દૂધમાં વધુ પ્રોટીન મળે, વીટામીન-એ અને વીટામીન-ડી તમારા બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારશે.