બાળકને તાવની ખેંચ આવતી હોય તો?
- ચાઈલ્ડ કેર - મૌલિક બક્ષી
- તાવની ખેંચની ઉંમર જતા મટી જશે અમુક કેસમા મગજની તપાસ ઇ.ઈ.જી. તથા સીટી સ્કેન ડૉક્ટરી સલાહ મુજબ કરાવવી વધુ સ્પષ્ટ નિદાન થાય છે
ચિંતા ન કરશો: ગભરાશો નહીં, ખેંચ આવવી એ લક્ષણ છે. બાળકની પ્રકૃતિ છે. એકાએક તાવ વધતા મગજની ઓક્સિજનની જરૂરિયાત એકાએક વધે છે. જે મળતા જ્ઞાાનતંતુમાં ઇલેકટ્રિક પોટેન્શીયલમાં ફેરફાર થતા તે ઉત્તેજીત થઈ જાય જેથી ખેંચ આવે ૬ મહિનાથી ૩ વર્ષ સુધીના બાળકને વધારે જોખમ માતા-પિતા કે ભાઈ-બહેનને ખેંચ આવતી હોય તેવા બાળકોને શક્યતા વધુ, ગરમીના દિવસો, મલેરિયા, વાઇરસની બિમારીઓ, કારણભૂત હોય. ૩-૫ ટકા જેટલા બાળકોને તાવની ખેંચની પ્રકૃતિ ધરાવે છે. હોસ્પિટલમાં દાખલ થતા ૫ થી ૧૦ ટકા કેસ તાવની ખેંચના હોય છે.
શું થાય ? સામાન્ય રીતે તાવના શરૂઆતના દિવસોમાં ખેંચ આવે, ખેંચ આવતા બાળક આંખ ઉપર ચઢાવી દે, હાથ-પગના સ્નાયુઓ ઝટકા ખાય, મોંમાંથી ફીણ આવે, બાળક બેભાન થઈ જાય, ક્યારેક ઝાડો પેશાબ થઈ જાય દાંત કચકચાવે, જીભ કચડાઈ જાય. કોઈ સ્નાયુઓમાં લકવાની અસર જણાય નહીં એકાદ દિવસ સુધી સામાન્ય નબળાઈ લાગે.
શું કરશો ?: તાત્કાલિક પથારી પર સુવડાવો કપડા ઢીલા કરી દો, રૂમમાં પંખો એ.સી. ચાલુ કરી દો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો એને પ્રાથમિક સારવાર અપાવો અને તાવ ઉતારવા માંડવો.
જીભ-કચડાઈ હોય તો કોટન કે રૂમાલ જીભ વચ્ચે મુકો, પડખે સુવડાવી દો, આખા શરીરએ ઠંડા પાણીના પોતા મુકવા માંડો પોતા બદલતા રહો, ભીના કરતા રહો, હોસ્પિટલ જતા રસ્તામાં ભીના કપડામાં લપેટી રાખો સારવાર આપવાનું ચાલુ રાખો, ડૉક્ટર જરૂરી સમય માટે હોસ્પિટલમાં રાખશે. સારવાર અવશ્ય કરાવો ડૉક્ટર જરૂરી હોય તો ઇન્જેકશન તથા ગ્લૂકોઝ આપશે, તાવ જે કારણે આવ્યો હોય તેની સારવાર અત્યંત જરૂરી છે.
ખેંચ કેવી રીતે અટકાવવી ?: તમારા બાળકને તાવની ખેંચની પ્રકૃતિ હોય તો તાવ આવતાં જ તમારે સાવધાન રહેવું, ડૉક્ટરી માર્ગદર્શન મુજબ તાવની દવા તાત્કાલિક આપી દો, તાવ વધે નહીં તે માટે પોતા મૂકી શકાય, પ્રવાહી પૂરતા પ્રમાણમાં આપવું. તાવ હોય તે દરમિયાન ખેંચ ન આવે તેની દવા ચાલુ કરવાથી ખેંચ આવવાની શક્યતા ઘટી જશે. ગરમીમાં બહાર ન લઈ જવા, વધારે પડતા કપડા ન પહેરાવવા રુમ નું વાતાવરણ ઠંડું રહેશે તો વધુ સારું.
આટલું જાણો: તાવની ખેંચની ઉંમર જતા મટી જશે અમુક કેસમા મગજની તપાસ ઇ.ઈ.જી. તથા સીટી સ્કેન ડૉક્ટરી સલાહ મુજબ કરાવવી વધુ સ્પષ્ટ નિદાન થાય છે.
આગળ જતા તેમને ખાસ 'વઈ' એપીલેપ્સની શક્યતા આધારે અમુક બાળકોને બે વર્ષ સુધી ખેંચની દવા આપવી પડે તેમનો માનસિક વિકાસ પણ સંપૂર્ણ નોર્મલ રહેશે. તેઓ સ્પોર્ટ્સ કરી શકે. સ્વીમીંગ કરી શકે, દોડી શકે, રમી શકે, ટીવી ખૂબ નજીકથી ન જોવું જોઈએ.
ધ્યાન રાખશો તાવની ખેંચની સારવાર માટે સાવધાની અને રોગની સમજ અત્યંત જરૂરી છે.