- અનાવૃત-જય વસાવડા
- હવે એકમેકની વ્યાખ્યા કે માંગમાં હન્ડ્રેડ પરસેન્ટ ફિટ થઇ જાય એવું પાત્ર મળવાનો ચાન્સ તો એક ટકો માંડ હોય. એવા લક સિવાય બાકી તો એડજસ્ટમેન્ટ કરવું પડે કે તલાશ કર્યા કરવી પડે
You make me so upset sometimes
I feel like I could lose my mind
The conversation goes nowhere
'Cause you're never gonna take me there
And I know what I know
And I know you're no good for me
Yeah, I know what I know
And I know it's not meant to be
Here's my dilemma:
One half of me wants you
And the other half wants to forget
My-my-my dilemma,
from the moment I met you
I just can't get you outta my head
And I tell myself to run from you,
but I find myself attracted
To my dilemma, my dilemma
It's you, it's you
Your eyes have told a thousand lies
But I believe 'em when they look in mine
I heard the rumors, but you won't come clean
I guess I'm hopin' it's because of me
It's you, it's you, oh
I could live without you
Your smile, your eyes,
the way you make me feel inside
I could live without you
But I don't wanna, I don't wanna, oh
Oh, you make me so upset sometimes
To my dilemma, my dilemma
It's you, it's you
સુપરસ્ટાર સેલેના ગોમેઝનું અહીં આ૫ેલું ગીત મસ્ત છે. જેન ઝીની ગણાય પણ આમ તો યુનિવર્સલ મહોબ્બત મૂંઝવણ એણે રજુ કરી છે. એને છે ડાયલેમા. યાને દ્વિધા. અવઢવ. પ્રેમ તો થઇ ગયો છે. અને આ મૂંઝવણ ઈઝહાર કરવો કે નહિ એના ગભરાટની નથી. સામે ધાર્યો જવાબ મળશે કે નહિ એ ભયની પણ નથી. એ છે નજીક આવ્યા પછી જે લવર તરીકે ગમે છે એનો પરમેનન્ટ પાર્ટનર તરીકે સ્વીકાર કરવો કે નહિ એની !
કારણ કે જેમ સોંગ બયાન કરે છે એમ એ વ્યક્તિ એક નહિ બે છે. એનો એક હિસ્સો એવો છે જે ખૂબ ગમી જાય. એની કોઈ અદા, કોઈ પ્રતિભા, કોઈ લૂક, કોઈ બ્યુટી. એ કોઈ ગુણ હોઈ શકે. અવાજ કે આંખો હોઈ શકે. મુસ્કુરાહટ કે ખુશ્બુ હોઈ શકે. દેહ હોઈ શકે, કેશ હોઈ શકે. કોઈ નીતિ કે કોઈ આવડત હોઈ શકે. એની જોડે જ એનામાં કશુક એવું છે જે તમને આગળ વધતા ચેતવે છે. કૈંક એ કે જે પછી ભેખડે ભરાઈ જવાશે એવા કુદરતી સંકેત આપે છે. એ કોઈ અવગુણ પણ હોઈ શકે, કોઈ લૂકસ પણ. સ્વભાવની એવી વાત જે ઈરીટેટ કરે કે આર્થિક સામાજિક કોઈ પરિબળ. કશુંક એવું કે જે પછીથી નહિ ફાવે એમ લાગે.
અને આમ એ એક વ્યક્તિમાં રહેલી બે વ્યક્તિ કે બે વિરોધાભાસી પાસા આપણામાં પણ બે વ્યક્તિને જન્મ આપે. આપણું એક અડધિયું આપણું કેહ છે કે બેસ્ટ ચોઈસ. બહુ ગમે છે આ. ધસી જાવ બસ. ગો એન્ડ હેવ લવ ઓફ ધ લાઈફ. બીજું અડધિયું ચેતવે છે કે રોંગ ચોઈસ. આ બાબત એના નેચર કે નર્ચરની બરાબર નથી. આ તમારી ઈમેજીનેશનમાં ભલે ફિટ થાય, લાઈફમાં આગળ જતા અપસેટ કરશે. ડોન્ટ ગો ફર્ધર. ભલે પ્રેમ થયો. ભલે ગમે. આમાં પાડવા જેવું નથી.
એક તરફ એના માટેનું અદમ્ય અગમ્ય આકર્ષણ છે. જે શરુ કરવું કે રોકવું આપણા હાથમાં નથી. બીજી તરફ એનામાં કૈંક એવી ખરાબી કે મિસમેચ દેખાય છે, જે આપણીં લાઈફ બરબાદ કરી નાખશે એવી ભીતિ જન્માવે છે ને એમાંથી છૂટવાનું મન થાય છે. ક્યા કરે ક્યા ના કરે ?
તો આ અવઢવ જેવીતેવી નથી. દરેક માણસ, દરેક સ્ત્રી કે પુરુષમાં એના સાથી માટેની એક કાલ્પનિક વ્યાખ્યા હોય છે. દેખાવની ને સ્વભાવની. કોઈ ફિગરના વળાંકનો આગ્રહ હોય, ક્યાંક સેક્સ્યુઅલ ડિઝાયરની અમુક પ્રકારે તૃપ્તિની ઝંખના હોય. કોઈ ઘર સરખી રીતે સાથે મળી સાચવવા શણગારવાની તમન્ના હોય, ક્યાંક પરિવાર ઘડવા અને જાળવવાની કોઈ ખેવના હોય. કોઈને અમુક પ્રકારનો સંગાથ ગમે. કોઈને અમુક પ્રકારની વાત કે તમુક પ્રકારનું મૌન ગમે.
હવે એકમેકની વ્યાખ્યા કે માંગમાં હન્ડ્રેડ પરસેન્ટ ફિટ થઇ જાય એવું પાત્ર મળવાનો ચાન્સ તો એક ટકો માંડ હોય. એવા લક સિવાય બાકી તો એડજસ્ટમેન્ટ કરવું પડે કે તલાશ કર્યા કરવી પડે. પણ આ કોઈ ખૂબ ખૂબ ગમી જાય એની ચાહત આપણા હાથમાં નથી હોતી એટલે આ બધા રેડ ફ્લેગ્સ નજીક ગયા પછી દેખાવા લાગે ત્યાં આપણું મન એનીં અવગણના કરે છે. ઉલટું, પોતાની જાતને આપણે જાતભાતના લોજીક આપી સમજાવવા મથીએ છીએ. કે વાંધો નહિ. પછી બધું સરખું થઇ જશે, બદલાઈ જશે, સહન કરતા આવડી જશે વગેરે. ક્યારેક થઇ પણ જતું હોય છે. ક્યારેક વધુ વિકરાળ પણ બને છે સ્થિતિ. સંજોગો પર આધાર છે કેવી ઘટનાઓ બને છે, ભવિષ્ય અનિશ્ચિત હોય છે એનો ડાયલેમાં છે.
વાત બાંધછોડ ને જતું કરવાવાળી, કોઈને સવારે વહેલા ઉઠવાની ટેવ હોય ને કોઈને રાત્રે મોડા સુવાની એવા ભેદની નથી અહીં. એ બધું તો પ્રેમ હોય ત્યાં ગૌણ બની જાય છે. પ્રેમ કહેવાય જ એને જ્યાં તમે સેલ્ફિશને બદલે સેલ્ફ્લેસ થઇને સામા માટે થોડાક બદલાતા જાવ કે એની જોડે રહેવા કૈંક સમાધાનો સહર્ષ સ્વીકારી લો. પણ આ એનાથી ડીપ, ગહન વાત છે. એક વ્યક્તિ સાથે વાતો કરવી બહુ ગમે એની બુદ્ધિમાની તમને ખેંચે, એની જોડે ફરવું ગમે પણ એને કિસ કરવાનો ય થાક લાગે કે એને ભેટવામાં અણગમો થાય. એકનું કેરિંગ એટલું માયાળુ હોય કે પગે પડવાનું મન થાય, પણ એની જોડે ફિલ્મ જોવા જવાની પણ માયા ના થાય. આ બધી વાસ્તવિકતા છે આપણી આસપાસની. જેની ખુલીને ચર્ચા પણ નથી થતી. તૂટતા લગ્નો કે બ્રેક અપ પાછળ આવું પણ કશું હોય છે કે જેના બીજ સંબંધના આરંભે જ વવાઈ ગયા હોય છે. પછી સમય જતા એ વિકસીને તિરાડ પહોળી કરતા રહે છે. એ નજર સામે દેખાતા હોવા છતાં ભલભલા હોશિયારો, અનુભવીઓ પણ પ્રેમ કરવાનું છોડી નથી શકતા. કારણ કે લવને લોજીક સાથે લાગતુંવળગતું નથી. બહુ કઠોર તોફાનો સામનો કરવો પડે છે, આપણને જેની સાથે પ્રેમ છે એ આપણા માટે શ્રેષ્ઠ નથી એવું સત્ય સમજી લીધા પછી પણ સ્વીકારીને આગળ વધવામાં ! ભારે અઘરું છે આ. મહાયુદ્ધ છે તુમુલ ભીતરે સતત ચાલતું.
માણસ ગમે છે, પણ વાત કરવા જતા કજિયા થયા કરે છે. યુગોથી આ દ્વિધા છતાં પણ મહોબ્બત કરનાર કોઈનું દિલ જીતવા જતાં જિંદગીની સુખશાંતિ કારવા ધસી જતા હોય છે. આ છે પાવર ઓફ લવ. મેજિક ઓફ મહોબ્બત. પણ એની દીવાનગી જ એ અવસ્થાએ કોઈને લઇ જાય કે શબનમ ખોજાનો શેર યાદ આવે :
'એ પછી બહુ જોખમી થઈ જાય છે
માનવી કે કાચ જો અડધો તૂટે.'
***
જેમાં કોઈની જોડે બધું શેર કરવાનો તલસાટ બહુ થાય એ પ્રેમ. દૂર દૂર હો તો પણ કોલ કે વિડીયો કોલ રોજેરોજ કરી શું બન્યું ને કેવું ફીલ થાય છે એનું શેરિંગ કરવાનો ઉમળકો થાક્યા હો તો પણ ઓસરે નહિ, એનું નામ પ્રેમ. એ શેરિંગ કરવાથી આપણને જાણે પૂર્ણતા અનુભવાય છે. એ લવની પ્લેઝન્ટ કિક આપે ચેહ. જનરેશન બદલાય એમ લાઈફસ્ટાઈલ ને ગેજેટ્સ બદલાય છે. પોસ્ટકાર્ડની જગ્યાએ વોટ્સએપ આવે છે. પણ આ શેરિંગ પ્રેમધારા વહાવ્યા કરે છે. પછી એક તબક્કો એવો આવે છે કે પ્રેમ એ મેચ્યોર્ડ મજબૂત રહે છે કે જેમાં શેરિંગ દિવસો સુધી ના થાય કશું પણ કે જોડે બેસીને કોફીની ચુસ્કીઓ લેતા મૌન જ હોય તો પણ એક સધિયારો રહે કે કોઈ તો હૈ અપના. એ જોમથી ભરી દે આપણને કે આપણે દુનિયાને ભરી પીએ.
પણ દરેક માણસ કશુંક પોતાની અંદર છુપાવીને જીવતો હોય છે. કોઈ ચોટ, કોઈ ફેન્ટેસી, કોઈ ખ્વાબ, કોઈ યાદ, કોઈ સપનું, કોઈ ઈચ્છા, કોઈ વાસના, કોઈ અનુભવ, કોઈ ખુશી, કોઈ લાગણી એનીથિંગ. કશુંક એવું જે એણે જગતથી પ્રયત્નપૂર્વક ઢાંકી રાખ્યું છે. એ કોઈ ગમતું મળે, એની સામે જ એને ખોલવું છે. આ મોંધી જ્વેલેરીથી વધુ મૂલ્યવાન ભેટ છે. એવરીબડી ઈઝ હાઈડિંગ સમથિંગ, વી આર વેઈટિંગ ફોર સમવન વી કેન શેર વિથ...
આ અહેસાસ કરાવતી ૨૦૧૯ની એક જર્મન ફિલ્મ જોયેલી. એનું મૂળ નામ ટ્રાઉમ ફેબ્રિક. અનુવાદિત ટાઈટલ : ડ્રીમ ફેક્ટરી. એક અંજલિ હતી એ સિનેમા અને લવ બેઉ ગમતી ફીલિંગને. ગમતા એક પ્રેમડ્રીમને. ફિલ્મ તો સપનાનો સંસાર છે. એમાં જે થાય એનો આનંદ આવે, પીડા પણ થાય. એમાં બળાત્કાર કે ભ્રષ્ટાચારને રોકવામાં આવે એટલે ન્યુઝની હેડલાઈન ભૂલાઈ જાય. પ્રેમ પણ મોટે ભાગે સપનામાં જ સફળ અને સંપૂર્ણ હોય છે. એમાં ના મળેલા વન વે લવના પ્રિયજન પણ તમને વહાલથી આગોશમાં ભરીને સુઈ શકે છે.
ડ્રીમ ફેક્ટરી વાસ્તવમાં સપનું પરોવતી આવી હાર્ડ કોર રોમેન્ટિક ફિલ્મ હતી. બધા સ્ટેમ્પ હતા એમાં ક્લાસિક રોમાન્સના. વરસાદી રાત, ઇન્ત્તેઝાર, શાંત માહોલમાં પહેલું ચુંબન, વિરહ, તડપ અને પ્રતિક્ષા. મિલનની કોઈ એવી લાજવાબ એકાંત જગ્યા જ્યાં જઈને દુનિયા ભૂલી એકમેકમાં ખોવાઈ જવાનું મન થાય (અહીં આગિયા ઉર્ફે જુગનુંનો ઉપયોગ છે એ માટે ), ત્રિકોણ બનાવતો ત્રીજો ખૂણો, શાનદાર ગીતો ને નૃત્યોનો જલસો (કારણ કે ફિલ્મની વાર્તા જ ફિલ્મી છે એક શૂટિંગની), નોક્ઝોંક, બલિદાન, સમર્પણ, ભાગાભાગી બધું જ તીવ્રતાથી એમાં છે.
મૂળ તો ક્લાસમાં કોઈ ગમતી છોકરી સાથે ઝગડો થયો હોવાને કારણે નારાજ બાળકને એના દાદા લાડથી ફોસલાવે છે. ભોળો પૌત્ર વધુ ખીજાય છે. તમે મને ખોટું આશ્વાસન આપો છો. દાદા હસી પડે છે. કહે છે : યુવાન ને થોડા મૂરખ હોવું એ સારું. પ્રેમ એમ જ થાય. એમાં જ તમે સાહસ કરી શકો. પછી તો કશુંક ગુમાવવાનો ભય મૃત્યુની જેમ તમને આગળ વધતા રોકે.
અને એ એક વાર્તા કહે છે. આત્મકથા જેવી. સારી કહાનીઓ માત્ર બે ચાર પાત્રોની નથી હોતી. એની આસપાસના માહોલ અને માનવીય સંવેદનાના દ્વન્દ્વ યાને ડયુઆલિટીની કશ્મકશની હોય છે. ફોરેન ફિલ્મોમાં લવમાં આપણી જેમ પેરેન્ટ્સ વિલન ભાગ્યે જ હોય એટલે પરીસ્થિતિ સર્જવી પડે કોઈ તણાવભરી. આમાં પણ વાતાવરણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મની અલગ છે. એક બાજુ અમેરિકા તરફી ઝુકાવ છે, બીજી બાજુ રશિયાનો કબજો છે. વચ્ચે દીવાલ છે. ને એમાં જાણીતો એક ફિલ્મ સ્ટુડિયો છે જેનો ગુમાની બોસ નવા રશિયન આકાઓની ગુડ બુકમાં રહેવા મથે છે. એમાં એક સુખ્યાત ફ્રેંચ એક્ટ્રેસની ડાન્સર બોડી ડબલ કરતી યુવતી, મુફલિસીમાં ત્યાં સ્પોટબોય તરીકે કામ કરવા આવતા યુવક જોડે અથડાય છે. રંગીલાની જેમ એને એક્ટ્રેસ થવું છે. એના પર સોંગ પિક્ચરાઈઝ થાય એવો ડાન્સ કરવો છે. બેઉના દિલમાં કુછ કુછ તો થાય છે. પણ પછી રાજકીય રીતે અલગ થવાનું આવે છે. કોઈ ફોન કે સરનામું નથી.
અને હીરો પ્રેમ જ પરાક્રમ શીખવે એમ જુગાડ કરે છે. એ રશિયન ઓથોરિટીને પટાવવા ફ્રોડ કરી ડિરેક્ટર થઇ જાય છે. જૂઠું બોલે છે, પણ નીયત સાચી છે. પ્રેમમાં ખરો ગુલતાન માણસ આમે જોખમી ના હોય. એના ભલાઈ આપોઆપ વહેવા લાગે. એ કોઈને નુકસાન કરવાનું ના વિચારે. આ યુવાન દિલનો ચોખ્ખો છે. એટલે સ્ટુડીયોમાં કામ કરનારા લોકો એને ચાહે છે. એની ભેગા ઉભા રહે છે. કેમેરામેનથી મેક અપ આર્ટીસ્ટ બધા એની અણઆવડત છુપાવવા સહયોગ કરે છે. અને પ્રોપેગેન્ડા માટે મોટી ફિલ્મ એનાઉન્સ થાય છે. જેલ કે ફાંસીની સજા થાય એવું તરકટ છે આ. પણ કોઈ લાભ માટે નથી. લવ માટે છે. એમાં એ એક્ટ્રેસ બોલાવાય છે જેની બોડી ડબલ તરીકે એ યુવની પરી ઈસ્ટ જર્મની આવે ને એનું જ્પીમ સોંગ પિક્ચરાઈઝ થાય. પણ એ આટલા વર્ષ આવે ત્યારે એની તો સગાઇ એક માથાફરેલ એક્ટર સાથે થઇ ચુકી છે. માણસ ઘણી વાર પરણવાના નિર્ણય ઈશ્ક ખાતર નહિ, પણ ઇન્સીક્યોરિટી ખાતર લઇ લે ! કૈંક ડ્રામા છે, કોન્ફિલકટ છે, હિન્દી ફિલ્મો જેવો યોગાનુયોગ છે જેમાં ઉકેલ મળે. હકીકતમાં ના થાય એ એવું પ્યાર અને સર્જકતામાં થઇ શકે એનો ગુલાબની પાંદડી જેવો રેશમી સુગંધી રોમાંચ. લવમાં કમિટમેન્ટ ના હોય. લવ ઈઝ કમિટમેન્ટ.
અને એનો સાર છે : ટુ લવ ઈઝ સેલિબ્રેશન. ટુ હેવ સમવન લવ યુ બેક ઈઝ... એ ગિફ્ટ.
યસ, જેમ સોનેરી સાંજ સિતારામઢી રાતમાં હળવેથી રોજ ઓગળી જાય છે એમ પ્રેમમાં પડવાનું નથી હોતું, પીગળવાનું હોય છે. હેપી વેલેન્ટાઇન્સ ડે ઇન એડવાન્સ.
ઝિંગ થિંગ
'પ્રેમમાં પૂર્ણતા નથી શોધવાની, ઈમાનદારી શોધવાની છે!'
(મનોજ અભિજ્ઞાન )


