Get The App

મેમરી ટેકનિક : યાદશક્તિ ૧૦ ગણી વધારવા શુ કરવું?

Updated: Feb 7th, 2023

GS TEAM


Google News
Google News
મેમરી ટેકનિક : યાદશક્તિ ૧૦ ગણી વધારવા શુ કરવું? 1 - image


અધ્યયન - હિરેન દવે

આજનો જમાનો ડેટાનો યુગ છે. દરેક વ્યક્તિએ અનેક પ્રકારની માહિતી કે ડેટા યાદ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીથી શરૂ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને હોમમેકર સુધી પ્રત્યેકને અનેક પ્રકારની માહિતી યાદ રાખવી હોય છે પણ યાદ રહેતી નથી તો કેવી રીતે યાદશક્તિ વધારી શકાય તેના માટે ઈફેક્ટિવ ટિપ્સ ડિસ્કસ કરીયે

ભુલવુ એ મનની પ્રકૃત્તિ છે. મનોવિજ્ઞાાની એબિંગહાઉસે તેનો ખુબ સુંદર અભ્યાસ કરી 'ફરગેટિંગ કર્વ' તૈયાર કર્યો છે. તે એમ કહે છે કે તમે જે કાઈ વાંચો છો કે ઓડિયો/વિડિયો લેક્ચર એટેંડ કરો છો તેમાંથી ૨૫% માહિતી તો ઇંસ્ટંટલી બાષ્પીભવન થાય છે. જેમકે તમે હાલ આ આર્ટિકલ વાંચી રહ્યા છો અને તરત ભુલી પણ રહ્યા છો. ૧ કલાક બાદ ૫૬% માહિતી બાષ્પીભવન પામશે ! ૧ દિવસ બાદ એટલે કે આવતી કાલે માત્ર ૩૩% યાદ હશે. ૬ દિવસ પછી માત્ર ૨૫% જ માહિતી યાદ હશે. તો આ સમસ્યાનો ઈલાજ શો ?

'ઇટ સ્લીપ રીડ રીપીટ' : જો તમે આ માહિતી યાદ સારી રીતે રાખવા માંગો છો તો તેનું અનેક વખત યોગ્ય સમયે રિવિઝન કરવુ પડે. વાચીને નોટ્સ બનાવ્યા બાદ પ્રથમ રિવિઝન તરત જ કરવું. બીજુ રિવિઝન ૧ દિવસ બાદ ત્રીજુ ૧ અઠવાડિયા બાદ ચોથુ ૧ મહિના બાદ અને છેલ્લુ પરીક્ષાના એક મહિના પહેલા કરવુ જોઈયે. કોઈ પણ બાબત શિખવા માટે ઓછા ડયુરેશનના મલ્ટિપલ સેશન વધુ લાભદાયી છે પણ એક લાબા સેશનથી ઓછુ શીખી કે યાદ રાખી શકાય છે. મગજની અંદરના ન્યુરોનલ નેટવર્ક કે જેને તબીબી પરિભાષામાં સાયનાપ્સ કહેવાય છે તે સતત વિકસતુ નેટવર્ક છે ઓછા સમયના મલ્ટિપલ સેશન શિખવા કે યાદ રાખવા વધુ લાભદાયી છે.

મિયર એક્સ્પોઝર : જો કોઈ ફેક્ટ જે તમારે યાદ રાખવી છે તે અનેકવાર જો તમારી આંખ સામેથી પસાર થશે તો યાદ રહી જશે. મોટા અવાજે વારેવારે રિપિટ કરવાથી યાદ રહી જશે. જ્યા તમે અભ્યાસ કરો છો એ સ્ટડી ટેબલ સામે કે તમારા રૂમની દિવાલ પર યાદ રાખવા જેવી વિગતો કાગળ પર લખી ચોટાડી દો. બને તો ચાર્ટ/ડાયાગ્રામ દ્વારા ચીત્રાત્મક પ્રેઝેંટેશન કરો. દિવસમા અનેક વખત એક્સ્પોઝરને લીધે યાદ રહી જશે અને જો પરફેક્ટલી યાદ ન પણ હોય તો પણ ઓપ્શનમાંથી તમે સારી રીતે શોધી શકશો.

જ્ઞાાન વહેચવાથી વધે છે. બીજાને શિખવાડવુ એ યાદ રાખવાની શ્રેષ્ઠ કળા છે. તમારા ગુ્રપમા એકબીજા સાથે ડિસ્કસ કરો. તમને જે આવડે છે તે તમારા ગુ્રપમા બીજાને શિખવાડો તો તમને સારી રીતે રિવાઈઝ પણ થશે અને યાદ રહી જશે.

ન્યુમોનિક્સ બનાવી જેતે ફેક્ટને ઝડપથી રાઈટ સિક્વંસમા યાદ રાખી શકાય. જેમકે મેઘ ઘનુષના રંગો માટે 'વિબ્ગ્યોર' કે જાનીવાલીપિનારા બધાને ખ્યાલ હોય છે તેમ તમારે જે વિગતો યાદ રાખવી હોય તેના માટે કોઈ ન્યુમોનિક્સ બનાવવું. મગજ એ લોજીકલ કરતા ઈન-લોજીકલ બાબતોને વિશેષ યાદ રાખી શકે છે. કોઈ રિધમ મળે તેવા રાયમિંગ ન્યુમોનિક્સ તૈયાર કરવા તો એક લઢણમા તેને સહેલાઈથી યાદ રાખી શકાય.

ચેકીંગ : મગજ લામ્બી વિગતોને યાદ રાખી શકતુ નથી. એક સાથે ૭ (ઓછામા ઓછા ૫ અને વધુમા વધુ ૯) વિગતોને યાદ રાખી શકે છે. 

આથી લામ્બી વિગતો યાદ રાખવા માટે તેને નાના ટુકડા કે ચન્કમા ડિવાઈડ કરો. 

જેમ કે મોબાઈલ નમ્બર કે બેંક એકાઉંટ નમ્બર કે પાસવર્ડ ૧૦ કે તેથી વધુ આંકડાના હોય અને ઝડપથી યાદ ન રહે આથી ૨-૩ આંકડાના અંક બનાવી તેની સિક્વંસ બનાવી યાદ રાખો. જો કે જે માહિતીને આપણે પર્સનલી મહત્વની માનીયે છીયે તે ઝડપથી યાદ રહે છે જેમકે પરિવારજનોના મોબાઈલ નમ્બર વગેરે ઓછી મહેનતથી યાદ રહે છે.

મેમરી પેલેસ અથવા મેથડ ઓફ લોકાઈ તરીકે ઓળખાતી ટેકનિક પણ યાદ રાખવા માટે અકસીર છે. તેને સમજવા માટે ઓનલાઈન સર્ચ કરીને વધુ માહિતી મેળવી શકો.

આ ઉપરાંત ફુડહેબીટસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જંકકુડથી દૂર રહો બદામ, આમ્બળા વગેરે યાદશક્તિ માટે અકસીર છે. જેટલા વધુ ખુશ હશો સ્વસ્થ હશો તેટલુ વધુ અને ઝડપી યાદ રાખી શકશો. ઓલ ધ બેસ્ટ !


Tags :