ઝડપથી વાંચવા માટેની સ્પીડ ટેકનિક
- અધ્યયન-હિરેન દવે
- સ્પિડ રિડિંગની ટેકનિક ખુબ જ કારગત છે પણ હમેશ એકસરખી ઝડપે વાંચી શકાતુ નથી
બા ળપણથી આપણે અનેક વિષયોનો અભ્યાસ કરતા વિવિધ પુસ્તકોનુ વાચન કરીએ છીએ પરંતુ કેવી રીતે વાંચન કરી ઝડપી અભ્યાસ કરી શકાય તેના વિશે ક્યાય શિખવવામા આવતુ નથી. સરેરાશ વ્યક્તિ એક મિનિટના ૨૦૦-૩૦૦ શબ્દો કરતા વધુ વાંચી શકતો નથી જ્યારે સ્પિડ રિડિંગ ટેકનિકને ડેવલપ કરીને ૬૦૦ શબ્દો પ્રતિ મિનિટની ઝડપે વાંચી શકાય.
સ્પિડ રિડિંગની ટેવ ડેવલપ કરવા ચોક્કસ પ્રયત્ન કરવો પડે. તેના માટે સરેરાશ કરતા વિશેષ આઇ.ક્યુ.ની જરૂર હોય તેવી માન્યતા ખોટી છે. તેનાથી મગજને કોઇ નુકશાન થતુ નથી. કે કોઇ સાઇડ ઇફેક્ટ નથી. સ્પિડ રિડિંગ ટેકનિક ડેવલપ કર્યા પછી ઝડપી વાંચન સારા કોમ્પ્રીહેંશન સાથે કેવી રીતે કરી શકાય?
સર્વે કે પ્રિવ્યુ પદ્ધતિ : કોઇ બુક, આર્ટિકલ કે એડિટોરિયલને ઝડપી વાંચવા અને સમજવા શબ્દશ: વાંચવાની જરૂર નથી. તેના પ્રકરણો, ટાઇટલ, સબ-ટાઇટલ, સમરી વગેરે જોતા જાવ. સાથે ડાયગ્રામ, ચાર્ટ, ગ્રાફ કે ઇંફોગ્રાફિક્સ પર નજર નાખો. તેનાથી લેખક શુ કહેવા માંગે છે તે ખુબ ઝડપથી કોમ્પ્રીહેંડ કરી શકશો. ઝડપથી વાંચન કરવાથી વાંચન વધુ રસપ્રદ લાગે છે મન ભટકતુ નથી અને ફોકસ વધે છે. અને જો જરૂર જણાય તો જ પુસ્તક વાંચવાનો સમય ખર્ચશો. આપણી વાંચન અને સ્મરણશક્તિ સ્વામિ વિવેકાનંદજી જેવી નથી કે કોઇ પણ આખુ પુસ્તક થોડી મિનિટોમા યાદ રાખી શકો! આથી આ પદ્ધતિથી સમયનો વ્યય થતો અટકી જશે.
પેસીવ રિડિંગના સ્થાને એક્ટિવ રિડિંગ કરો : જે કાઇ વાંચો છો તેને જેમ છે તેમ સ્વિકારવાના બદલે સતત ફકરો વાંચતા વિચારો કે લેખકે કયા કંટેક્ષ્ટમા લખ્યુ છે? આ નોલેજ મને ક્યાં કામ લાગશે? આ વાંચનથી મને શું લાભ થશે? આ ઘટના ક્યારે બની હતી? લેખક આગળ શું લખશે તે એંટિસિપેટ કરો.
આંખોના હલનચલનને અંકુશમા લો : આપણે વાંચીએ ત્યારે આંખો સતત આગળ-પાછળ હલ્યા કરે છે. તેનાથી કોમ્પ્રીહેંશન સારુ થઇ શકતુ નથી. આ ટેવ સુધારવા પેંસીલની અણીને પ્રતિ સેકંડ એક લાઇનની ઝડપથી પુસ્તકના પાના પર ઉપરથી નીચે તરફ ફેરવતા જાઓ અને આ ઝડપથી વાંચતા જાઓ. આવી પ્રેક્ટિસ કરો. ધીરે-ધીરે એક લાઇન અડધી સેકંડમા પણ વાંચી શકાશે.
આંખોના પેરિફેરલ વિઝનનો વિકાસ કરો : માત્ર જે શબ્દ પરથી આંખ ધ્યાન આપતી હોય તે જ નહિ પણ આગળ-પાછળના શબ્દો પણ વાંચી શકાય.
સ્પિડ રિડિંગમા અવરોધરૂપ બનતી કેટલીક ટેવો બદલો : સામન્યત: આપણે મોટેથી બોલીને વાંચવા કે મનમા બોલી બોલીને વાંચવા ટેવાયેલ હોઇએ છીએ. પણ તેનાથી વાંચન સ્લો બને છે.
આ ઉપરાંત વાંચન ઝડપી બનાવવા કેટલીક ટિપ્સ :
વાંચન સમયે ડિસ્ટ્રેક્શનથી દૂર રહો. મોબાઇલ, મ્યુઝિક વગેરે અવોઈડ કરો.
શબ્દભંડોળ (વોકેબ્યુલરી) જેટલી સારી હશે તેટલુ ઝડપી વાંચી શકશો.
વાંચનની રિધમ જાળવો. જ્યારે મગજ એ ઝોનમા હોય ત્યારે સમય બગાડયા વગર મહત્તમ વાંચન કરો. ૧ કલાક વાંચન પછી ૧૦ મિનિટ બ્રેક લો. જરૂર પડે ત્યારે પાવર નેપ લો. તેનાથી વાંચેલ ઝડપી યાદ રહેશે. અને રિડિંગ સ્પીડ વધશે.
સ્પિડ રિડિંગની ટેકનિક ખુબ જ કારગત છે પણ હમેશ એકસરખી ઝડપે વાંચી શકાતુ નથી. આથી વિવિધ સંજોગોમા ફ્લેક્સીબલ સ્પીડ જરૂરી હોય છે.