- અધ્યયન-હિરેન દવે
અ ત્યારના સમયમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમસીક્યુ સ્વરૂપે લેવામાં આવે છે ત્યારે આ 'એલિમિનેશન રાઉન્ડ'માં મહત્તમ એસ્પીરંટ નિષ્ફળતા મેળવે છે. બહોળું વાંચન ધરાવતા વિદ્યાર્થીઓ પણ ક્યારેક તેમાં નિષ્ફળતા મેળવે છે ત્યારે સફળતાનો શોર્ટ કટ કેવો હોય તેની ચર્ચા કરીયે.
કોઈ પ્રશ્ન સહેલો કે અઘરો હોતો નથી પણ ઓપ્શન તેને સહેલો કે અઘરો બનાવે છે. બહુ ઓછા લોકોને ચોક્કસ જવાબ આવડતો હોય છે પણ ઓપ્શનને આધારે ખોટો જવાબ એલિમિનેટ કરી શકાય! મોટો ભાગે સફળતા એલિમિનેટ કરવાની ટેલેન્ટ પર આધારિત હોય છે!
જેમકે 'ભારતમા કર્કવ્રુત્ત કયા રાજ્યમાથી પસાર થતી નથી? એ) ગુજરાત બી) મધ્ય પ્રદેશ સી) કર્ણાટક ડી) પશ્ચીમ બંગાળ' આ પ્રશ્નમા જો જવાબ ન પણ ખ્યાલ હોય તો પણ ઉપર-ઉપરથી ભારતનો નકશો જોયેલ હોય તો એટલો આઇડિયા આવી જાય કે કર્કવ્રુત્ત લગભગ મધ્યમાથી પસાર થાય છે એટલે કર્ણાટકમાથી પસાર થાય નહિ. આમ જવાબ ખ્યાલ ન હોવા છતા એલિમિનેશનથી સાચા ઉત્તર સુધી પહોચી શકાય છે. પણ જો આ જ પ્રશ્નમા ઓપ્શન બદલી કાઢીયે તો, 'ભારતમા કર્કવ્રુત્ત કયા રાજ્યમાથી પસાર થતી નથી? એ) રાજસ્થાન બી) ત્રિપુરા સી) મિઝોરમ ડી) મણિપુર' હવે સાચો વિકલ્પ શોધવો ઘણાને ટફ લાગે છે.
મોટા ભાગના પરીક્ષાર્થીઓ એમસીક્યુથી અને નેગેટિવ માર્કથી ડરતા હોય છે. આ ડર તદ્દન ખોટો છે તેને મનમાંથી કાઢી કાઢો! જો પરફેક્ટ જવાબ આવડતો ન હોય તો પ્રશ્ન છોડી ન દો, ઓપ્શન જોશો તો ખ્યાલ આવશે કે એકાદ તો એવો વિકલ્પ હશે કે જેને તમે ચોક્કસપણે કહી શકો કે- આ વિકલ્પ ખોટો છે. જો ૪માથી ૩ વિકલ્પો એવા મળી જાય તો ૧૦૦% સાચા જવાબ સુધી પહોચી શકાય. પણ જો ૪ વિકલ્પોમાથી ૨ વિકલ્પો એલિમિનેટ કરી શકો એ ઓપ્શન 'બી' કે 'સી'માંથીજ કોઇ છે તો પણ જો એમાથી એક વિકલ્પ ટિક કરો તો ૫૦% સંભાવના જવાબ સાચો પડવાની છે. જો સાચો પડે તો ૧ માર્ક મળે જો ખોટો પડે તો ખાલી ૧/૩ માર્ક માઇનસ થાય. જો આવા ૧૦ પ્રશ્નો હોય તો ૫૦% સંભાવના મુજબ ૫ જવાબ સાચા પડે તો ૫ માર્ક મળે અને ૫ ખોટા પડે તો ૫/૩=૧.૬૭ માર્ક બાદ થાય. આમ ૩.૩૩ માર્ક જવાબ ન આવડતો હોવા છતા મેળવી શકાય! આમ પાસીંગ માર્કનુ કટ ઓફ ક્રોસ થઇ જાય.સૌથી વધુ અઘરા પ્રશ્નો હાલના ટ્રેંડ મુજબ એ હોય છે કે જેમાં 'નીચે પૈકી કયાં વિધાનો સાચા છે?' પુછવામાં આવેલ હોય. તેમાં બહુ ચોક્કસ બની ને જવાબ આપવો પડે છે. આવા પ્રશ્નોમાં અનેક એમસીક્યુનો અભ્યાસ કરીને આવું તારણ કાઢવામાં આવેલ છે કે માત્ર ૨૧% પ્રશ્નોનો ઉત્તર 'ઉપર પૈકી એક પણ નહીં' હોય છે આથી જો તમે શ્યોર હોવ તો જ આવો વિકલ્પ ટીક કરો જ્યારે ૩૪% પ્રશ્નોનો ઉત્તર 'ઉપરના તમામ' હોય છે. આથી મહત્તમ શક્યતા તેની છે.
સામાજિક વિજ્ઞાનના વિષયો જેવા કે ઇતિહાસ, અર્થવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા વગેરેમાં ૦% કે ૧૦૦%, હંમેશ, ક્યારેય નહિ જેવા એક્સ્ટ્રીમ શબ્દો જો જોવા મળે તો તેની સાચા હોવાની શક્યતા ઘટી જાય છે જ્યારે કદાચ, લગભગ, મોટા ભાગે, જવલ્લે જ વગેરે ટર્મ હોવાની શક્યતા ખુબ જ વધુ હોય છે.
સૌથી પહેલા તો જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે મનમાં કોઈ પૂર્વધારણાઓ બાંધીને ન જાઓ! કેટલા પ્રશ્નોનો ઉત્તર ટીક કરશો તેને પૂર્વનિર્ધારિત ન કરો! તમારે બસ કટ-ઓફથી ઉપર રહેવાનુ છે. પેપર સહેલું હોય તો કટ-ઓફ ઉપર જશે નહિતર નીચે પણ જઇ શકે. પેપર જોઈને નક્કી થાય કે કેટલા પ્રશ્નો ટીક કરવા. ઉપરના પોઈન્ટ ધ્યાનમાં લઈને તૈયારી કરશો તો ચોક્કસ તમારા માર્કમાં ખૂબ જ વધારો થશે! આ ટિપ્સ ખુબજ લાંબા શૈક્ષણિક અનુભવને આધારે તથા સંભાવનાના સિધ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવેલ છે. તેને આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમા સ્કોર બુસ્ટ કરી શકાશે. અને કટ-ઓફ ક્રોસ થઇ જશે! ઓલ ધ બેસ્ટ!


