Get The App

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી થકી IPS તાલીમનું વિહંગાવલોકન

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી થકી IPS તાલીમનું વિહંગાવલોકન 1 - image

- અધ્યયન-હિરેન દવે

- અનેક કપરી પરિસ્થિતિઓની વચ્ચે મન શાંત રાખીને કેવી રીતે કાર્ય કરવું, ઓછામાં ઓછો બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કેવી રીતે અંકુશમાં લેવી તેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે

દ ર વર્ષે વિશ્વની સૌથી અઘરી ગણવામા આવતી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોચના ક્રમે ઉત્તિર્ણ થનારા તેજસ્વી તારલાઓ આઈ.પી.એસ. તરીકે પસંદ થાય છે. ત્યારબાદ આઈ.પી.એસ. પ્રોબેશર્સમાથી આઈ.પી.એસ. ઓફિસર બનાવવાનું કાર્ય બે વર્ષની સઘન ટ્રેનિંગ સિસ્ટમ કરે છે.

આ તાલીમનું પહેલુ સોપાન ૪ મહિનાની ફાઉંડેશન તાલીમ છે. આ તાલીમ તમામ સર્વિસના પ્રોબેશનર્સની સંયુક્ત તાલીમ હોય છે. જેમાં દેશના સામાજિક-આર્થિક પાસાઓ વિશેનો જનરલ આઉટલૂક આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ 'એસ્પ્રીટ દ કોર્પ્સ' એટલે કે વિવિધ સેવાઓના અધિકારીઓ વચ્ચે સારો મનમેળ થાય અને તેઓ દેશના એકજ વ્યવસ્થાતંત્રના - બ્યુરોક્રસીના ભાગરૂપ છે એવી ભાવના ઊભી થાય તેવો હોય છે. આ સમયગાળા દરમિયાન એક ખાસ એક્સ્પોઝર મળે છે.

ફાઉંડેશન કોર્સ બાદ પોલીસની પ્રોફેશનલ ટ્રેનિંગની શરૂઆત થાય છે. ૧૯૮૬માં ગોરે સમિતિની ભલામણ અનુસાર પોલીસ ટ્રેનિંગ માટે સેંડવિચ કોર્સ શરુ કરવામાં આવ્યો. ગોરે કમિટિએ સુચવ્યું કે માત્ર થિયરી ભણાવવાથી પ્રેકિટકલ ફિલ્ડના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતા નથી. આથી સૌપ્રથમ 'પ્રોફેશનલ ટ્રેનિંગ'માં થિયરી ભણાવવામાં આવે. ત્યારબાદ ફિલ્ડમાં 'જીલ્લા ટ્રેનિંગ'માં  પ્રેકિટકલ એક્સ્પોઝર મળે ત્યારે ઘણા પ્રેકિટકલ પ્રોબ્લેમ્સ સામે આવે છે. ડાયનામિક પરિસ્થિતિ સાથે કેવી રીતે ડિલ કરવું તેના માટે ફરી 'પ્રોફેશનલ ટ્રેનિંગ' (દ્વિતિય તબક્કો) શરૂ થાય જેમાં સમગ્ર ભારતમાં પ્રેકિટકલ અનુભવમાંથી પસાર થયેલ કેડેટસના ડાઉટ-ડિફિકલ્ટી, સિનિયર પોલીસ ઓફિસર્સ દ્વારા કેસ મેથડ દ્વારા સોલ્વ કરવામાં આવે. જે મુજબ થિયરી-પ્રેકટિકલ-થિયરી તાલીમ - 'સેંડવીચ કોર્સ' યોજાય છે.

પ્રોફેશનલ તાલીમ: ૧૨ મહિનાની આ તાલીમ હૈદરાબાદ ખાતે આવેલી 'સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી' દ્વારા આપવામાં આવે છે. પોલીસની તાલીમ માટેની આ વર્લ્ડ ક્લાસ સંસ્થા ૧૯૬૬માં કોહલી કમીટીની ભલામણને આધારે રચવામાં આવી. ભારત ઉપરાંત નેપાળ, ભુટાન અને માલદીવ જેવા દેશો પાસે પોલીસ ટ્રેનિંગ માટે આટલી સારી વ્યવસ્થા ન હોવાથી તેઓ પણ પોલીસ તાલીમ માટે આ સંસ્થાનો લાભ લે છે. અહિ પોલીસ ટ્રેનિંગ માટે વિશ્વના શ્રેષ્ઠ કહી શકાય તેવા ટ્રેનર્સ, ઇંફ્રાસ્ટ્રકચર, એમ્બિયંસ છે. આ તાલીમમાં ફિઝિકલ ફિટનેસ વધારવી, વિવિધ કાયદાઓ જેવા કે ભારતીય દંડ સહિતા, પુરાવા કાનુન, વિવિધ શસ્ત્રોની તાલીમ વગેરે ટ્રેડિશનલ પોલીસ ટોપિક્સથી શરૂ કરી વર્તમાન સમયમાં લો એન્ડ ઓર્ડર સામેની ઉભરાતી ચેલેંજીસ જેવી કે નકસલવાદ-માઓવાદ જેવી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે લડત આપવી, નકસલવાદ મુખ્યત્વે જંગલ વિસ્તારોને અસર કરતો હોવાથી જંગલ વોરફેર, વધી રહેલા આતંકવાદી હુમલા સામે ક્વિક રિસ્પોંસ અને એન્ટિ ટેરરિસ્ટ ઓપરેશન્સ, પોલીસને વધુ ટેકનોસેવી બનાવવા સાયબર ક્રાઇમ, ફોરેન્સિક સાયન્સ જેવા ઇમર્જીંગ ટોપિક્સનો ટ્રેનિંગ કરિક્યુલમમાં સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનિંગ માટે કેસ સ્ટડી, મુટકોર્ટ અને રોલપ્લે જેવી ઇફેક્ટિવ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

જિલ્લા તાલીમ: દરેક પ્રોબેશનર્સને જે રાજ્ય ફાળવવામાં આવેલ હોય તેમાં ૮ મહિનાની આ તાલીમ હોય છે. જેતે રાજ્યના વ્યવસ્થાતંત્રની વિશેષતાઓ તેના દ્વારા જાણવા મળે છે. ફિલ્ડમાં કામ કરવાની તે પ્રથમ તક મળે છે. આસિસ્ટંટ એસપી તરીકે પોસ્ટીંગ મળે છે અને કાયદો અને વ્યવસ્થા તંત્રનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અનેક કપરી પરિસ્થિતિઓની વચ્ચે મન શાંત રાખીને કેવી રીતે કાર્ય કરવું. ઓછામાં ઓછો બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કેવી રીતે અંકુશમાં લેવી તેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે.

પ્રોફેશનલ ટ્રેનિંગ (દ્વિતિય તબક્કો): સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી ખાતે ૩ મહિનાની આ ટ્રેનિંગ યોજાય છે. પ્રેકિટકલ કામગીરી દરમિયાન જે કાઈ પ્રશ્નો ઉભા થાય તેના નિરાકરણ માટે ફરી થિયરી તાલીમ યોજાય છે. આ તબક્કો વધુ ફોકસ સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાં અનુભવ લઈને આવતા પ્રોબેશનર્સના પ્રશ્નો પર કરે છે જેમાં અનુભવી અને સિનિયર અધિકારીઓ દ્વારા ડાઉટ-ડિફિકલ્ટી સેશંસ, કેસ સ્ટડીઝ જેવી ઇંટરેક્ટિવ મેથડ્ઝ દ્વારા તેનું નિરાકરણ આપવામાં આવે છે.

આમ બે વર્ષની તાલીમ દ્વારા એક સિવિલિયનમાંથી એક કાબેલ અધિકારી રચાય છે. જેમાં માનસિક અને શારિરિક ઘડતર, કઠોર શરીર પણ માનવીય મુલ્યોનો સમન્વય, નિર્ભયતા અને કરુણા, લોકતંત્ર અને લોકસેવામા સમર્પણના મુલ્યોનું ઘડતર થાય છે. આમ આઇપીએસ ટ્રેનિંગ માટે દેશમાં વિશ્વકક્ષાની ટ્રેનિંગ સંસ્થા હોવાનું ગૌરવ લઇ શકાય એમ છે.