Get The App

રોગપ્રતિકારક શક્તિ વધારી ચેપી રોગોથી શરીરનું રક્ષણ કરો

- માનસિક તનાવ (સ્ટ્રેસ) જેટલા પ્રમાણમાં વધારે હશે તેટલા પ્રમાણમાં ઈમ્યુનિટી ઓછી થશે. આ માટે ધ્યાન (મેડીટેશન) કરો

- હેલ્થ ટીટબિટ્સ .

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
રોગપ્રતિકારક શક્તિ વધારી ચેપી રોગોથી શરીરનું રક્ષણ કરો 1 - image


શ રીરની રોગો સામે લડવાની કુદરતી જન્મજાત શક્તિને ઈમ્યુનિટી અથવા રોગપ્રતિકારક શક્તિ કહેવાય. સીધો સાદો અર્થ જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તમને કોરોના કે બીજા કોઈ ચેપી રોગો થવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય.

વારસાગત રોગોને ના ગણીએ તો માનવીને જીવન દરમ્યાન કોઈ પણ પ્રકારના રોગો ના થાય માટે શરીરમાં ખૂબ શક્તિશાળી રોગપ્રતિકારક શક્તિની વ્યવસ્થા માનવી ના જન્મ સાથે જ હોય છે.

રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) એટલે શું ?

શરીરની રોગો સામે લડવાની કુદરતી જન્મજાત શક્તિને રોગપ્રતિકારકશક્તિ (ઈમ્યુનિટી) કહેવાય.  સીધો સાદો અર્થ જો રોગપ્રતિકારક શક્તિ સારી હોયતો માનવ શરીર રોગરહિત રહે અને જો રોગપ્રતિકારક શક્તિ બરોબર ના હોયતો શરીરમાં જે જાતના સૂક્ષ્મ જીવાણુ (બેક્ટેરિયા, વાઈરસ, ફન્ગસ) દાખલ થયા હોય તે પ્રકારના રોગ થાય.

રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુન સીસ્ટમ) ના ભાગ:

ઈમ્યુન સિસ્ટમને 'લિમ્ફેટીક સિસ્ટીમ' પણ કહે છે. જેમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નીચે જણાવેલા ભાગ છે ૧. લીમ્ફ નોડ્સ ર. હાડકાંની મજ્જા બોન મેરો જેમાં રેડ સેલ્સ બને છે. ૩. હૃદય પાસે રહેલી 'થાયમસ' ગ્રંથિ જેમાં 'ટી સેલ્સ' તૈયાર થાય છે. ૪. બરોળ (સ્પ્લીન) જે શરીરનો સૌથી મોટો 'લીમ્ફેટીક અવયવ' ગણાય છે જે જે લોહીમાં રહેલા સફેદ કણ (લ્યુકોસઈટ્સ) બનાવે છે આ ચાર થી ચેપી રોગોના જંતુઓ નાશ પામે છે. પ. તમારા લોહીનું 'હિમોગ્લોબિન' પુરુષોમાં ૧૪થી ૧૬ ગ્રામ્સ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ ગ્રામ્સ (એટલે કે ૧૦૦ ટકા કહેવાય) રહેવું જોઈએ. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિનો આધાર તમારા લોહીના ટકા 'હિમોગ્લોબીન પરસેન્ટ' કેટલા છેુ તેની ઉપર આધાર છે.

'એન્ટિ ઓક્સિડંટ' અને ને 'ફ્રી રેડિકલ' એટલે શું ?

વૈજ્ઞાાનિકોએ શરીરને તંદુરસ્ત રાખનારા તત્ત્વોને 'એન્ટિ ઓકસિડંટ'નામ આપેલ છે અને શરીરને નુકશાન કરનારા તત્ત્વોને 'ફ્રી રેડિકલ' નામ આપેલ છે.

શ્રેષ્ઠ 'એન્ટીઓક્સિડંટ' ૧. ઓક્સીજન (પ્રાણવાયુ) ર. વિટામિન એ ૩. વિટામીન સી ૪. વિટામિન ઈ અને પ. સેલેનિયમ ગણાય છે.

જ્યારે ફ્રી રેડિકલ એટલે શરીરને નુકશાન કરનારા અસંખ્ય તત્ત્વો જેમાં સુક્ષ્મ જંતુઓ બેક્ટેરિયા, વાઈરસ ફન્ગસ અને એલર્જી ઉત્પન્ન કરનારા તત્ત્વો જે શરીરમાં દાખલ થઈ ને અનેક પ્રકારના રોગો અને તકલીફ ઉભી કરે તે ગણાય છે.

શરીરમાં જેટલા વધારે પ્રમાણમાં 'એન્ટીઓક્સીડન્ટ' હોય તો તમારી તંદુરસ્તી જળવાય. એના થી ઉલટું ફ્રી રેડીકલ વધારે હોય તો તમારું શરીર રોગગ્રસ્ત બને.

શરીરને રોગગ્રસ્ત થતું અટકાવવાના સરળ ઉપાય:

૧. શરીરમાં એન્ટી ઓક્સીડંટનું પ્રમાણ વધારો

એ. પ્રાણવાયુ (ઓક્સીજન) શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડન્ટ છે તેનું પ્રમાણ શરીરમાં જાળવવા ૩૦ થી ૪૦ મિનિટની તમને ગમતી અને ઉંમરના પ્રમાણમાં કરી શકો તે કસરત કરો. રપ થી ૪૦ વર્ષ સુધી જીમમાં જઈને બહાર ચાલવાની, દોડવાની, સાયકલ ચલાવવાની કે તરવાની કસરત કરો. ૪૦ વર્ષ પછી ઘરમાં ધીરે ધીરે ચાલવાની કસરત કરો. નજીકના ગાર્ડનમાં લાફીંગ ક્લબ ચાલતી હોય ત્યાં જઈને કસરત કરો.

બી. બીજા શ્રેષ્ઠ એન્ટી વિટામીન એ, વિટામીન સી, વિટામિન ઈ અને સેલેનીઅમ શરીરમાં વધારે જાય માટે ખોરાકમાં બ્લુબેરી. જાંબુ, બોર, દ્વાક્ષ, પપૈયુ, નારંગી, પાઈનેપલ, કિવિ ફૂટ, અળસી, સૂર્યમુખીના બી અને સૂકો મેવો લો. શાકભાજીમાં બ્રોકોલી, મૂળાની ભાજી ટામેટાં, પાલખ અને શક્કરીયા લીંબુ અને આદું લીલી ચા તેમજ લસણ, હળદરમાં 'કર્ક્યુમીન' આવે છે જે ઈમ્યુનીટી વધારવા માટે શ્રેષ્ઠ ગણાય છે માટે રોજ એક ચમચી હળદર દૂધ સાથે લો. નોન વેજીટેરિયન માટે ફિશ (માછલી) લેવાથી ઓમેગા ૩. ફેટી એસિડ મળશે તો તેનો ઉપયોગ કરો. 

ર. શરીરમાં ઓછામાં ઓછા ફ્રી રેડીકલ જાય તેવો પ્રયત્ન કરો.

માનવ શરીરને ચામડી રૂપી દીવાલ છે અને દીવાલમાં સાત દરવાજા ૧. આંખ ર. નાક ૩. કાન ૪ ગળું પ મળદ્વાર ૬ મૂત્ર દ્વાર અને ૭ ચામડીના અસંખ્ય છીદ્રો ગણાય.

શરીરના સાત દરવાજાનું રક્ષણ કરો

૧. આંખો પર આખા દિવસમાં પાંચથી સાત વખત પાણી છાંટો

ર. નાક અને કાનમાં 'વ્હાઈટ વેસેલાઈન' સ્નાન કર્યા પછી લગાડો બહાર જાઓ ત્યારે કાનમાં રૂ ના પૂમડા લગાડો.

૩. તમારા શ્વાસમાં બહારની હવા જેમાં સૂક્ષ્મ જીવાણું (બેક્ટેરિયા, ફંગસ અને વાયરસ) જાય નહિ અને તમને કોઈ પણ પ્રકારના ચેપ લાગે નહિ માટે સારી જાતનો 'માસ્ક' લગાડો.

૪. ઘરમાં કે બહાર નાસ્તો કરતી વખતે જમતી વખતે જાણે અજાણે તમે તીખા, તળેલા ખૂબ ગળ્યા, વધારે મીઠાવાળા, ખોરાક અને પાણી લો છો તેની ઉપર કાબુ રાખવાથી તમારા શરીરમાં ઓછા ફ્રીરેડીકલ જશે અને તમે રોગગ્રસ્ત નહિ થાઓ.

પ. તમને ખબર ના હોય તો જણાવું કે તમે તમારે ઘેર થી બહાર જઈને પાછા આવો છો ત્યારે ઓછામાં ઓછા ૩પ વખત તમારા હાથ અને હાથની આંગળીઓ અનેક વસ્તુઓ અડે છે હાથની ચામડી મારફતે તમારા શરીરમાં નુકશાન કરનારા તત્ત્વો જાય નહી માટે જ્યારે જ્યારે બહારથી ઘેર આવો ત્યારે સાબુથી હાથ બરાબર સાફ કરી નાખો. કોરોનાની સીઝનમાં 'સેનીટાઈઝર' 'હાથવગુ' રાખો. બહાર જ્યારે જ્યારે કોઈ વસ્તુને અડો ત્યારે સેનીટાઈઝારનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમારા આખા શરીરની ચામડી ચોખ્ખી રાખવા દિવસમાં બે 

વખત સવારે અને રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાનો નિયમ રાખો.

૬. જ્યારે જ્યારે બાથરૂમ જાઓ અને ટોઈલેટ જાઓ ત્યારે અને સ્નાન કરો ત્યારે મૂત્રદ્વાર અને મળદ્વારને સાબુથી બરોબર સાફ કરો. માસિક ર્મવખતે સ્ત્રીઓ ગુપ્તાગો ધ્યાન રાખી બરોબર સાફ રાખે.

શરીરની ઈમ્યુનીટી વધારવા માટે બીજું શું કરશો ?

૧. પૂરતો આરામ લો. ૬ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે.

ર. સિગારેટ પીવાનું અને દારૂ પીવાની અને કેફી પદાર્થોનો ઉપયોગ કરવાની ટેવ પણ ઈમ્યુનિટી ઓછી કરશે.

૩. માનસિક તનાવ (સ્ટ્રેસ) જેટલા પ્રમાણમાં વધારે હશે તેટલા પ્રમાણમાં ઈમ્યુનિટી ઓછી થશે. આ માટે ધ્યાન (મેડીટેશન) કરો.

૪.પ્રોબાયોટીક દહીં અને દવાવાળાને ત્યાં મળી પ્રોબાયોટિક ગોળીઓ તેમજ હર્બલ દવાઓનો ઉપયોગ કરવાથી ઈમ્યુનિટી વધશે.

પ. હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૦૦ ટકા એટલેે પુરુષોમાં ૧૪ થી ૧૬ ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧પ ગ્રામ રાખવાથી ઈમ્યુનિટી જળવાશે.

Tags :