Get The App

કોરોનાથી તમે આટલા બધા ડરી કેમ ગયા છો ?

- હેલ્થ ટિટબિટ્સ - મુકુન્દ મહેતા

- તમારા જીવનમાં જે કંઇ થાય તેમાં તમને થયેલા શારિરીક કે માનસિક નુકશાન માટે તમારી જાત ને દોષિત માનવાની ટેવ છોડી દો

Updated: Oct 6th, 2020

GS TEAM


Google News
Google News
કોરોનાથી તમે આટલા બધા ડરી કેમ ગયા છો ? 1 - image


બી જું કોઈ કારણ નથી તમને 'મરી જવાનો ડર' લાગ્યો છે મરી જવાનો ડર એટલે આ જગતમાંથી તમારુ અને તમારા જે કોઈ નજીકના હોય કે દૂર ના હોય તેમને મૂકીને જવાનો ડર લાગ્યો છે. તમને ખબર છે અને તમે સમજો છો કે આ જગતમાં જન્મ લેનાર કોઈ પણ માનવીનો જન્મ અને મૃત્યુ તેના ઇષ્ટદેવના હાથમાં છે તેની પાસે તો ફક્ત જન્મ અને મૃત્યુની વચ્ચેનો જ સમય છે આ વાત ધર્મગુરુઓએ, મહાત્માઓ એ કહેલી અને જાણીતી વાત છે. પણ તકલીફ એ વાતની છે કે તમે નાના હશો અને સમજણા થયા ત્યારથી જાણે અજાણે એવી માન્યતા ધરાવો છો કે પોતાને એટલે કે પોતાના શરીર ્ને મનને અને પોતાની માનેલી (પઝેશન) વસ્તુઓ પોતાની પાસે જ રહેવી જોઇએ.

તેને કશું જ થવું ના જોઇએ પોતાની વસ્તુઓને નુકશાન થવાની કે ગુમ થઇ જવાનો (એ કપડાં હોય કે મોબાઈલ) ડર લાગે છે. હોય. છેલ્લે ડર લાગે છે આ જગતમાંથી વહેલા વિદાય થઇ જવાનો. એટલે કે મરી જવાનો ડર. મોટા હોય કે નાના સૌ કોઇને પોતાનું શરીર પોતાની વસ્તુઓની અને પોતાના માં બાપ અને ભાઈભાંડુ જે અંગત કહેવાય તેનાથી દૂર થવાની ચિંતા સતત રહેતી હોય છે. એના મનમાં રહેલી આ પ્રકારની લાગણી ધીરે ધીરે વધતી જાય છે. ચાર કે છ મહિનાથી જ્યારે 'કોરોના' એ આખી દુનિયાને માથે લીધી છે ત્યારે આ પ્રકારની લાગણી ખૂબ વધી જાય તે સ્વાભાવિક છે.

ક્યારે શું થશે એની કોઇને ખબર નથી માટે દુનિયાની દરેક વ્યક્તિ સતત એક પ્રકારના માનસિક તનાવમાં રહેલી છે. એને તમે ડર કહો કે દહેશત, એને બીક તરીકે ઓળખો કે ભય તરીકે અનુભવો, વૈજ્ઞાાનિકો અને ડોક્ટરો તે ને 'એન્કઝાઇટી ડીસોર્ડસ' તરીકે ઓળખે છે. તે આજના કોરોનાના જમાનામાં નાના મોટા સૌ કોઇને છે. તમે પણ એમાંથી બાકાત નથી. જો આવા લોકોએ લાંબુ અને રોગરહિત તંદુરસ્ત જીવન જીવવું હોય અને મનમાંથી બીકને કાયમ માટે કાઢી નાખવી હોય તો તે માટે ચોક્કસ વિચાર કરીને નીચે જણાવેલા પગલાં લેવા જોઇએ.

૧. શરીરને મજબૂત બનાવો.

જિંદગીના અંત સુધી કરી શકો તેવી તમને ગમતી કસરત રોજ ૪૦ થી ૫૦ મિનિટ કરો જેમાં તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ (ઓક્સીજન) જાય અને તમારા શરીરના બધા જ અંગો જિંદગીના અંત સુધી મજબૂત રહે. તમારું શરીર મજબૂત હશે તો તમારું મનોબળ પણ વધશે.

૨. મનને મજબૂત બનાવો : તમારી મનોવૃત્તિ (એટીટયુડ)ને દ્રઢ નિશ્ચય કરીને હકારાત્મક (પોઝિટિવ) બનાવો આ માટે રોજ થોડો સમય કાઢીને મનને ખોટા અને અશુભ વિચારો કરતાં અટકાવવા મેડિટેશન કરો. તેની સાથે થોડો સમય યોગાસન પણ કરો.

૩. તમારી જાતને દોષિત માનશો નહિ : તમારા રોજિંદા જીવનમાં જે કઇ બને છે, ભૂતકાળમાં બની ગયું અને ભવિષ્યમાં બનવાનું છે તે માટે તમારી જાતને દોષિત માનશો નહીં. એમાં જ્યારે ને ત્યારે તમારા નસીબનો વાંક ના કાઢો. તમારા જીવનમાં જે કંઇ થાય તેમાં તમને થયેલા શારિરીક કે માનસિક નુકશાન માટે તમારી જાત ને દોષિત માનવાની ટેવ છોડી દો. તે બનાવ થવાનો જ હતો તેને ઇશ્વર ઇચ્છા માનો. 'ધીસ શેલ ટુ પાસ' એ નિયમ યાદ રાખો અને તે બનાવ કાયમ રહેવાનો નથી તે જતો જ રહેવાનો છે એમ ચોક્કસ માનો.

૪. શરીરનું કાયમ ધ્યાન રાખો : જાણે અજાણે તમારા શરીરને કોઈ પણ પ્રકારની ઇજા કે નુકસાન ના થાય માટે સાવધ રહો. તેજ રીતે તમને કોઈ પણ પ્રકારનો રોગ ના થાય અને તમારી તંદુરસ્તી આજીવન જળવાય તેનું પણ ધ્યાન રાખો. 'અતિ સર્વત્ર વર્જ્યતે' એ વાતનો ખ્યાલ રાખી જીવન દરમ્યાન કોઈપણ વાત કે બાબત વધારે પડતી ના કરશો.

૫. સારા મિત્રો બનાવો : હંમેશા આનંદમાં રહેતા હોય અને હસમુખા હોય તેવા મિત્રો બનાવો. જેઓ તમારા સુખ અને દુખ વખતે તમારે પડખે ઉભા રહે.

Tags :