- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- અડધી રાત્રે શબાના ઊઠીને બીજા રૂમમાં જઇ કોઈને મેસેજ કરી રહી હતી.
કુ વૈતથી અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થતાં વિમાનમાં એનાઉન્સ થયું કે પાંચ મિનિટમાં આપણે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ રહયા છીએ, અને ફારૂકના દિલની ધડકનો વધી ગઈ. આજે ત્રણ વર્ષ બાદ તે પોતાના ઘેર પરત આવી રહયા હતો. ત્રણ વર્ષ દરમ્યાન તે ફોન પર પોતાની પત્ની શબાના સાથે વાતચીત કરતો હતો., પણ કોન્ટ્રાક્ટ પ્રમાણે ઈન્ડિયા આવી શકતો ન હતો. તે કુવૈતની મોટી કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરીને પરત આવી રહયો હતો. હવે તેને પૈસાની ચિંતા ન હતી, કારણ કે તેણે ત્યાંથી કમાઈને ત્રીસ લાખ રૂપિયા પત્નીને મોકલી દીધા હતા.
આહા ! ત્રણ વર્ષ ઈન્ડિયા કેટલું બદલાઈ ગયું હશે, શબાના પણ મારા ઇંતેજારમાં અડધી થઈ ગઈ હશે. મુન્નીને તો હું ફકત એક વરસની છોડીને ગયો હતો, તે તો હવે ચાર વરસની થઈને ઘરમાં કેવી દોડાદોડ કરતી હશે,આ વિચારે ફારૂક રોમાંચિત થઈ ગયો.
એરપોર્ટની બહાર નીકળી તેણે સીધી ટેક્ષી કરી ઘર તરફ, ત્યારે સાંજ ઢળવા લાગી હતી. તે ફરી વિચારે ચડયો, મે બન્ને માટે બહુ જ ગીફ્ટ લીધી છે, તેથી મુન્ની અને શબાના મને જોતાંવેંત કેવા વળગી પડશે, સાથે બેસીને જમવાનો કેટલો આનંદ થશે.
ઘરે પહોંચતા તેને બધુ બદલાઈ ગયેલું લાગ્યું. મુન્ની તેને ઓળખતી ન હોવાથી તાકીને જોઈ રહી. તેને જોઈ રમકડાં આપતા ફારૂક ખુશ થઈ ગયો. પણ આ શું? શબાનાના મોઢા પર આનંદ ને બદલે તણાવ જોઈ તેણે પુછયું 'શબાના, ત્રણ વરસે હું ઘેર આવ્યો,પણ તને આનંદ ના થયો'
'ના, ના, એવું કઈ નથી' કહેતા શબાના અંદર જતાં ગભરાઈને બોલી 'તમારે માટે ચ્હા બનાવી લાવું છુ'
'અરે પણ હું તો ચ્હા પીતો જ નથી' ફારૂકને નવાઈ લાગી ડ્રોઈંગ રૂમમાંથી તેની અને શબાનાની મોટી તસ્વીર પણ ગુમ હતી. ફારૂખને શબાનાનું વર્તન વિચિત્ર અને બદલાયેલું લાગ્યું. તે કુવૈત ગયો તે પહેલાનું બે વરસનું લગ્નજીવન કેટલું સુખમય હતુ, અને આજે ? તેને લાગતું હતું કુટુંબની ખુશી માટે મે ત્રણ વરસ પરદેશ રહીને મોટી ભૂલ કરી છે. પણ હવે શું ?
રાત્રે પણ શબાનાએ તેને ચાર દિવસ પાક નથી કહી, નજદીક આવવા ના દીધો. અડધી રાત્રે શબાના ઊઠીને બીજા રૂમમાં જઇ કોઈને મેસેજ કરી રહી હતી.
સવારના ઉઠીને શબાના બીજા રૂમમાં જઇ કોઈને મોબાઈલ પર વાત કરતાં જોઈ ફારૂખ ચોંકી ગયો. તેનો શક મજબૂત બની ગયો. દશ વાગે તો શબાના તૈયાર થઈને બહાર બજાર જવા નીકળી. ફારૂખે સાથે આવવા કહયુ તો, ના પાડતાં કહયુ 'હમણાં હું શાકભાજી લઈને આવું છુ.' ફારૂખની શંકા વધારે ને વધારે મજબૂત થવા લાગી. કોને પૂછવું? અહી તેના ખાસ મિત્ર આમીર સિવાય કોઈ ન હોતુ.
રાત્રે પહોંચી ગયો આમીરને ઘેર જમતાં જમતાં તેણે પોતાની ચિંતા જતાવી. આમીરે કહયુ 'મને કાઇ ખબર નથી. પણ તારે જુવાન પત્નીને છોડી આટલો લાંબો સમય સુધી પરદેશ જવાય જ નહિ.' ફારૂખને પસ્તાવો થયો પણ હવે કોને પૂછવુ ?
ચાર દિવસ થઈ ગયા, પણ હજી ફારૂકને શબાનાએ જરાપણ પ્રેમ કર્યો ન હતો. ફારૂખ બેચેન અને હતાશ હતો. તેને પોતે મોક્લાવેલા ત્રીસ લાખ રૂપિયા યાદ આવ્યા, તેણે વિચાર્યું, આ રૂપિયા કબ્જે કરી, મારે શબાનાને છૂટી કરી તલાક દેવા પડશે.
'શબાના,મે મોક્લાવેલ ત્રીસ લાખ રૂપિયાનું તે શું કર્યું ? કઈ બેંકમાં ડિપોઝીટ કરાવેલ છે?' શબાના આ સાંભળીને સહેમી ગઈ, થોડું વિચારીને બોલી 'ફારૂક મે તેને આપણા માટે સારા ફલેટના બૂકિંગ માટે ભરી દીધા છે. જુહાપુરામાં નદી કિનારે છે'
ફારૂકને શબાનાની વાતમાં વિશ્વાસ ના પડયો. બીજે દિવસે ફરી પાછી દશ વાગે શબાના તૈયાર થઈ બહાર ઉપડી. આ વખતે તો ફારૂકે તેનો પીછો પકડયો. શબાનાની રીક્ષા ઈદગાથી દાણીલીમડા તરફ ઉપડી.
પાછળ પીછો કરતાં ફારૂખને નવાઈ લાગી. અરે, આ તો આમીરનાં ઘેર અંદર ગઈ.
પાંચ મિનિટ પછી બારીની તિરાડમાંથી તાકતા બન્નેને કઢંગી હાલતમાં જોઈ ફારૂખ ચકરાઈ ગયો. અડધા કલાકમાં શબાના નીકળી જતાં તે આમીરને ઘેર જઈ તેની ફેટ પકડી લાફો ઠોકી દીધો. 'નાલાયક મારી જ પત્ની સાથે તે સંબંધ કર્યો, અને ભાભીનો ગેરલાભ ઉઠાવે છે.'
આમીર હસવા લાગ્યો. 'મૂરખ તારા ગયા પછી તેના કેટલા પુરુષ મિત્ર હશે એ કહેવું મુશ્કેલ છે. પણ મહિના પહેલા આ એક મિત્રની સાથે મે તેને હોટલ અને પીકચરમાં જોઈ ફોટા પાડી લીધા હતા. તે બતાવી હું શબાનાનો મન થાય ત્યારે ફાયદો ઉઠાવતો હતો. મને માફ કરી દે.' કહીને તેણે મોબાઇલમા તેના પુરુષ મિત્રનો ફોટા બતાવ્યો. આમીર સાથે મારામારી કરી, દોસ્તીનો અંત લાવી. ફારૂખ બપોરે ઘેર આવ્યો ત્યારે હતાશા અને નિરાશાથી ચૂર થઈ ગયો હતો. તેને હવે શબાના પર જરાપણ વિશ્વાસ ન હતો.
સાંજે ફરીથી તેણે ત્રીસ લાખનો હિસાબ માંગ્યો. શબાનાએ કહયુ 'તે રૂપિયામાંથી તમારા નામે જ જુહાપુરામાં બે બેડરૂમનો ફ્લેટ લીધેલ છે. મહિનામાં પઝેશન છે.'
'મને તે આજે જ જોવા લઈ જા.' ફારૂખની ગણત્રી ફ્લેટ કબ્જે લઈ શબાનાથી છૂટા થવાની હતી. શબાના મોડી સાંજે તેને જુહાપુરાના બ્રોકરની ઓફિસે લાવી. બ્રોકર જુવાન, દેખાવડો અને માચોમેન જેવો હતો, નામ હતું સાહિર. તેને જોતાં ફારૂખને થયુ, આને ક્યાંક જોયો છે, પણ ક્યાં ?
સાહિરની ઓફિસમાં ચ્હા પાણી પતાવી બધા ફ્લેટ જોવા ઉપડયા. સાથે સાહિરના બે માણસો પણ હતા. છેક ગામને છેવાડે છ માળનું ફ્લેટનું માળખું તૈયાર હતું. લીફ્ટ અને બારી દરવાજા લગાડવાનું કામ ચાલુ હતુ. નીરવ રાત્રીમાં ત્યાં સૂમસામ શાંતિ હતી. સાહિરે વાત ચાલુ કરતાં કહયુ 'ફારૂકભાઈ, ફ્લેટ તમારા નામે જ બૂક થયેલ છે. આવતા મહિને તો પઝેશન મળી જશે.'
હાશ ! આ કામ તો શબાનાએ ઠીક કર્યું લાગે છે. હવે ફ્લેટ મળતાં જ મારે તેને તલાક દઈ દેવા છે. ઉત્સાહમાં બધાં પાંચ માળ ચડી ગયા. બે મોટા બેડ રૂમ,રસોડુ અને કીચન જોઈ ફારૂખભાઈ ખુશ થઈ ગયા.
અચાનક તેને યાદ આવ્યુ, આ સાહિર તો શબનાનો પ્રેમી જ લાગે છે, જે તેને આમીરે ફોટામાં બતાવ્યો હતો. અને તેણે ગુસ્સે થઈને સાહિરાને પકડી કહયુ, 'તુ જ છે ને શબાનાનો પ્રેમી, દગાબાજ!'
શબાના અને સાહીર આ સાંભળી ચોકી ગયા. શબાનાએ હસતાં હસતાં કહયુ 'મૂરખ,બે વરસ પહેલા હું આ ફ્લેટ બૂક કરાવવા આવી, ત્યારની તેના પ્રેમમાં છુ. મારી જુવાનીની જરૂરિયાત પણ તારે સમજવી જોઈએ ને, તું તો પરદેશ જઈ બેસી ગયો.'
'હવે હું તમને નહિ છોડું' ફારૂક કહેવા જાય ત્યાં સાહિરના માણસોએ તેને પકડીને બાલ્કની તરફ લઈ ગયા. સાહિર અને શબાનાએ જોરથી ધક્કો મારતા ફારૂક પડયો પાંચ માળથી નીચે જમીન પર. એક ચીસ પડી અને નીરવ શાંતિમાં ભળી ગઈ.
સાહિરે શબાનાના ઘેર જઈ તેના જ ઘરમાં પૂરી દઈ બહારથી તાળુ મારી ભાગી ગયો. શબાનાએ પોલીસને અંદરથી ફોન કરી 'મારો પતિ મને મારી, પુરીને ભાગી ગયો છે.' ઈદગા પોલીસ નાસતા ફારૂકને શોધી રહી છે.
જુહાપુરા પોલીસ નવા બાંધકામ થયેલાં ફ્લેટ પાસે મળેલી લાશની તપાસ કરી રહેલ છે. જુવાનીમાં વરસોથી અલગ રહેલ દંપતીના પતિના અંજામ પર કુદરત આસમાનમાંથી વરસાદ રૂપે આંસુ વહાવી રહી હતી.


