પ્રેમાળ, લાગણીભર્યા સ્પર્શની ઊણપથી આપણે પીડાઈએ છીએ!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- સ્પર્શ માત્ર સંજીવની છે, યોગ્ય ભાવથી યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરાયેલો સ્પર્શ હીલિંગ કરનારો કે રાહત આપનારો હોય છે
આ જે સવારમાં આંતરરાષ્ટ્રીય સમાચારો બ્રાઉઝ કરતા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની એક સ્ટોરી નજરે પડી. ચીની યુવતીઓમાં 'મેન મમ્સ'નો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. એક સમયે જીમમાં જનારા સ્નાયુબદ્ધ યુવકો માટે વપરાતો આ શબ્દ આજકાલ એવા પુરુષો માટે પ્રચલિત થયો છે કે જેમાં તાકાત-સ્ટ્રેન્થ અને સૌમ્યતા, ધીરજ, સહાનુભૂતિ જેવા સ્ત્રૈણ ગુણોનો સમન્વય હોય. આવા 'મેન મમ્સ' પાસેથી ટૂંકા આલિંગન માટે યુવતીઓ પૈસા ચૂકવી રહી છે. આ મુલાકાતો ટૂંકી, આદરપૂર્ણ અને પરસ્પર સંમતિ સાથે હોય છે, જે તણાવના સમયમાં ભાવનાત્મક રાહત પુરી પાડે છે. ચીની યુવતીઓ તણાવના સમયમાં આવા પેઇડ-આલિંગન પસંદ કરે છે જે સામાન્ય રીતે જાહેર સ્થળોએ જ થાય છે. 'મેન મેમ્સ' માટે આ વ્યવસાય નથી પરંતુ નાની ફી લેવાથી સ્પષ્ટ સીમાઓ જળવાઈ રહે છે અને ક્રિયા-પ્રતિક્રિયા વ્યાવસાયિક રહે છે. આવા આલિંગન પછી યુવતીઓના પ્રતિભાવો અને તેમણે અનુભવેલી રાહત પરથી એવું લાગે છે કે આ ટ્રેન્ડ અન્ય દેશોમાં વિસ્તરે તો નવાઈ નહીં!
આ સમાચાર વાંચીને મને મેલબર્નની બર્કસ્ટ્રીટમાં કરેલો અનુભવ યાદ આવ્યો. મેલબર્નના બર્કસ્ટ્રીટ મોલની બહાર એક ફૂટપાથ-બેન્ચ ઉપર હું અને મારી પત્ની કોફી લઈને અવરજવર કરતા લોકોનું અવલોકન કરતા બેઠા હતા. બર્કસ્ટ્રીટ મેલબર્નની ખાસ્સી વ્યસ્ત અને હેપનિંગ સ્ટ્રીટ છે. લોકો, ખાસ કરીને યુવાઓ હાથમાં શોપિંગ થેલીઓ, બેગ, કોફીના કપ, બેકપેક લઈને ઝડપની એક લયમાં હરીફરી રહ્યા હતા. ત્યાં એક યુવતી હાથમાં પ્લાકાર્ડ લઈને આવી, એને ફૂટપાથ પર ઉભું કર્યું અને પાછળ ભેટવા માટે તૈયાર હોય એમ હાથ પહોળા કરીને ઉભી રહી. કાર્ડપર લખ્યું હતું - ૈંક અર્ે રચપી ઘીૅિીજર્જૈહ/છહટૈીાઅ લ્લેય સી - જો તમને ડિપ્રેશન કે એંગ્ઝાઇટી હોય તો મને આલિંગન આપો. થોડીવાર તો એ એમ જ ઉભી રહી, એક યુવાન આવ્યો, હળવું આલિંગન આપ્ય ુંઅન ે ચાલતો થયો. ધીરે ધીરે આલિંગન આપનારાની સંખ્યા વધતી ચાલી, મને એ છોકરી આવી તે કરતા વધુ પ્રસન્ન જણાવા લાગી.
'તને શું લાગે છે, આવી રીતે આલિંગન આપવા પાછળનો એનો હેતુ શું હશે ?!' ખાસ્સા સમયના અવલોકન બાદ પત્નીએ મને પૂછયું.
'એક્ઝેટ હેતુ તો એને પૂછીએ તો જ ખબર પડે પણ કેટલીક શક્યતાઓ મનમાં આવે' મેં કહ્યું .'ક્યાંક એ પોતે ડિપ્રેશન કે એંગ્ઝાઇટીથી પીડાતી હોય, પીડાઈ ચૂકી હોય, એને આ સ્થિતિમાંથી પસાર થઈ રહેલા માટે સહાનુભૂતિ હોય, એકલતા અનુભવી રહી હોય વગેરે ઘણું બધું વિચારી શકાય. હેતુ ગમે તે હોય, હીલિંગ ચોક્કસ થતું હશે અને તે પણ બન્નેનું !'
એ યુવતી અને તેને આલિંગન આપનારા લોકોના હેતુની ચર્ચામાં ના પડીએ પરંતુ પરિણામ રૂપે બંનેના ચહેરા ઉપર એક પ્રસન્નતા ચોક્કસ આવતી હતી તે હું જોઈ રહ્યો હતો. જાહેરમાં આલિંગન આપવાની આવી જ એક ઘટના મેં વિએનામાં સ્ટિફન પ્લાટ્ઝમા ં જોઈ હતી, એ યુવાન હતો અને એણે લખ્યું'તું- 'લ્લેય સી, ૈંદસ કીીનૈહય ર્નુદ એ વખત ે થયું હતું કે કેવી સરળ-સીધી કબૂલાત અને અજાણ્યા લોકોનું માત્ર હળવું આલિંગન, કોઇ શબ્દ-કોઇ સલાહ નહીં. દરેક આલિંગન એને કોઈપણ મોટીવેશનલ સલાહ-સૂચન કરતા અનેકગણું વધુ મદદરૂપ થતું હશે.
'મેન મમ્સ'ની સેવા લેનાર ચાઈનીઝ યુવતીઓના પ્રતિભાવો પણ આ દિશામાં જ છે. એક મહિલાએ કહ્યું કે આ ટૂંકી મુલાકાતનો શ્રે અનુભવ માત્ર આલિંગન જ નહીં પરંત ુ એક અજાણી વ્યક્તિ તરફથી મળતી હૂંફ પણ છે! સામે પક્ષે, આલિંગન આપનાર પુરુષો પણ કહ ે છે કે એમનો આ અનુભવ આત્મવિશ્વાસ વધારનારો અને જોડાયેલા હોવાનો અહેસાસ કરાવનારો છે.
આલિંગન વાસ્તવમાં સંજીવની છે, આલિંગન જ શું કામ?! સ્પર્શમાત્ર સંજીવની છે, યોગ્ય ભાવથી યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરાયેલો સ્પર્શ હીલિંગ કરનારો કે રાહત આપનારો હોય છે. સ્પર્શ ઇચ્છનીય કે અનિચ્છનીય હોઈ શકે, એ વ્યક્તિઓના ઇરાદા કે ભાવ પર નિર્ભર રહે છે. આપણે અહીં ઇચ્છનીય કે ગુડ ટચની વાત કરીએ છીએ. આલિંગન સ્પર્શનું બહોળું સ્વરૂપ છે, નોન-જજમેન્ટલ સંપૂર્ણ સ્વીકૃતિ કે સ્વીકારની બોડી-લેંગવેજ છે. પ્રેમાળ, લાગણીભર્યો સ્પર્શ આપણી દૈનિક જરૂરિયાત છે અને આપણે વાસ્તવમાં એની ઊણપથી પીડાઈએ છીએ! હું મારી પાસે આવતા યુગલોને એમ પૂછું કે જાતીય ભાવનાઓ સિવાયનું આલિંગન તમે એકબીજાને છેલ્લે ક્યારે આપ્યું તો બંને ગલ્લાતલ્લા કરવા માંડે! આપણે તો કામ વગર એકબીજા હાથ પણ પકડતા
નથી અને જ્યાં પકડીએ છીએ તે પણ યંત્રવત્ ! આ સંજોગોમાં, સંબંધોમાં સાચા અર્થમાં નિકટતા કે ઇન્ટિમસી અનુભવવી અશક્ય છે. સ્પર્શ સંબંધોમાં તુટી ના શકે એવો જોડ બનાવી શકે કારણ કે તેના કારણે મગજમાં થતો ઓક્સિટોસીન નામના ન્યુરોકેમિકલ્સનો સ્ત્રાવ લાગણીઓમાં એડહેસીવનું કામ કરે છે. બાકી બીજા ફાયદાઓ તો મૂળ વસ્તુ સાથે આવતા મફત ઉપહારો જેવા છે, માનસિક તણાવમાં ઘટાડો, મૂડમાં સુધારો, રોગ પ્રતિકારકતામાં વધારો વગેરે. આજે આપણી પાસે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે અનેક એપ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મોબાઈલ જેવી સવલતો ઉપલબ્ધ છે પરંતુ એક હળવો સ્પર્શ જે કનેક્શન ઉભું કરી શકે છે તે સતત વર્ચ્યુઅલ સંપર્કમાં રહીને પણ ઉભું નથી કરી શકાતુ!
મફતમાં મળેલી વસ્તુઓની સંસારને ક્યારે'ય કદર થઈ નથી અને એ પૈકી પ્રકૃતિ એક અગત્યની બાબત છે. આપણે પ્રકૃતિની દરકાર ભાગ્યે જ કરી છે, કુદરતે જે આપ્યું છે તેને આપણો હક્ક સમજીને હંમેશા ટેકન ફોર ગ્રાન્ટેડ વાળો અભિગમ અપનાવવાનું વલણ આપણું રહ્યું છે. આ વલણમાં આપણે ઘણી કુદરતી સારવારને અવગણી છે અને પછી પાછા 'નેચર ક્યોર'માં જઈને પૈસા ખરચીને એ મેળવ્યાનો મોભો પણ ઉભો કરીએ છીએ! મનુષ્યને માનસિક સ્વસ્થતા જાળવવા અને રોગપ્રતિકારકતા માટે કુદરતે સ્પર્શની શક્તિ આપી છે એનો વ્યવહારુ ઉપયોગ કરતા આપણે ખચકાવું ના જોઈએ. જેમ વિટામિન્સની દૈનિક જરૂરિયાત હોય છે તેમ સ્પર્શની પણ હોય છે!
પૂર્ણવિરામ
સ્પર્શએ માત્ર ભૌતિક સંવેદના નથી, પણ વિશ્વને જાણવા અને સમજવાની રીત છે.