એટમ બોમ્બ અને અણુભઠ્ઠીમાંથી નીકળતા વિનાશક કિરણોને રોકવાની શક્તિ ધરાવે છે
સમસ્ત વિશ્વ પંચભૂતાત્મક છે. એમાનું એક તત્ત્વ પૃથ્વી (ઈછઇ્લ્લ ઈન્ઈસ્ઈશ્) જેને આપણે મૃદ્દ (માટી, ર્જીૈન કે ભનચઅ) નામથી ઓળખીએ છીએ. ઉપચાર દ્રષ્ટિએ તો આ ઉત્તમ ઉપચાર પધ્ધતિમાંની એક છે.
માટી આપણી છે. હાથવગી છે, કિંમતે સાવ સોંઘી છે અને પાછી કેટકેટલા રોગોને મટાડનારી છે.
પૃથ્વી એ ગંધની સંજ્ઞાાનુ પ્રતીક છે. શરીરના બંધારણમાં જરૃરી એવા હાડકાં પર એનું પ્રભુત્વ છે. ભારેપણું, મંદતા, સ્થિરતા અને ચીકાશને દૂર કરાવાવાળા ગુણ તેનામાં છે.
જળને શુદ્ધ કરવાની શક્તિ એનામાં રહેલી છે. માટીમાં ઠંડી અને ગરમી રોકવાની ક્ષમતા છે. ખાસ કરીને એ એન્ટિએટોમિક રેડિએશન એટલે એટમ બોમ્બ અને અણુભઠ્ઠીમાંથી નીકળતા વિનાશક કિરણોને રોકવાની શક્તિ ધરાવે છે. આવા વિવિધ ગુણોથી સભર માટી થકી થતા ઉપચારો આ પ્રમાણે છે.
સૌ પ્રથમ આપણે માટીનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઇએ. જે માટીનો ઉપયોગ કરવાનો હોય એને સાફ કરવી, ખાંડવી, આ ભૂકાને પહોળા મોઢાના પાત્રમાં ત્રણ ગણું પાણી મેળવી લાકડાના ડંડાથી હલાવતા રહેવું. પાણીની ઉપરની સપાટી પર ભેગો થતો કચરો દૂર કરતા રહેવું અને નવું પાણી ઉમેરતા રહેવું.
આમ કરવાથી તે શુદ્ધ થઇ જશે. ત્યારબાદ પાણી નીતારી લઇ, તડકે સૂકવવી અને ખાંડવી એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે, લેપ કરી શકાય તેટલી માત્રામાં પ્રવાહી ઉમેરવું. લેપ જાડો કરવો અને સૂકાય ત્યાં સુધી રહેવા દેવો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. લેપ લગાવ્યા પછી તડકો કે હવા ન લેવી. કુદરતી રીતે સૂકાવા દેવું.
માટીથી થતા ઉપચારો
(૧) સફેદ ખડી (ચૉક :કાર્બોનેટ ઓફ કેલ્શિયમ) :ગરમીમાં લૂ લાગી હોય તો કેસૂડાના પાણીમાં મેળવી કપાળે, ગરમીને કારણે વારંવાર થતાં ઝાડામાં ગુલાબજળમાં મેળવીને પેટ પર લેપ કરવો. ત્વચાગત વિકાર, શીળસમાં છાણા (અડાયુ)ની રાખ અને ગૌમૂત્રમાં મેળવી તથા વધરાવળમાં સૂવાદાણાના ચૂર્ણ સાથે સમભાગે મેળવી લેપ કરવો. ગરમીના ગૂમડ અને અળઈ પર ગુલાબજળ સાથે, હાથપગના ચીરા અને વાઢિયા પર ઘી સાથે મેળવી માથાનો ખોડો, જૂ કે લીખમાં લીંબુના રસમાં મેળવી, દાંતના પેઢા સડતા હોય તો તલના તેલ સાથે મેળવી લગાવવું. દાઝ્યા પછી દહીનાં નીતરેલા પાણીમાં મેળવી લગાવવું.
(૨) કાળી માટી :કોઠે રતવા (વારંવાર ગર્ભપાત કે કસુવાવડ થવા)માં પેટ ઉપર લેપ કરવો. સર્પદંશ, વીંછી, ભમરી, મધમાખી કે ઝેરી જંતુના કરડવા પર કડવા લીમડાના પાનના રસમાં સરખા ભાગે નમક મેળવી લેપ કરવો. ભસ્મક નામના રોગ (વારંવાર ખાવા છતાં ભૂખ લાગ્યા કરે અને વજન ન વધે એવો રોગ)માં શુધ્ધ કરેલી કાળી માટી, જેઠી મધ અને અધેડાના બીજનું ચૂર્ણ સમભાગે મેળવી આખી રાત પાણીમાં પલાળી રાખવું. આવું ગાળી અને નીતારેલું પાણી રોજ સવારે નરણા કોઠે પીવું. લાંબા સમયની માંદગીને કારણે પથારીમાં સૂઈ રહેવાથી થતા પાઠા (મ્ઈઘ ર્જીંઇઈ) તથા માથાની ઊંદરી પર લીંબોળીના તેલ સાથે મેળવી લગાવવું. (કુંભારના ચાકડાની ચીકણી કાળી માટીનો ઔષધીય ઉપયોગ વધુ લાભદાયક છે.)
(૩) મુલતાની માટી (સિલિકેટ ઓફ એલ્યુમીના) :મધ્યહિંદ અને પંજાબમાં મળી આવતી આ માટી આછા પીળા રંગની હોય છે. આ માટી મુલતાન-અફઘાનિસ્તાન તરફ વધુ મળતી હોઈ મુલતાન નામ આપેલ છે. ખાટી છાશ અથવા દહીંમાં મેળવી માથુ ધોવાથી વાળ ખરતાં અટકે છે અને સુંવાળા થાય છે. ખીલ ઉપર કઠ અને ગુલાબજળ મેળવી લેપ કરવો. ગાલ પચોળિયા (સ્ેંસ્ઁજી) પર હળદર અને નમક સમભાગે મેળવી ગાલ પર અને કાનની પાછળ જાડો લેપ કરવો. ગૂમડા પર ગુલાબજળ મેળવી લેપ કરવો.
વાચકમિત્રો, અન્ય ઘણાં પ્રકારની માટીથી થતાં ઉપચાર વિશેની માહિતી આવતા અંકમાં.


