સસલું શા માટે સિમ્બોલ બન્યું?
પ્લેબોયના બીજા અંકથી સસલાને સિમ્બોલ તરીકે અપનાવી લેવાયુ હતું. પ્લેબોયના આર્ટ ડિરેક્ટર આર્ટ પોલે એ સિમ્બોલ તૈયાર કર્યો હતો. ટુક્સેડો ટાઈ, સસલાના ચહેરાનો સાઈડ ફેસ અને માથે ઉભા થયેલા કાન.. એ સિમ્બોલ હવે જાણીતો છે.
પણ સસલું શા માટે?
હેફનરે એક મુલાકાતમાં ખુલાસો આપતા કહ્યું હતું કે સસલું ચંચળતાનું પ્રતીક છે અને આપણું સામયિક પણ ચંચળ છે. સસલાંને જોતાં એ ભાગી જતું દેખાય, ઉછળતું કુંદતું જોવા મળે, શરમાળ હોય, મજેદાર લાગે.. બસ એ બધું જ પ્લેબોયમાં હોવાનું માટે સિમ્બોલ તરીકે સસલાને પસંદ કર્યું. સસલાનું એક નામ બની પણ છે, માટે પ્લેબોયના સસલું બની નામે ઓળખાય છે.
સસલાંની કદર કરવા બદલ પ્રાણીશાસ્ત્રીઓએ એક દુર્લભ પ્રજાતિના સસલાંને હેફનરનું નામ આપી દીધું છે. હવે એ સસલાંની પ્રજાતિ 'હેફનરી' તરીકે ઓળખાય છે!