રામપુર સહસવાન ઘરાના
એ આર રહેમાન અને સોનુ નિગમ આ ઘરાનાના શિષ્યો છે
બબ્બે ઓસ્કાર વિજેતા, બબ્બે ગ્રેમી એેવોર્ડ અને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા ફિલ્મ સંગીતકાર એ આર રહેમાન તેમજ મુહમ્મદ રફીનાં ગીતો ગાતાં ગાતાં પોતાની ગાયન શૈલી વિકસાવનારા સોનુ નીગમ આ ઘરાનાના શિષ્ય છે એમ કહીએ તો કોઇને નવાઇ લાગે. આ બંનેએ રામપુર સહસવાન ઘરાનાના ટોચના ગવૈયા ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી ભારતીય સંગીતની તાલીમ લીધી છે.
લગભગ ૧૯મી સદીની વચ્ચોવચ ઉસ્તાદ ઇનાયત ખાન સાહેબે આ ઘરાનાની સ્થાપના કરી એમ કહેવાય છે. સ્વર, લય, સરગમ તાન અને સપાટ તાન એ આ ઘરાનાના સાધકોની ખૂબી ગણાય છે. હાલના કલાકારોમાં અગાઉ જેમનું નામ લીધું એ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન અને કલકત્તાની મ્યુઝિક રિસર્ચ એકેડેમીમાં તૈયાર થયેલા ઉસ્તાદ રાશીદ ખાન આજના અતિ લોકપ્રિય કલાકાર છે.
રામપુર સહસવાન ઘરાનાના
જાણીતા કલાકારો
ઉસ્તાદ ઈનાયત હુસૈન ખાન, મુસ્તફા હુસૈન ખાન, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, ઉસ્તાદ રાશીદ ખાન, એ.આર. રહેમાન, સોનુ નિગમ