Get The App

થોડું ધ્યાન આપવાથી હ્યદયરોગ અટકાવી શકાય છે

Updated: Mar 21st, 2018

GS TEAM

Google News
Google News
થોડું ધ્યાન આપવાથી હ્યદયરોગ અટકાવી શકાય છે 1 - image

હૃદયમાં અનેક પ્રકારનાં રોગો થાય છે. હૃદયમાં આવેલ, વાલ્વના રોગો ઓછા જાણીતા હતાં, એની સંખ્યા વધવાથી-જાણીતો થતો જાય છે ''જીવન એક માટીનું ઢેકું ઠોકર વાગતાં તુટી જશે હે માનવ તું જોઈને ચાલીશ તારું જીવન બની જશે. ''  

ભાવુક અને જ્ઞાનથી ભરેલી કવિતાની આ પંકતિઓ આરોગ્ય માટે પણ ટકોર  ભારે બિમારીથી બચવા માટે છે.આરોગ્યની થોડી કાળજી રાખી આહારની ગોઠવણ  કરવામાં આવે અને કેટલાક રોગોની શરુઆતમાં જ ચિકિત્સામાં ધ્યાન  આપવામાં આવે તો તો હૃદયરોગ અને તેના વાલ્વનાં રોગો જેવા ભારે રોગો  અટકી જાય. અજ્ઞાાન અને બેદરકાર મા બાપ,બાળકોના રુમેટિક  ફીવર(આમવાતિક), શરદી, તાવ, થ્રોટ ઈન્ફેકશન, ટોન્શી  ઈન્ફેકશન, ટોન્સીલાઈટીસ, વગેરે રોગોની પુરતી સારવાર કરાવાતાં  નથી.આથી રોગોની અસર હૃદયની અંદર કલાપર થવાથી સોજો આવે છે.

આ સોજો  જૂનો(chronich)થી એની અસર હૃદયમાં આવેલ જુદા જુદા વાલ્વ પર થાય  છે.સરવાળે વાલ્વ સ્ટેનોસીસ નામનો ગંભીર વ્યાધિ થાય છે. આ વ્યાધિ  બાળકથી માંડીને મોટા સુધી થાય છે. મા બાપ ભુલ કરે અને એની સજા  નિર્દોષ અણસમજ બાળક ભોગવે છે.કેટલાક કહેવાતાં સુધરેલા ભૂલ કંઈ હોઈ  શકે? પુખ્ત વયનાને આજે કારણોથી વાલ્વ વિકૃત થાય છે.વાલ્વના રોગોની  સારવાર મોટાભાગે સર્જરીથી થાય છે.

હૃદયને ચાર ખાના(chamber)હોય છે.ઉપરના ભાગમાં આવેલ બે ખાનાને અલિંદ (Auricle)અને નીચેના ખાનાને નિલય  Ventricel)કહે છે. અલિંદમાં રકત આવે છે.નિલય રકત શરીરમાં મોકલે છે.જમણા અલિંદ અને નિલય વચ્ચે આવેલ છે.જેને ત્રિપલક વાલ્વ (Tricuspid Valve)અને હૃદયની ડાબી તરફ ડાબા અલિંદ અને ડાબા નિલય વચ્ચે વાલ્વ આવેલ છે.જેને દૃપિત્ર વાલ્વ (Mitral Valve) કહે છે.હૃદયના સતત ધબકતાં રહેવાથી અને વાલ્વની મદદ રકત શરીરને અને ખુદ હૃદયને રકત મળી રહે છે,દર સ્પંદને ૭૦ સસ રકત ફેંકે છે,૧ મીનીટનાં સ્પંદન ૭૫ થી ૮૦ હોય છે.એક મીનીટમાં શુધ્ધ રકત શરીરને મળી રહે છે.

અલિંદ સંકોચાય એટલે જમણાં અલિંદનું રકત જમણાં નિલયમાં અને ડાબા અલિંદમાં રહેલું ડાબા નિલયમાં વાલ્વ મારફત જાય છે.તંદૂરસ્ત શરીર બરોબર પમ્પીગ કરી શુધ્ધ રકત શરીરને મોકલે છે અને અશુધ્ધ રકત શુધ્ધ થવા મેળવે છે.વાલ્વ વિકૃત સાંકડો થવાથી એક ખાનામાંથી બીજા ખાનામાં સહેલાઈથી રકત જઈ શકતું નથી.આથી હૃદયને પમ્પીગ કરવામાં વધારે મહેનત કરવી પડે છે. આ સ્થિતિ લાંબો સમય ચાલુ રહેવાથી હૃદય નબળું પડે છે અને વૃધ્ધિ(Enlargement of Heart) થાય છે.આ રોગને ગંભીર પ્રકારનો માનવામાં આવે છે.

હૃદયમાં આવેલા વાલ્વના ૧૦૦ દર્દીમાંથી આશરે ૬૦ દર્દી માઈટ્રલ વાલ્વનાં હોય છે.વાલ્વનું છીદ્ર (Ring)સાંકડું થાય છે.કેટલાક કેઈસમાં વાલ્વની કપાટિકા વિકૃતિ થવાથી છીદ્ર બરોબર બંધ થતું નથી.આથી નિલયમાં ગયેલાં રકતમાં થોડું ડાબા અલિંદ તરફ પાછું ફરે છે જેને અંગ્રેજીમાં માઈટ્રલ રીંગજીટેષન (Mitral Regurgitation) કહે છે આવું લાંબો સનય ચાલવાથી ફુસફુસભીગા શિરા પણ વિકૃત થાય છે સરવાળે હૃદય મોટું થાય છે.સ્ટેનોસીસ અને રીંગજીટેશન સાથે પણ હોઈ શકે છે.

આ રોગથી પીડાતાં દર્દીને ચાલતાં કે મહેનતનું કામ કરતાં શ્વાસ(Dyspnea) ચઢે છે, અવારનવાર શરદી થવી, પાંડુત્વ નબળાઈ વિ.થાય છે.રોગો ક્રોનિક થાય એટલે થોડું ચાલતા શ્વાસ,લીવર વધવું,સોજા ચઢવા અને મૃત્યુ તરફ લઈ જાય છે.આ રોગોનાં દર્દીઓમાં ૨ ટકા જન્મજાત દર્દીઓ હોય છે.

આ રોગ થાય જ નહી એ માટે આમવાતિક તાવ (Rheumatic Fever)   ની ચિકિત્સામાં ખાસ ધ્યાન આપી જડમૂળથી મટાડવો, ટોન્સીલાઈટીસ,ગળાનાં  ઈન્ફેકશનમાં ખૂબ જ કાળજી રાખવી,વારેવારે થાય નહી એ માટે ખાવાપીવા  અને સારવારમાં ધ્યાન આપવું. માઈટસ સ્ટેનોસીસ સર્જરીથી સાધ્ય રોગ  છે, પરંતુ ઓપરેશન થઈ શકે એવી સ્થિતિ હોય નહીં તો અહી આપેલ ઔષધો  સંતોષકારક પરિણામ આપે છે. સિંહનાદ ગુગળ, હૃદયચિંતામણીરસ, અર્જુન ધનવટી  વાપરવી. અર્જુન ૨ ભાગ, હરડે, રાસ્ના, સૂંઠ, પૂનર્નવા, પુષ્કરમૂળ દરેક એક  ભાગ લેવું, આ મિશ્રણનો કવાથ બનાવી સવાર-સાંજ પીવો. ચિકિત્સક અને  નિષ્ણાંતની સલાહ લેંતા રહેવું.

કોરોનરી ધમનીમાં થતો બ્લોકેઝ હૃદયરોગ દિનપ્રતિદિન વધતા રહેવાથી લોકોમાં જાણીતો થયો છે.હૃદયમાં અનેક પ્રકારનાં રોગો થાય છે. હૃદયમાં આવેલ, વાલ્વના રોગો ઓછા જાણીતા હતાં, એની સંખ્યા વધવાથી-જાણીતો થતો જાય છે સતત ૨૪ કલાક ધબકતાં રહેતા હૃદયનાં આરોગ્ય વિષે આપણે ચાલીસ વર્ષ કે તેથી વધારે ઉંમર સુધી ખાસ કંઈ વિચારતા નથી.આ અંગેનું થોડું જ્ઞાાન મેળવી આહારવિહારની ગોઠવણ કરવામાં આવે તો મોટાભાગના હૃદયરોગથી બચી શકાય છે.સતત ચાલતાં એન્જીનની આયુષ્ય વધે એ માટે આરામ અને નિયમિત ઓઈલીંગ સર્વિસ કરાવતાં રહીએ છીએ પણ વર્ષોથી એન્જીન માફક ધબકતાં હૃદયનાં થાક નિવારણ માટે કયારેય વિચાર્યું છે ખરું?

- શાંતિભાઇ અગ્રાવત