સર્કિટ હાઉસ : કલર લાલ, સ્વભાવ ઠંડો
જામનગર
લાલ કલર આમ તો ક્રોધ-ઉદ્વેગનું પ્રતીક છે. પરંતુ જામનગરમાં આવેલી આ લાલ કલરની ઈમારત જોઈને આંખો ઠરે એમ છે. રજવાડી ઈમારત અત્યારે તો સર્કિટ હાઉસ તરીકે વપરાય છે, પણ તેનો ઈતિહાસ ભવ્ય છે. બંગલાનું મૂળ નામ વિભા વિલાસ પેલેસ હતું. જામનગરના જાણકાર ડો. સતિશ વ્યાસના કહેવા પ્રમાણે આ ઈમારતનાં બાંધકામની એ વિશેષતા છે કે ઉનાળામાં પણ અંદરના ભાગમાં ઘણી ઠંડક રહે છે, જેથી પંખા ન હોય તો પણ ચાલે.
છત લાકડાની બનાવાઈ હતી, જે વાતાવરણને નિયંત્રણમાં રાખવામાં મદદ કરતી હતી. આ બંગલો ૧૮૫૨માં સત્તા પર આવેલા જામ વિભાજીએ બંધાવ્યો હતો. આ મહેલનો ઉપયોગ વિભાજીના આવાસ તરીકે થતો હતો અને આજે મહેમાનોના આવાસ માટે થાય છે.