Get The App

પુરુષના સહયોગ વિના પ્રજનનની ઘટનાઓ પુરાણકથાઓ કે વૈજ્ઞાનિક હકીકતો?

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પુરુષના સહયોગ વિના પ્રજનનની ઘટનાઓ પુરાણકથાઓ કે વૈજ્ઞાનિક હકીકતો? 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- એકલિંગી પ્રજનન માત્ર છોડવાઓ કે સૂક્ષ્મ જીવાણુઓમાં જ સંભવ છે. મનુષ્યોને માટે તે સંભવ નથી. પણ હવે તે સંભવ બનશે એ દિશામાં પ્રયોગો થવા લાગ્યા છે

 ‘Biology is the study of complicated things that have the appearance of having been designed with a purpose.

જીવવિજ્ઞાન એ જટિલ બાબતોનું અધ્યયન છે જે ઉદ્દેશ્યપૂર્વક બનાવેલી છે એવું પ્રતીત થાય છે.

- J.B.S. Haldane 

 ‘Parthenogenesis is fascinating bilogy, but it does not redefine human development biology.

પાર્થેનોજેનેસિસ એક રોચક જૈવિક પ્રક્રિયા છે પણ તે માનવ વિકાસ જીવવિજ્ઞાનને પુનર્પરિભાષિત નથી કરતી.'

‘Parthenogenesis demonstrates the flexibility of life, but also limits of reproductive systems.

પાર્થેનોજેનેસિસ જીવનના લચીલાપણાને દર્શાવે છે પણ તે સાથે જ પ્રજનન પ્રણાલીઓની સીમાઓને પણ દર્શાવે છે.'

‘Human reproduction remains fundamentally sexual, requiring genetic contribution from two parents. 

માનવ પ્રજનન મૂળરૂપે લૈંગિક છે, જેમાં બે માતા-પિતા (સ્ત્રી-પુરુષ)નું આનુવંશિક યોગદાન જરૂરી છે.' 

 ‘A living mammal can be created without fertilization. 

એક જીવિત સ્તનધારી (સચસસચન) ને નિષેચન વગર બનાવી શકાય છે. 

 ‘If nature allows it in some species, could it be possible in human in extreme conditions ?'

પ્રકૃતિ કેટલીક પ્રજાતિઓમાં આની (પાર્થેનોજેનેસિસની) અનુમતિ આપે છે તો શું અત્યધિક વિશેષ પરિસ્થિતિમાં આ મનુષ્યોમાં પણ સંભવ બની શકે છે ?

હિંદુ ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માએ સૃષ્ટિના વિસ્તાર માટે સર્વ પ્રથમ મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ એમ દસ માનસપુત્રો ઉત્પન્ન કર્યા હતા. એ ઉપરાંત સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર પણ બ્રહ્માના માનસપુત્ર માનવામાં આવે છે. બ્રહ્મા સ્વયં પુરુષ હોવા છતાં કોઈ સ્ત્રીની સહાય વિના અમૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા કઇ રીતે સમર્થ થયા ? દુનિયાના અનેક ધર્મોમાં એવી કથાઓ મળે છે જેમાં પુરુષના શારિરીક સમાગમ વગર સ્ત્રી દ્વારા સંતાન ઉત્પત્તિના પ્રસંગોનું વિવરણ કરાયું છે. રામાયણ અને મહાભારતમાં પણ માનવ એકલિંગી પ્રજનન (હ્યુમન પાર્થેનોજેનેસિસ)નું નિરૂપણ થયેલું છે.

વાલ્મીકિ રામાયણના બાલકાણ્ડના અઢારમા અધ્યાયમાં આનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીરામ એમના ભાઈઓ સાથે પિતાના સંયોગ વિના જ જન્મ્યા હતા. જ્યારે રાજા દશરથની ઉમર વધી ગઈ અને કોઈ સંતાન ઉત્પન્ન ન થયું ત્યારે તેમણે તેમના ગુરુ વશિષ્ઠ મુનિ પાસે જઇને આ દુ:ખનું નિવેદન કર્યું તે વખતે વશિષ્ઠ મુનિએ શૃંગી ઋષિને બોલાવીને પુત્રેષ્ટિ યજ્ઞા કરાવ્યો હતો. તે વખતે મુનિએ રાજા દશરથને કહ્યું હતું - 'પાયસં તદિદં રાજન્ પ્રાશ્યન્તિ ત્વત્પત્ન્ય: શુભા: । હે રાજા, તમારી રાણીઓ આ દિવ્ય પાયસને આરોગશે અને તેનાથી પુત્ર ઉત્પન્ન થશે.' યજ્ઞામાં ચરુમાં દેવ શક્તિઓનું આહ્વાન કરીને અપાયેલ એ પાયસ (ખીર) ચારે રાણીઓને વહેંચી દેવામાં આવી હતી. એક એક ભાગ મળવાને કારણે કૌશલ્યા અને કૈકેયીને અનુક્રમે રામ અને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

મહાભારતના આદિ પર્વમાં કુંવારી પૃથા (કુંતી) થકી પુત્ર (કર્ણ) ને જન્મ આપ્યાનો પ્રસંગ નિરૂપિત થયેલો છે. તેમાં કહેવાયું છે - 'સા તુ તં દિવ્યમાત્માનં પુત્રં જનયત કુમારી । તે કુમારી (પૃથા) એ અવિવાહિત, કુંવારી રહીને પોતાના પુત્ર (કર્ણ)ને જન્મ આપ્યો. પૃથા પર પ્રસન્ન થઇ દુર્વાસા મુનિએ એક દિવ્ય મંત્ર પ્રદાન કર્યો હતો અને તેને કહ્યું હતું - તું જ્યારે પણ ઇચ્છે ત્યારે કોઈપણ દેવતા થકી આ મંત્ર દ્વારા તેમનું આહ્વાન કર્યા પછી સંતાન પ્રાપ્ત કરી શકીશ. કિશોર અવસ્થામાં રહેલી પૃથાને ઉત્સુક્તાવશ એ મંત્રના પ્રભાવને જોવાની ઇચ્છા થઈ. એક દિવસ તેણે સૂર્યોદય વખતે સૂર્યદેવનું ધ્યાન ધરી એ મંત્ર જાપ કર્યો. ખરેખર સૂર્યદેવ તેની આગળ પ્રત્યક્ષ રૂપે પ્રકટ થયા. તે એવું અનુભવવા લાગી કે એમનું દિવ્ય ભર્ગ (તેજ) એના ગર્ભમાં પ્રવેશી રહ્યું છે. તેના થોડા સમય બાદ તેને ખ્યાલ આવ્યો કે તે ગર્ભવતી બની ગઈ છે.'

પાણ્ડવોને જન્મ પણ આ રીતે થયો હતો. પાણ્ડુ રાજાએ એકવાર દમ નામના ઋષિ અને તેમની પત્ની મૃગનું રૂપ ધારણ કરી કામ ક્રીડા કરતા હતા ત્યારે શિકાર કરવા જતાં તેમનો વધ કરી દીધો હતો. તે વખતે તેમણે પાણ્ડુને શાપ આપી દીધો હતો - 'તું પણ આ રીતે સ્ત્રી સમાગમ કરતી વખતે કામ-ક્રીડામાં મગ્ન થઇશ ત્યારે તારું મૃત્યુ થશે.' સિદ્ધ મુનિનો શાપ તો સાચો જ પડે એટલે પોતાનું મૃત્યુ ન થાય તે હેતુથી પાણ્ડુએ તેની બન્ને પત્ની કુંતી અને માદ્રી સાથે શારિરીક સંબંધ રાખવાનું બંધ કરી દીધું. એટલે એક દિવસ કુંતીએ પાણ્ડુને કહ્યું - મને બાળપણમાં દુર્વાસા તરફથી પુત્ર પ્રાપ્તિના મંત્ર મળેલા છે. તમે કહો તો એના પ્રભાવથી હું પુત્રો ઉત્પન્ન કરી શકીશ. પાણ્ડુએ તે માટે સંમતિ આપી. તે પછી કુંતીએ દેવતાઓનું આહ્વાન કરીને તે મંત્રો થકી અમૈથુન (શારીરિક સમાગમ વગર) પુત્રોને જન્મ આપ્યો. કુંતીએ યમરાજ એટલે કે ધર્મદેવ થકી યુધિષ્ઠિરને, ઇન્દ્ર દેવ થકી અર્જુનને અને વાયુદેવ થકી ભીમને જન્મ આપ્યો. કુંતીએ બાકી રહેલ એક મંત્ર તેની શોક્ય માદ્રીને પણ આપ્યો. માદ્રીએ સોમ(ચંદ્ર) દેવ થકી એક જ મંત્ર બે વાર ઉચ્ચારીને નકુળ અને સહદેવને જન્મ આપ્યો હતો.

ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથ બાઈબલ અનુસાર કુંવારી મરિયમ (Virgin Mary) એ પવિત્ર આત્મા દ્વારા ઇસુ ખ્રિસ્ત (Jesus Christ) ને જન્મ આપ્યો હતો. ગ્રીક પૌરાણિક કથાઓમાં દર્શાવ્યું છે કે દેવી હેરા (Hera) એ પુરુષ (SWm-Zeus) વગર એકલા જ હેફેસ્ટસ (Hephaestus) ને જન્મ આપ્યો હતો. પાર્થેનોજેનેસિસ/પાર્થેનોજિનેસિસ (Parthenogenesis) શબ્દ ગ્રીક ભાષાના શબ્દો પરથી જ બન્યો છે. ગ્રીક ભાષામાં પાર્થેનોસ એટલે કુંવારી એન જેનેસિસ/જિનેસિસ એટલે સર્જન કે સૃષ્ટિ.

પહેલાં એવું મનાતું હતું કે એકલિંગી પ્રજનન માત્ર છોડવાઓ કે સૂક્ષ્મ જીવાણુઓમાં જ સંભવ છે. મનુષ્યોને માટે તે સંભવ નથી. પણહવે તે સંભવ બનશે એ દિશામાં પ્રયોગો થવા લાગ્યા છે.

બ્રિટનના બાયોલોજિસ્ટ જહોન બર્ડન સેન્ડરસન હાલ્ડેનના પત્ની અને સહસંશોધક, યુનિવર્સિટી ઓફ લંડનના પ્રોફેસર બાયોલોજિસ્ટ ડો.હેલન સ્પર્વે (Helen Spurway) કહે છે- 'કોઈ કુંવારી કન્યાની આપમેળે ગર્ભવતી થવાની એટલી જ સંભાવના છે જેટલી એકસાથે અનેક બાળકો કોઈ સ્ત્રીના પેટથી જન્મવાની છે. બન્ને બાબતો અપવાદ છે પણ અસંભવિત નથી. એક સાથે અનેક બાળકો દરેક સ્ત્રીને નથી જન્મતા, પણ એવું ક્યારેક તો બને છે જ . તે રીતે કોઈ કુંવારી સ્ત્રી પુરુષના સમાગમ વગર ગર્ભ ધારણ કરે તો એને અસાધારણ કહેવાવું જોઈએ, અસંભવિત નહીં. પશ્ચિમના દેશોમાં આ વિધાને ભારે ખળભળાટ પેદા કર્યો. એ દાવાને સાચો સાબિત કરવા પડકાર ફેંકાયો એટલે હેલન સ્પર્વેએ બ્રિટિશ વર્તમાનપત્રોમાં જાહેરાત છપાવી કે જે સ્ત્રીઓ આ રીતે પુરુષના સમાગમ વગર, આપમેળે ગર્ભવતી થવા માંગતી હોય તે ડો.સ્પર્વેને મળી એ માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. લગભગ સોએક મહિલાઓએ ઉમેદવારી નોંધાવી એમાંથી ૧૯ મહિલાઓ પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ. એ બધામાંથી પણ અંતે મિસિસ એમિમેરી જોન્સ (Emmimarie Jonnes)નામની જર્મન મહિલાની પસંદગી કરાઈ. તેના પતિ આર્મીમાં હતા અને તે બ્રિટનમાં એકલી રહેતી હતી. આ પ્રયોગના પરીક્ષણ માટે અત્યંત વિખ્યાત જીવશાસ્ત્રીઓની એક સમિતિ રચવામાં આવી જેના અધ્યક્ષ હતા ડો.સ્ટેનલી વોલ્ફેર લિન. એ સમિતિમાં ડો.વર્નાડે કેમ્બર, ડો.સીડની શો અને ડો.ડેવિડ વિન વિલિયમ્સ જેવા વિખ્યાત વિજ્ઞાનીઓ પણ હતા. પ્રયોગ સફળ થયો અને એમિમેરીએ એક કન્યાને જન્મ આપ્યો જેનું નામ ેમેનિકા રખાયું. તે બધી રીતે એમિમેરીની પ્રતિકૃતિ, કાર્બન કોપી સમાન છે. આ પ્રયોગની સમજ આપતાં ડો.હેલન સ્પર્વે અને સહાયક જીવવિજ્ઞાનીઓએ સમજાવ્યું- પાણીના પૂંછડીવાળા કીડાની જેમ શુક્રજંતુઓના માથામાં ૨૩ રંગસૂત્રો (Chromosome)અને પૂંછડીમાં માઈટોકોન્ડ્રિયા (mitochondria) કણાભસૂત્ર/ સૂત્રકણિકા નામનો પિંડ હોય છે. આ પિંડ જ શુક્રાણુઓને ગતિશીલ કરવાની પ્રક્રિયા કરે છે. સ્ત્રીબીજનાં સૂક્ષ્મ ઇંડાઓનું ઉદ્દીપન અને વિભાજન આ શુક્રાણુઓ કરે છે. પણ તે શુક્રાણુઓથી જ થાય તેવું જરૂરી નથી. આ કાર્ય સ્ત્રીના બે રજ: ઇંડાઓને ભેગા કરી દેવાની વૈજ્ઞાનિક પ્રયુક્તિથી સંભવિત થઇ શકે છે. ઉદ્દીપન અને વિભાજન વૈજ્ઞાનિક પ્રયુક્તિથી કરાય તો ય તે સ્ત્રી પ્રજોત્પતિ કરવા સમર્થ બની શકે છે કેમ કે એના રજ : ઇંડાઓમાં ઉપત્તિના બધા તત્ત્વો વિદ્યમાન હોય છે. રજ:ઇંડાઓમાં ૨૩ રંગસૂત્રો હોય છે તે ૪૬ થઈ જાય તો ગર્ભધારણ થઈ શકે છે. આ રીતે એમિમેરીને ગર્ભધારણ થઈ ગયો. તે કુંવારી માતાની જેમ પુરુષના શુક્રાણું વગર માતા બની ગઈ. આ માનવ એક લિંગ પ્રજનન (Asexual reproduction) હ્યુમન પાર્થેનોજિનેભિસ નું ઉત્તમ ઉદાહરણ છે.