Get The App

'લવ, લાઈફ એન્ડ લર્નિંગ'નું મૂલ્ય સમજાવી માઈન્ડફુલ મેડિટેશન સિદ્ધ કરાવતા ડૉ. લિયો

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
'લવ, લાઈફ એન્ડ લર્નિંગ'નું મૂલ્ય સમજાવી માઈન્ડફુલ મેડિટેશન સિદ્ધ કરાવતા ડૉ. લિયો 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આપણે મોટે ભાગે એક એક સ્મિત, એક દયાળુ શબ્દ, એક સાંભળનારો કાન, એક પ્રામાણિક પ્રશંસા કે સંભાળ રાખવાની સૌથી નાના કાર્યની શક્તિને ઓછી આંકીએ છીએ, જેમાં બધામાં જીવનને બદલવાની ક્ષમતા હોય છે.'

‘T o live in love is to live in life and to live in life is to live in love.

પ્રેમમાં રહેવું એટલે જીવન જીવવું અને જીવન જીવવું એટલે પ્રેમમાં રહેવું.'

‘ Love is always bestowed as a gift-freely, willingly and without expectation. We don¥t love to be loved, we love to loave.

પ્રેમ હમેશાં સ્વતંત્રપણે, સભાનપણે, સ્વેચ્છાથી અને બદલાની અપેક્ષા વિના એક ઉત્કૃષ્ટ ભેટ (ઉપહાર) રૂપે અપાય છે. પ્રેમ પામવા આપણે પ્રેમ કરતા નથી. પ્રેમ આપવા આપણે પ્રેમ કરીએ છીએ.'

- Leo Buscaglio 

(લિયો બુસ્કાલિયા)

અમેરિકન લેખક, પ્રેરક વક્તા અને વિશેષ શિક્ષણના પ્રાધ્યાપક ડૉ. ફેલિસ લિયોનાર્ડો બુસ્કાલિયા (બુસ્કાગ્લિયા) જે લિયો બુસ્કાલિયાના નામથી વિશેષ ઓળખાય છે, તે પ્રેમ જીવન અને પ્રશિક્ષણના વિષયો પર લેખન અને વક્તવ્યો માટે પ્રસિદ્ધ હતા. તે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયલ એજ્યુકેશનમાં પ્રોફેસર હતા. ૧૯૬૦ના દશ્કાના છેલ્લા વર્ષોમાં તે અધ્યાપન કરતા હતા. તે ગાળામાં એમના વર્ગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ એના કોઈ વ્યક્તિગત કારણસર આત્મહત્યા કરી નાંખી હતી. આ સમાચાર સાંભળી તે અત્યંત વ્યથિત અને દુઃખી થયા હતા. આખા વર્ગમાં એ સૌથી વધારે ધ્યાન આપી એકાગ્રતાપૂર્વક તેમનું વ્યાખ્યાન સાંભળતી હતી. આ ઘટના પછી લિયો બુસ્કાલિયોનો જીવન પરત્વે અભિગમ બદલાઈ ગયો હતો. તે જીવન, ભાવ, લાગણી, સંવેદના અને પ્રેમ વિચારવા અને સંશોધન કરવા પ્રેરાયા હતા. તેમણે જીવનનું મૂલ્ય સમજાવવા અને એને પ્રેમપૂર્વક, ઉત્સાહ, ઉમંગથી કેવી રીતે જીવવું એની સમજ આપવા લવ-વન-એ (Love-1A) નામ હેઠળ વિના મૂલ્યે વર્ગ ચલાવવાના શરૂ કર્યા હતા. એમાં તે કોઈ ગ્રેડ આપતા નહોતા કે કોઈને અનુત્તીર્ણ કરતા નહોતા. તેમનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરનારા જીવનને પ્રેમ કરતા થઈ જતા અને પ્રેમને જ જીવન સમજતા બની જતા. તે ભરપૂર જીવન જીવતા અને એને સાર્થક કરી ધન્યતા અનુભવતા.

ડૉ. લિયો બુસ્કાલિયા શરૂઆતમાં તો રોમન કેથોલિક હતા પણ પાછળથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થયા હતા. આત્મ-સભાનતાવાળા માઈન્ડફુલ મેડિટેશનના ઉપયોગ પર પણ ભાર મૂકતા હતા. તે કહેતા હતા - પ્રત્યેક પળને પૂર્ણ સાક્ષી ભાવથી નિહાળી હોશપૂર્વક જીવો. તે પ્રેમ અને હકારાત્મક જીવનશૈલીના પ્રબળ હિમાયતી હતા. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે u -Too often we underestimate the power of a touch, a smile, a kind word, a listening ear, an honest compliment or the smallest act of caring, all of which have the potential to turn a life around & આપણે મોટે ભાગે એક એક સ્મિત, એક દયાળુ શબ્દ, એક સાંભળનારો કાન, એક પ્રામાણિક પ્રશંસા કે સંભાળ રાખવાની સૌથી નાના કાર્યની શક્તિને ઓછી આંકીએ છીએ, જેમાં બધામાં જીવનને બદલવાની ક્ષમતા હોય છે.' આપણે સ્પર્શની શક્તિને ખરા અર્થમાં જાણતા જ નથી. પ્રેમાળ સ્પર્શમાં ઉપચારક શક્તિ છે. પ્રેમથી ભેટવાની ક્રિયા, પ્રસન્નતાપૂર્વકનું સ્મિત, દયાળુતાથી ભરેલો શબ્દ, શાંતિપૂર્વક કરેલું બીજાની વાતનું શ્રવણ, બીજાની લાગણીની કદર, એના કામની પ્રશંસા, બીજાની કાળજી લેવાની નાનામાં નાની ક્રિયા વ્યક્તિમાં મોટામાં મોટું પરિવર્તન લાવી શકે છે.

‘ Love is always open arms. If you close your arms about love you will find that you are left holding only yourself - પ્રેમ હંમેશાં આલિંગન કરવા (ભેટવા) માટે આતુર ખુલ્લા, પહોળા કરેલાં હાથ છે, જો તમે પ્રેમને અભિવ્યક્ત ન કરતા તમારા હાથ બંધ અને બીડાયેલા રાખો છો તો તમે તમારી જાત સાથે જ બંધાઈ રહો છો. એ સ્થિતિમાં તમારું જીવન પણ બંધિયાર-સંકુચિત બની રહે છે. સૂર્ય કમળને ખિલવે તેમ પ્રેમ તમારા જીવનને ખિલવે છે. આલિંગન, આશ્લેષ, પરિરંભ અર્થાત્ પ્રેમથી ભેટવાની ક્રિયા તમને માનસિક રીતે વધુ સલામત, સમીપ અને સંયુક્ત હોવાની અનુભૂતિ કરાવે છે.

ગળે મળવાની, ભેટવાની, આલિંગન કરવાની પ્રક્રિયા વખતે શરીરમાં ઉત્પન્ન થતો ઓક્સીટોસિન (Oxytocin) હોર્મોન સ્વાસ્થ્ય સુધારમાં મદદ કરે છે. આ હોર્મોન હાઈપોથેલેમસ દ્વારા નિર્મિત થાય છે અને પિટયુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત થાય છે. ઓક્સીટોસિનને આલિંગન-હોર્મોન, લવ હોર્મોન કે ફીલ-ગુડ હોર્મોન (Feel good Hormone) તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીર-મનોવિજ્ઞાનીઓ કહે છે કે જે યુગલ લાગણીસભર આલિંગન કે ચુંબન કરે છે તે વધારે ખુશ, સ્વસ્થ અને પ્રેમસભર રહે છે. હગ-ડૉક્ટર (Hug Doctor) તરીકે પ્રસિદ્ધ ડૉ. સ્ટોન ક્રૌશર (Stone Kraushar) જણાવે છે કે ઓછામાં ઓછું ૨૧ સેકન્ડ માટે કરાયેલું આલિંગન ગમગીની, ચિંતા, ભય અને નકારાત્મકતા દૂર કરી પ્રેમ, પ્રસન્નતા, શાંતિ અને આંતરસુખ ઉત્પન્ન કરે છે. પ્રેમ રોગોપચારનો ઉત્તમ ઉપાય છે.

માનવી માટે 'આલિંગન કરવાની જરૂરિયાત'ની અવધારણા દર્શાવનારા અને તેને વધારવાના હિમાયતી સર્વપ્રથમ વ્યક્તિ તરીકે લિયો બુસ્કાલિયો મનાય છે. તે કહે છે - જીવિત રહેવા પાંચ, તેનો નિર્વાહ રવા આઠ અને એના ખીલવા માટે ૧૨ આલિંગન જરૂરી છે. તિબેટન યોગના નિષ્ણાત થિકનેકટ હન્હે ઝેન સિદ્ધાંતો ધ્યાનમાં રાખી 'આલિંગન ધ્યાન  (Hugging Meditation)’  પદ્ધતિ શરૂ કરાવી છે જે એક પ્રકારનંન માઈન્ડફુલ મેડિટેશન છે. તે સૂઝ સમજ વધારી સમસ્યાનું નિવારણ કરે છે. તે માનસિક અને શારીરિક બીમારી દૂર કરવા પણ ઉપયોગી બને છે.

ડૉ. લિયો બુસ્કાલિયોની એક ઉક્તિ અતિ પ્રસિદ્ધ છે - ‘ A single rose can be my garden, a single friend my world - એક ગુલાબ પણ મારો બગીચો બની શકે, એક માત્ર મિત્ર મારું વિશ્વ બની શકે.' તે પ્રેમને શ્રેષ્ઠ ઉપચાર દર્શાવે છે. તે કહે છે - જીવનને પ્રેમ કરો અને પ્રેમને જીવન આપો.

‘ Live is life and if you miss love, you miss life &   પ્રેમ જીવન છે. તમે પ્રેમ કરવાનું ચૂકી જશો તો તમે જીવન જીવવાનું ચૂકી જશો.' લિયો બુસ્કાલિયાએ ૧૪ પુસ્તકો લખ્યા છે. એમાંના પાંચ પુસ્તકો એક જ સમયે એક સાથે 'ન્યુયો૪ક ટાઈમ્સના બેસ્ટ સેલર બની રહ્યા હતા. એમાંના આ ત્રણ પુસ્તકો અચૂક વાંચવા, વિચારવા અને જીવનમાં ઉતારવા જેવા છે - - 1. Living, Loving and Learning, 2. Loving each other, 3. Born for Love.